સંજય દત્તે જાતે કબુલ્યું હતી 300+ ગર્લફ્રેન્ડ જાણો કોણ કોણ છે તેમાં…

સંજય દત્ત એ ૯૦ના દાયકાના હીરો ગણાય છે, જો કે આજે પણ એમની ફિલ્મો એટલી જ હિટ છે. કારણ કે આ હીરોનું વ્યક્તિત્વ જ એવું હતું કે એમના પર છોકરીઓ મરતી હતી. આમ તો સંજય દત્ત એક પ્લેબોય જેવા વ્યક્તિત્વથી જ બોલીવુડમાં પ્રખ્યાત છે. એમણે પોતાની ગર્લફ્રેન્ડ વિશે વાત કરતા પોતાની ગર્લ ફ્રેન્ડની સંખ્યા 308 છે આ વિશે પણ જણાવ્યું હતું. પણ એમાં અમુક એવી પ્રખ્યાત અભિનેત્રીઓના નામ પણ છે જેમના નામ જાણીને ફિલ્મ જગત તો શું તમે પણ ચોકી જશો.

image source

પોતાના અફેરના ચર્ચાઓથી લઈને અનેક ગંભીર આરોપોથી ઘેરાયેલા સંજય દત્તના જીવન પર રાજકુમાર હિરાણીએ એમની જ બાયોપિક ‘સંજુ’ બનાવી હતી. આ ફિલ્મમા સંજય દત્તના જીવનના અનેક પહેલુઓ સામે આવ્યા હતા. જો કે આ ફિલ્મમાં સંજુબાબાનું પાત્ર ભજવી રહેલા રણવીર કપૂરે પણ પાત્રને જીવંત કરી બતાવ્યું હતું. આ ફિલ્મમાં સંજય દત્તે એક ઈન્ટરવ્યુંમાં પોતે જ આ વાતને સ્વીકારી હતી કે તેઓ એક સાથે ત્રણ સ્ત્રીઓ સાથે રિલેશનશિપમાં હતા, પણ આમ છતાં તેઓ ક્યારેય પકડાયા નથી. અને હવે જયારે આ વાતનો ખુલાશો પણ થઇ ચુક્યો છે ત્યારે અમે આપને જણાવી દઈએ કે સંજય દત્ત પોતાના જીવનમાં અત્યાર સુધી ૩૦૮ સ્ત્રીઓ સાથે ઈશ્ક કરી ચુક્યા છે. આ સ્ત્રીઓમાં કેટલીક બોલીવુડની જાણીતી અભિનેત્રીઓ પણ છે, આ અભિનેત્રીઓ સાથે એમના અફેરના ચર્ચાઓ ઘણા વાયરલ થયા હતા.

સંજય દત્તની આ પ્રેમિકાઓની યાદીમાં કેટલીક એવી અભિનેત્રીઓના નામ આજે અમે આપને જણાવવા જઈ રહ્યા છીએ.

ટીના મુનીમ

image source

ટીના મુનીમ જે હવે ટીના અંબાણીના નામે ઓળખાય છે એ ભૂતકાળમાં સંજય દત્તની પ્રેમિકા રહી ચુકી છે. સંજયે દત્તે પોતાનો ડેબ્યુ પણ ટીના સાથે જ કર્યો હતો. જો કે એમના સબંધની શરૂઆત ફિલ્મ ‘રોકી’થી થઇ હતી. અમુક ખબરો દ્વારા તો એમ પણ જાણવા મળ્યું હતું કે એમને સંતાઈને લગ્ન પણ કરી લીધા હતા. જો કે પછી સંજય દત્તની ડ્રગ્સની આદતોને કારણે એ અલગ થઇ ગયા હતા.

રુચા શર્મા

image source

સંજય અને રૂચા આગ હી આગ ફિલ્મ દરમિયાન એકબીજાના સંપર્કમાં આવ્યા હતા. એક બીજાને કેટલોક સમય ડેટ કર્યા પછી એમણે વર્ષ ૧૯૮૭માં લગ્ન કરી લીધા હતા. આ બંનેની એક દીકરી પણ હતી જેનું નામ ત્રિશલા છે. જો કે આ સબંધ લાંબો સમય ટક્યો ન હતો અને બંનેએ છૂટાછેડા લઇ લીધા હતા. જો કે અલગ થયાના થોડાક જ સમયમાં જાણવા મળ્યું હતું કે રુચાને બ્રેન કેન્સર હતું અને એના કારણે વર્ષ ૧૯૯૬માં એનું નિધન થયું.

