કેમ ખાસ છે શરદ પૂનમ, જાણો તેનું મહત્ત્વ અને માન્યતાઓ વિશે, સાથે કરો આ મંત્રોના જાપ

શરદ પૂનમ હિન્દૂઓના જાણિતા તહેવારમાંથી એક છે. શરદ પૂનમના દિવસે મહિલાઓ વ્રત રાખે છે અને રાત્રે ખીર બનાવીને ખુલ્લા આકાશમાં રાખે છે. શરદ પૂનમની રાત્રે 12 વાગ્યા બાદ ખુલ્લા આકાશનમાં ખીર રાખવાની પરંપરા છે. માન્યતા છે કે આ પૂનમની રાત્રે આકાશમાંથી અમૃત વરસે છે. એટલા માટે બહાર ખીર રાખવામાં આવે છે જેથી તેમાં અમૃત વર્ષા થાય. શરદ પૂનમને લઇને બીજી અન્ય માન્યતાઓ પણ છે. આસો સુદ પુનમ એટલે કે શરદ પૂર્ણિમા 30 ઓક્ટોબર, શુક્રવારનાં રોજ ઉજવાશે. વર્ષમાં દરેક માસે આવતી પૂનમે ચંદ્ર પૂર્ણ કળાએ ખીલી ઉઠે છે પરંતુ શરદ પૂનમની રાત્રિનું સૌંદર્ય કંઇક અલગ જ હોય છે.આ દિવસે ચંદ્રની સાથે માતા લક્ષ્મીજીને પ્રસન્ન કરવા માટે ખાસ મંત્ર જાપ અને ઉપાયો પણ કરવામાં આવે છે. તો જાણો કયા મંત્ર અને ઉપાયોથી તમારી આર્થિક સ્થિતિ સુધરી શકે છે.

આજે કરો આ ખાસ ઉપાયો

image source

માનવામાં આવે છે કે દેવી લક્ષ્મીને સફેદ રંગની કોડીઓ ખૂબ પ્રિય છે. શરદ પૂનમના દિવસે સાંજે માતા લક્ષ્મીની પૂજામાં કોડીઓ રાખો. ઓછામાં ઓછી 5 કોડીઓ પૂજા ઘરમાં રાખવાથી માતા પ્રસન્ન થાય છે. પૂજા પત્યા બાદ તેને લાલ કપડાંમાં પોટલી બનાવીને કબાટમાં રાખો. તેનાથી ઘરમાં રૂપિયા વધશે.

image soucre

માતા લક્ષ્મીની પૂજા કરો અને સફેદ મીઠાઈ કે કેસરની ખીરનો ભોગ ચઢાવો. સંધ્યા સમયે લક્ષ્મી અને ભગવાન વિષ્ણુના પૂજન એક સાથે કરો. તેનાથી માતા લક્ષ્મીની સાથે શ્રી હરિની કૃપા પણ મળશે અને ઘરમાં સંપન્નતા વધશે.

જાણો કયા મંત્ર જાપથી મળશે વધુ સફળતા

image source

આ દિવસે ચંદ્રને પ્રસન્ન કરવાના પ્રયાસ કરવામાં આવે છે. કુંડળીમાં ચંદ્રની સ્થિતિ મજબૂત કરવી હોય અથવા મનને સ્થિર બનાવવું હોય. આ ચંદ્ર મંત્ર મનની શાંતિ અને શીતળતા સાથે અપાર ધન, ધાન્ય, સંપત્તિ અને ઐશ્વર્ય આપે છે. આ શરદ પૂનમની રાત્રે આ 5 વિશેષ મંત્રોથી ચંદ્ર દેવની કૃપા મળે છે.

– ॐ चं चंद्रमस्यै नम:

-दधिशंखतुषाराभं क्षीरोदार्णव सम्भवम ।

नमामि शशिनं सोमं शंभोर्मुकुट भूषणं ।।

– ॐ श्रां श्रीं श्रौं स: चन्द्रमसे नम:।।- ॐ ऐं क्लीं सोमाय नम:।

– ॐ भूर्भुव: स्व: अमृतांगाय विद्महे कलारूपाय धीमहि तन्नो सोमो प्रचोदयात्।

image source

શરદ પૂનમની આ માન્યતાઓ ઉપરાંત રાત્રે બનાવવામાં આવતી ખીર સાથે પણ કેટલીક માન્યતાઓ જોડાયેલી છે. માનવામાં આવે છે કે આ રાત્રે બનાવવામાં આવતી ખીરને રાત્રે 12 વાગ્યા સુધી ખુલ્લા આકાશમાં રાખ્યા બાદ ખાવાથી ચર્મરોગ, અસ્થમા, હૃદયની બીમારીઓ, ફેફસાંની બીમારીઓ અને આંખોની રોશની સાથે સંકળાયેલ પરેશાનીઓમાં લાભ થાય છે.

image source

શરદ પૂનમના દિવસે કુવારી છોકરીઓ પણ સારો વર પ્રાપ્ત કરવા માટે વ્રત રાખે છે. ખાસકરીને ઓડિશામાં શરદ પૂનમને ‘કુમાર પૂનમ’ કહેવામાં આવે છે. આ દિવસે કુંવારી છોકરીઓ ભગવાન કાર્તિકેયની પૂજા કરે છે અને સાંજે ચાંદ નિકળ્યા બાદ વ્રત ખોલે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.