આ દેશમાં નથી એકેય નદી કે જળાશય, જાણો આ દેશની એવી રોચક માહિતી જે જાણીને તમને પણ લાગશે નવાઇ

સઉદી અરબ જે ચારેબાજુ રેતાળ જમીન ગરમ રણપ્રદેશ વાળો દેશ છે. આ દેશમાં વાહનોમાં વપરાતા ઇંધણના તો કુવાના કુવા છે અને આ દેશની મોટાભાગની ઈકોનોમી પણ તેના પર જ આધારિત છે.

image source

પરંતુ અહીં પાણીની ભારે અછત છે. એટલું જ નહિ પણ આ દેશમાં એક પણ મોટી નદી કે મોટા તળાવ નથી. હવે સવાલ એ થાય કે આવડો મોટો દેશ જે ચારેબાજુએથી રણપ્રદેશમાં ઘેરાયેલો છે ત્યાંના લોકો પીવાનું પાણી ક્યાંથી મેળવતા હશે ? તો આજના આ જાણવા જેવું વિભાગના આર્ટિકલમાં અમે આપને તેના વિષે રોચક માહિતી આપવાના છીએ જે આપના માટે જ્ઞાનસભર બની રહેશે.

તમને જાણીને નવાઈ લાગશે કે સઉદી અરબ દેશની માત્ર એક ટકા જેટલી જમીન જ ખેતી કરવાને લાયક છે જેમાં અમુક પ્રકારના શાક-બકાલા ઉગાડી શકાય છે. વળી, અનાજ અને ઘઉં અહીં નથી ઉગાડી શકાતા કારણ કે તેમાં મોટા પ્રમાણમાં પાણીની જરૂર પડે છે. જો કે એક વખત અહીં ઘઉંની ખેતી કરવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો પરંતુ બાદમાં પાણીની અછતને કારણે તેને બંધ કરી દેવામાં આવી. સઉદી અરબની મોટાભાગની ખાદ્યસામગ્રી બહારના દેશોમાંથી જ આવે છે.

image source

સઉદી અરબમાં ધરતી નીચેનું પાણી સાવ છે જ નહિ એવું પણ નથી. અહીં ધરતી નીચે પાણીના સ્ત્રોત છે પણ તે બહુ ઊંડા છે જે આવનારા સમયમાં ખલાસ થઇ જાય તેવી શક્યતા છે. એક રિપોર્ટ અનુસાર પહેલા અહીં ઘણા બધા પાણીના કુવા હતા અને તેનો ઉપયોગ પણ હજારો વર્ષ સુધી થતો આવ્યો પણ બાદમાં સમય અનુસાર વસ્તી અને ઉપયોગ વધતા ઘણા ખરા કુવાઓમાંથી પાણી ખલાસ થઇ ગયું અથવા તેનું પાણી ઊંડે સુધી ચાલ્યું ગયું.

સૌથી નોંધનીય વાત તો એ છે એક અહીં વરસાદ વર્ષમાં માત્ર એક કે બે દિવસ માટે જ વર્ષે છે અને તે પણ વરસાદી તોફાન સાથે. આવી પરિસ્તિથીમાં વરસાદી પાણીનો સંગ્રહ કરવો મુશ્કેલ છે અને આ વરસાદી પાણીથી પાણીના તળ ઊંચા આવી શકે તે શક્યતા પણ ઓછી છે.

image source

હવે આવીએ મૂળ વાત પર. અસલમાં અહીં સમુદ્રના પાણીને પીવાલાયક બનાવવામાં આવે છે. સામાન્ય રીતે સમુદ્રના પાણીમાં મીઠાનું પ્રમાણ વધુ હોય છે માટે પહેલા સમુદ્રી પાણીને ડિસાઇલેશન પ્રક્રિયા દ્વારા પાણી અને મીઠાને અલગ કરવામાં આવે છે અને ત્યારબાદ પીવાના ઉપયોગમાં લેવામાં આવે છે.

image source

એક રિપોર્ટ અનુસાર સઉદી અરબને પોતાના તેલ (ઇંધણ) ના કુવામાંથી જે કમાણી થાય છે તેનો મોટો ભાગ તે સમુદ્રણનાં પાણીને પીવાલાયક બનાવવામાં ખર્ચ કરે છે. વર્ષ 2009 ના આંકડાઓ અનુસાર તે સમયે એક ક્યુબિક મીટર પાણીમાંથી મીઠું અલગ કરવાનો ખર્ચ 2.75 રિયલ એટલે કે લગભગ 50 રૂપિયા થતો હતો. એ સિવાય ટ્રાન્સપૉર્ટિંગ ખર્ચ પણ 1.12 રીયાલ એટલે કે 20 રૂપિયા આસપાસ થાય છે. હવે તો આ ખર્ચ પણમાં પણ વધારો થઇ ગયો હોય એ સ્પષ્ટ છે. એ સિવાય અહીં પાણીની માંગ પણ વધતી જ રહે છે. વર્ષ 2011 માં અહીંનાં પાણી તથા વીજળી મંત્રીએ જણાવ્યું હતું કે તે સમયે ત્યાં પાણીની ખપત દર વર્ષે 7 ટકા જેટલી વધી રહી હતી.

source : amarujala

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.