સરોજ ખાન આ જાણીતી-માનીતી અભિનેત્રી પર થયા હતા એવા ગુસ્સે કે…

સરોજ ખાને તતડાવી મૂકી હતી આ જાણીતી અભિનેત્રીને – હાલત ખરાબ થઈ ગઈ હતી અભિનેત્રીની

જાણીતા કોરિયોગ્રાફર સરોજ ખાનનું શુક્રવારે મોડી રાત્રે કાર્ડિયાક એરેસ્ટથી મુંબઈ ખાતે અવસાન થયું છે. શ્વાસ લેવામાં તકલીફ હોવાથી તેમને 17મી જૂનથી મુંબઈના બાંદ્રા વિસ્તારમાં આવેલી ગુરુ નાનક હોસ્પિટલમાં દાખલ કરવામા આવ્યા હતા, જ્યાં શુક્રવારે મોડી રાત્રે 1.52 કલાકે કાર્ડિયાક એરેસ્ટથી તેમનું મૃત્યુ થઈ ગયું. સરોજ ખાન 71 વર્ષના હતા.

image source

થોડા દિવસ પહેલાં તેમનો કોરોના ટેસ્ટ કરવામા આવ્યો હતો જે નેગેટિવ રહ્યો હતો. સરોજ ખાને બોલીવૂડના એકથી એક ચડિયાતા ગીતો કોરિયોગ્રાફ કર્યા છે. તેમના દ્વારા શીખવવામાં આવેલા ડાન્સે બોલીવૂડની અભિનેત્રીઓની કેરિયર બનાવી દીધી છે. પણ તમને જણાવી દઈએ કે સરોજ ખાન એક સ્ટ્રીક્ટ ડાન્સ ડીરેક્ટર તરીકે ઇન્ડસ્ટ્રીમાં ઓળખાતા હતા. તેણી એક્ટ્રેસીસને બરાબરના ખખડાવી નાખતા હતા.

image source

સરોજ ખાન સાથે જોડાયેલો આવો જ એક કિસ્સો કરીના કપૂરે કેટલાક સમય પહેલાં કહ્યો હતો. કરીનાએ જણાવ્યું હતું કે તેની કેરિયરની શરૂઆતમાં કેવી રીતે યોગ્ય રીતે ડાન્સ ન કરી શકવાના કારણે સરોજ ખાને તેમને ધમકાવી મૂકી હતી. કરીના કપૂરે એ પણ જણાવ્યું હતું કે તે સરોજ ખાનને ઇમ્પ્રેસ કરવા ખૂબ મુશ્કેલ છે. કરીના કપૂર ખાને સરોજ ખાનના ભયથી સુંદર ડાન્સ કરવાનું શીખી લીધું હતું, તે પોતાના ઘરના બાથરૂમમાં બંધ થઈને પ્રેક્ટિસ કરતી હતી.

image source

થોડા સમય પહેલાં કરીના કપૂર એક ડાન્સ શોની જજ તરીકે કામ કરી રહી હતી. તે જ દરમિયાન એક એપિસોડમાં સરોજ ખાન પણ હાજર હતા. સરોજ ખાન વિષે બોલતા કરીનાએ એક પ્રસંગ યાદ કરતા જણાવ્યું હતું કે જ્યારે ડાન્સ નહીં કરી શકવાના કારણે તેમને સરોજ ખાનના ગુસ્સાનો સામનો કરવો પડ્યો હતો. કરીનાએ જણાવ્યું હતું કે સરોજ ખાન મને કહ્યા કરતા હતા, ‘એ લડકી, કમર હિલા… રાતના એક વાગ્યા છે, શું કરી રહી છે ? આ દરમિયાન તેણી ખૂબ બી જતી હતી કે માસ્ટર જી ક્યાંક ગુસ્સે ન થઈ જાય.’

image source

આ શો પર કરીના કપૂરે જણાવ્યું હતું, ‘જ્યારે મેં ફિલ્મ રેફ્યૂજીના શૂટિંગ દરમિયાન તેમને જણાવ્યું કે મને ડાંસ કરતા નથી આવડો તો તેમણે જવાબમાં જણાવ્યું હતું કે જો તને ડાન્સ કરતા નથી આવડતું, હાથ-પગ ચલાવતા નથી આવડતું તો તારે ચહેરાથી ડાન્સ કરવો પડશે.’ કરીના કપૂરે જણાવ્યું કે ‘તેમના દ્વારા દર્શાવવામાં આવેલા ચહેરાના એક્સપ્રેશનને શીખવા માટે હું મારી જાતને બાથરૂમમાં બંધ કરી દેતી હતી અને ત્યાં જ રહીને એક્સપ્રેશનની પ્રેક્ટિસ કરતી હતી.’

image source

આવો જ અનુભવ ઐશ્વર્યાને પણ સંજય લીલા ભણસાળી દ્વારા દીગ્દર્શીત ફિલ્મ હમ દીલ દે ચૂકે સનમ વખતે થયો હતો. તે વખતે ‘નીમૂડા નીમૂડા…’ ગીતનું શૂટિંગ ચાલી રહ્યું હતું અને ઐશ્વર્યાએ પણ સરોજ ખાનના ગુસ્સાનો સામનો કરવો પડ્યો હતો.

સરોજ ખાનના નીધન પર તેમની માનીતી અભિનેત્રી માધુરી દિક્ષીતે પણ તેમને શ્રદ્ધાંજલી આપી છે અને એક લાગણીશીલ પોસ્ટ શેર કરી છે. સાથે તેમની સરોજ ખાન સાથેની કેટલીક યાદગાર ક્ષણોની તસ્વીરો પણ માધુરીએ પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શેર કરી છે.

 

View this post on Instagram

 

A post shared by Madhuri Dixit (@madhuridixitnene) on

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.