સરોજ ખાનનો છેલ્લા સ્ટેજ પર્ફોમન્સનો વિડિયો થઈ રહ્યો છે વાયરલ, જે જોઇને તમને પણ લાગશે નવાઇ

સરોજ ખાનનો છેલ્લા સ્ટેજ પર્ફોમન્સનો વિડિયો થઈ રહ્યો છે વાયરલ

ખ્યાતનામ કોરિયોગ્રાફર સરોજ ખાનનું શુક્રવારે મુંબઈ ખાતેની હોસ્પિટલમાં અવસાન થઈ ગયું છે. સરોજ ખાનનું અવસાન બોલીવૂડ માટે એક મોટું નુકસાન છે. સરોજ ખાન તે કોરિયોગ્રાફર્સમાંના એક છે જેમણે બોલિવૂડના કેટલાક આઇકોનિક ગીતોની કોરિયોગ્રાફી કરી છે. હવે તેમના આવી રીતે જતા રહેવાથી તેમના ફેન્સ તેમના કામને યાદ કરી રહ્યા છે. હાલ સોશલ મિડિયા પર સરોજ ખાનનો એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે.

સરોજ ખાને પોતાના સમગ્ર જીવનને ડાન્સને સમર્પિત કરી દીધું હતું. બોલીવૂડમાં પણ તેમણે ચાર દાયકા જેટલી લાંબી કારકીર્દી ઘડી છે. તેવામાં સરોજ ખાને જ્યારે પોતાના જીવનની છેલ્લી ઇવેન્ટ એટેન્ડ કરી હતી, તે સમયે પણ તેમણે ડાન્સ કરી બધાનું દીલ જીતી લીધું હતું. હાલના સમયમાં સોશલ મિડિયા પર સરોજ ખાનનો એક ડાન્સ વિડિયો વાયરલ થઈ રહ્યો છે.

વિડિયોમાં સરોજ ખાન ફિલ્મમેકર દિવ્યા ખોસલા કુમાર સાથે ડાન્સ કરી રહી છે. તે બન્ને યાદ પિયા કી… ગીત પર ઠુમકા લગાવી રહ્યા છે. વિડિયોમાં સરોજખાનના એક્સપ્રેશન જોઈ દરેક ચકિત છે. આ વિડિયો આ જ વર્ષના માર્ચ મહિનાની જણાવવામાં આવી રહી છે જ્યારે સરોજ ખાને આઈકોનિક વુમન ઓફથી યર અવોર્ડ્સ 2020માં હાજરી આપી હતી. ત્યાં તેમને સમ્માનિત કરવામા આવ્યા હતા. તે જ ઇવેન્ટમાં તેમણે ડાન્સ પણ કર્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Sonakshi Sinha (@aslisona) on

તમને જણાવી દઈએ કે ભારતીય પોપ સ્ટાર અને ગરબા ક્વિનના નામે જાણીતા ફાલગુની પાઠકે પણ પોતાના સોશલ મિડિયા પર સરોજ ખાનને શ્રદ્ધાંજલી આપી હતી અને તેમણે યાદ પિયા કી આને લગી… ગીતના આઇકોનીક સ્ટેપનો ઉલ્લેખ કર્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Falguni.J.Pathak (@falgunipathak12) on

સોશિયલ મિડયા પર સરોજ ખાનનો આ વડિયો ટ્રેન્ડ કરી રહ્યો છે. દરેક વ્યક્તિ આ વિડિયોને જોઈ ભાવુક બની રહી છે અને આ મહાન કોરિયોગ્રાફરને યાદ કરી રહી છે. બોલીવૂડના બધા જ સિતારાઓએ સરોજ ખાનને શ્રદ્ધાંજલી આપી હતી. કારણ કે સરોજ ખાને કેટલાએ સેલેબ્સને ડાન્સ કરાવ્યો છે, તેવામાં તે બધાએ સરોજ ખાન સાથે વિતાવેલી સુંદર ક્ષણોને યાદ કરી છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani) on

શાહરુખ ખાનથી લઈને અમિતાભ બચ્ચન સુધી દરેકે સરોજ ખાનના અવસાન પર દુઃખ વ્યક્ત કર્યું છે અને બોલીવૂડમાં તેમના યોગદાનને બીરદાવ્યું છે. અમિતાભ બચ્ચને સૌ પ્રથમ તો સોશિયલ મિડિયા દ્વારા સરોજ ખાનનો ઉલ્લેખ કર્યા વગર શોક વ્યક્ત કર્યો હતો. ત્યાર બાદ તેમણે સરોજ ખાનને શ્રદ્ધાંજલી આપતી એક લાંબી પોસ્ટ પોતાના સોશિયલ મિડિયા અકાઉન્ટ પર શેર કરી હતી અને એક નાનકડો પ્રસંગ પણ ફેન્સ સાથે શેર કર્યો હતો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.