માધુરી દીક્ષિત

image source

પત્ની ઋચાના નિધનથી સંજય દત્ત ઘણા દુખી હતા, આ સમય દરમિયાન તેઓ માધુરી દીક્ષીત સાથે કેટલીક ફિલ્મો કરી રહ્યા હતા. કહેવામાં આવે છે કે ઘણી ફિલ્મોમાં એક સાથે કામ કરતા રહેવાથી એમના વચ્ચે પ્રેમ પાંગર્યો હતો. એટલે સુધી આ વાત વધી આવી હતી કે એમણે લગ્ન કરવાનો નિર્ણય પણ લીધો હતો. પણ ૧૯૯૩માં મુંબઈ બલાસ્ટમાં સંજયનું નામ આવ્યું અને સંજયને જેલ મોકલવામાં આવ્યો. ત્યારથી માધુરીએ સંજયથી દુરીઓ બનાવી લીધી હતી. ત્યારબાદ એમના સબંધ તૂટી ગયા હતા.

રિયા પિલ્લઇ

image source

માધુરી સાથેના સબંધો બગડયા પછી સંજય દત્ત એ સમયની પ્રખ્યાત મોડલ રિયા પીલ્લઈ સાથે જોવા મળતા હતા. વર્ષ 1998માં એમણે લગ્ન કરવાનો નિર્ણય પણ લીધો હતો. જો કે એવું કહેવાય છે કે રિયા સાથેનાં લગ્ન પછી પણ એમના અનેક મહિલાઓ સાથે લગ્ન સિવાયના અફેર હતા. જો કે આ સમયગાળામાં રીયાએ સંજય દત્તને અનેક વાર અલગ સ્ત્રીઓ સાથે જોયા હતા, પરિણામે એમણે કંટાળીને છુટા થવાનો નિર્ણય કર્યો અને વર્ષ 2005માં તેઓ છુટા પડયા હતા.

લીઝા રે

image source

સંજય દત્તના લીઝા રે સાથેના સબંધો પણ ઘણા ચર્ચામાં રહ્યા હતા. જો કે મુંબઈ બ્લાસ્ટના કેસમાં ફસ્યા પછી એમની વચ્ચેના સબંધ વધારે મજબુત થયા હતા. આ સમયગાળામાં તેઓ અનેક વાર સાથે પણ જોવા મળતા હતા, જો કે આ સબંધ પણ અજાણ્યા કારણોથી લાંબો સમય ચાલ્યો ન હતો.

રેખા

image source

આ નામ જાણીને ખરેખર તમને નવાઈ લાગશે પણ સંજય દત્તનું અફેર દીવા રેખા સાથે પણ રહ્યું હતું. મીડિયા અને બોલીવુડ બન્ને જગ્યાએ આ સબંધની ખબરો સામાન્ય વાત હતી. રેખા અને સંજય દત્તના સબંધો વિશેની ખબરો ફિલ્મ ‘જમીન આસમાન’ દ્વારા ખુબ છવાયા હતા. જો કે ખબરો તો એટલે સુધી આવતી હતી કે રેખા સંજયના નામનું સિંદુર પણ લગાડતી હતી. જો કે વાસ્તવમાં એવું કાઈ જ હતું નહિ. મીડિયામાં પણ એમના લગ્ન અંગે ઘણી ખબરો ચાલી હતી, આ સમયે તેઓ એક અંગત કાર્યક્રમમાં સાથે પણ જોવા મળ્યા હતા. પણ અંતમાં આ સબંધ પણ અજાણ્યા કારણોથી ટક્યો નહી.

આ સિવાય પણ સંજય દત્તના જીવનમાં ઘણી પ્રેમિકા રહી ચુકી છે, જો કે અંતમાં એમણે માન્યતા સાથે લગ્ન કરી લીધા હતા. હાલમાં માન્યતા અને સંજય દત્તના ત્રણ બાળકો છે, આ બંને જણા પોતાના લગ્ન જીવનને ખુશી ખુશી જીવી રહ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.