આ કૂવામાંથી નથી નીકળતુ પાણી, નિકળે છે કંઇક એવુ કે…જાણો તમે પણ

અહીંના કૂવામાં પાણીની જગ્યા એ નીકળે છે તેલ, જાણો ક્યાંથી આવે છે ડ્રિંકિંગ વોટર.

image source

ભારતમાં ઘણી બધી નદીઓ અને સરોવર છે અને સમય સમય પર વરસાદ પણ પડે છે. જેના કારણે ભારતમાં પાણીની સમસ્યા ઓછી હોય છે. પણ શું તમે જાણો છો કે જે રણપ્રદેશ છે, પછી એ રાજસ્થાન હોય કે સાઉદી અરબ જ્યાં એક પણ નદી કે સરોવર નથી એ લોકો કઈ રીતે તેમની પાણીની જરૂરિયાત પૂરી કરતા હશે. સાઉદી અરબ, જ્યાની જમીન રેતાળ છે. અને જળવાયું ઉષ્ણકટિબંધીય મારુસ્થળ.

અહીંયા તેલ તો ઘણા પ્રમાણમાં છે અને એના જ કારણે આ દેશ ધનવાન બન્યો છે.પણ અહીંયા પાણીની ઘણી જ અછત વર્તાય છે.. એવું પણ કહી શકાય કે આ દેશમાં પીવા લાયક પાણી જ નથી. અહીંયા ના કોઈ નદી છે ના કોઈ તળાવ. પાણીના કૂવા છે પણ એમાં પાણી નથી. અહીંયા સોનુ તો છે પણ પાણી નથી. તો હવે સવાલ ઉભો થાય છે કે આખરે સાઉદી અરબ પીવા માટે પાણી ક્યાંથી લાવે છે?તો ચાલો આની પાછળની ચોંકાવનારી હકીકત જાણી લઈએ.

image source

આમ તો આ દેશોમાં તેલનો અપાર ભંડાર છે અને એના જ કારણે આ દેશ બહુ જ ધનવાન છે પણ પીવા માટેના પાણીની વ્યવસ્થા કરવી ઘણી અઘરી છે. સાઉદી અરબ પાસે હવે ભૂમિગત જળ બહુ જ થોફુ વધ્યું છે અને એ પણ પાતાળમાં બહુ જ ઊંડું છે.પણ કહેવામાં આવે છે કે નજીકના થોડા વર્ષોમાં એ પણ સંપૂર્ણ રીતે ખતમ થઈ જશે.. આ દેશની ફક્ત 1 ટકા જમીન જ ખેતી લાયક છે અને એમાં પણ અમુક અમુક શાકભાજી જ ઉગાડવામાં આવે છે.

કારણ કે અહીંયા ઘઉં જેવા અનાજની ખેતી કરવાં માટે મોટા પ્રમાણમાં પાણીની જરૂર પડશે. જોકે એકવાર અહીંયા ઘઉંની ખેતી શરૂ કરવાના આવી હતી પણ પાણીની અછત ના કારણે પછી એ ખેતી બંધ કરી દેવામાં આવી. સાઉદી અરબ પોતાના ખાવા પીવા માટેની બધી જ જરૂરિયાતની વસ્તુઓ વિદેશો પાસેથી જ ખરીદે છે.

વર્ષમાં એક કે બે જ દિવસ વરસાદ.

image source

એક રિપોર્ટ પ્રમાણે, પહેલા અહીંયા પાણીના ઘણા બધા કૂવા હતા, જેનો ઉપયોગ હજારો વર્ષોથી થઈ રહ્યો હતો. પણ જેમ જેમ વસ્તી વધતી ગઈ તેમ તેમ પાણીની તંગી સર્જાતી ગઈ. જેના કારણે ધીરે ધીરે કૂવો ઊંડો જતો ગયો અને થોડા જ વર્ષોમાં સંપૂર્ણ રીતે સુકાઈ ગયા. સૌથી જરૂરી વાત તો એ છે અહીંયા વર્ષમાં એક કે બે દિવસ જ વરસાદ પડે છે અને એ પણ વાવાઝોડા સાથે.

એવા માં એ પાણીનો સંગ્રહ કરવો શક્ય જ નથી ના એનાથી ભૂમિગત જળનું સ્તર વધે છે. અહીંયા સમુદ્રના પાણીને પીવાલાયક બનાવવામાં આવે છે. આમ તો સમુદ્રના પાણીમાં મીઠાનું પ્રમાણ વધારે હોય છે એટલે વિલવણીકરણ દ્વારા સમુદ્રના પાણીમાંથી મીઠાને અલગ કરવામાં આવે છે. અને પછી તૈયાર થાય છે પીવાલાયક પાણી.

કમાણીનો એક ભાગ પાણી માટે ખર્ચ થાય છે.

image source

સાઉદી અરબ તેલથી થયેલી અઢળક કમાણીનો એક ભાગ તો સમુદ્રના પાણીને પીવા લાયક બનાવવામાં જ ખર્ચી નાખે છે. વર્ષ 2009ના એક આંકડા પ્રમાણે, એ સમયે એક ક્યુબીક મીટર પાણીમાંથી મીઠું અલગ કરવા માટે 2.57 સાઉદી રિયાલ એટલે કે લગભગ 50 રૂપિયા ખર્ચ થતા હતા.એ સિવાય ટ્રાન્સપોર્ટિંગનો ખર્ચ પણ 1.12 રીયાલ (20 રૂપિયાથી વધારે) પ્રતિ ક્યુબીક મીટર થતો હતો.અને હવે તો આ ખર્ચ પણ વધી ગયો હશે કારણ કે અહીંયા પાણીની માંગ દર વર્ષે વધતી જ જાય છે. વર્ષ 2011માં સાઉદી અરબના તે સમયના પાણી અને વીજળી મંત્રીએ કહ્યું હતું કે દેશમાં પાણીની માંગ દર વર્ષે 7 ટકાના દરે વધી રહી છે. એવામાં તમે વિચારી શકો છો કે અહીંયા પાણીની સમસ્યા કેટલી ગંભીર છે.

source : daily hunt

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.