સૌરમંડળનો આ ગ્રહ છે ચમત્કારીક, તાપમાન એટલું ઠંડુ કે માણસો બની જાય છે પથ્થર

આપણા સૌરમંડળના જેટલા પણ ગ્રહો છે તેમાં કોઈને કોઈ રહસ્ય છુપાયેલા છે. સૌરમંડળમાં ચાર ગ્રહો એવા છે, જેને ‘ગેસ રાક્ષસો’ કહેવામાં આવે છે. કારણ કે ત્યાં માટી અને પથ્થરોને બદલે મોટે ભાગે વાયુઓ હોય છે અને તેનું કદ ખૂબ વિશાળ છે. વરુણ (નેપ્ચ્યુન) પણ આ ગ્રહોમાંનો એક છે. બાકીના ત્રણ ગુરુ, શનિ અને અરુણ (યુરેનસ) છે. વરુણ ગ્રહ પૃથ્વીથી ખૂબ દૂર છે. આ ગ્રહનું તાપમાન શુન્યથી માઈનસ 200 ડિગ્રી સેલ્સિયસ સુધી છે. આવા નીચા તાપમાને વ્યક્તિ એવો જામી જશે કે તે ફરી પથ્થરની જેમ તૂટી શકે છે.

તેની શોધ ૨૩ સ્પ્ટેમ્બર 1846માં થઈ હતી

image source

નૅપ્ચ્યુન (વરુણ) સૂર્યમંડળનો આઠમો ગ્રહ છે. તે એક્ બાહ્ય ગ્રહ્ છે. અન્ય બાહ્ય ગ્રહોની માફક તે મુખ્યત્વે વાયુનો બનેલ છે. તેની શોધ ૨૩ સ્પ્ટેમ્બર 1846ના દિવસે ઉબ્રેઇન લે વેર્રીઅરે કરી હતી. આનું નામ ગ્રીક દંત કથાના સમુદ્રના દેવ નેપચ્યુનના નામે રાખવામાં આવ્યું છે. સૌર મંડળમાં વ્યાસની દ્રષ્ટીએ આ ચોથો સૌથી મોટો અને દળની દ્રષ્ટીએ ત્રીજો સૌથી મોટો ગ્રહ છે. આ ગ્રહનું દળ પૃથ્વી કરતાં 17 ગણું છે અને તેના જોડીયા એવા યુરેનસ કરતા તે થોડો જ વધુ દળદાર છે.

અસ્તિત્વની ભવિષ્યવાણી

image source

વરુણ એ આપણા સૌરમંડળનો પહેલો એવો ગ્રહ હતો, જેના અસ્તિત્વની ભવિષ્યવાણી તેને જોયા વગર ગણિતના અધ્યયન દ્વારા કરવામાં આવી હતી અને પછી તેના આધારે તેની શોધ કરવામાં આવી હતી. જ્યારે અરુણની ભ્રમણકક્ષામાં કેટલીક વિચિત્ર ખલેલ જોવા મળી. આનો અર્થ ફક્ત એટલો જ થઈ શકે કે કોઈ અજાણ્યો પડોશી ગ્રહ તેના પર ગુરુત્વાકર્ષણ પ્રભાવ લાવી રહ્યો છે.

1846 ના રોજ વરુણ ગ્રહને પહેલીવાર જોવામાં આવ્યો હતો

image source

23 સપ્ટેમ્બર, 1846 ના રોજ વરુણ ગ્રહને પહેલીવાર ટેલિસ્કોપ વડે જોવામાં આવ્યો હતો અને તેનું નામ નેપ્ચ્યુન રાખવામાં આવ્યું હતું. પ્રાચીન રોમન ધર્મમાં નેપ્ચ્યુન સમુદ્રનો દેવ હતો. બરાબર આ સ્થાન પર ભારતમાં વરુણ દેવતાનું સ્થાન રહ્યું છે, તેથી આ ગ્રહને હિન્દીમાં વરુણ કહેવામાં આવે છે. રોમન ધર્મમાં નેપ્ચ્યુન દેવતાના હાથમાં ત્રિશૂળ હતુ, આના કારણે વરુણનું ખગોળીયશાસ્ત્રીય પ્રતીક ♆છે.

મિથેન ગેસના વાદળો ઉડતા હોય છે

image source

વરુણ ગ્રહ પર સ્થિર મિથેન ગેસના વાદળો ઉડતા હોય છે અને અહીં પવનની ગતિ સૂર્યમંડળના અન્ય ગ્રહો કરતા ઘણી વધારે હોય છે. આ ગ્રહ પર મિથેનની સુપરસોનિક પવનને રોકવા માટે કંઈ નથી, તેથી તેમની ગતિ 1,500 માઇલ પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે.

કન્ડેન્સ્ડ કાર્બન હોવાને કારણે હીરાનો વરસાદ થાય છે

વરુણના વાતાવરણમાં કન્ડેન્સ્ડ કાર્બન હોવાને કારણે હીરાનો વરસાદ પણ થાય છે. જો માણસ ક્યારેય આ ગ્રહ પર પહોંચી પણ જાય તો પણ તે આ હીરા એકત્રિત કરી શકશે નહીં, કારણ કે ભારે ઠંડીને લીધે તે ત્યાં જ જામી જશે.

નેપ્ચ્યુનની સંરચના યુરેનસ જેવી જ

image source

નેપ્ચ્યુનની સંરચના યુરેનસ જેવી જ છે, જોએ કે આ બંનેની સંરચના ગુરુ અને શનિ જેવા વાયુમય ગોળાની અપેક્ષાએ જુદી છે. ખગોળ શાસ્ત્રીઓ આ ગ્રહોને (નેપ્ચ્યુન અને યુરેનસ) “વિશાળ હિમ ગોળા” (આઈસ જાયન્ટ્સ)ની શ્રેણીમાં મુકે છે. નેપચ્યુનનું વાતાવરણ મૂળ રીતે ગુરુ અને શનિના હાયડ્રોજન અને હિલિયમ ધરાવતા વાતાવરણ સમાન છે, પરંતુ અહીં તેમની સરખામણી એ પાણી, અમોનિયા અને મિથેનના બરફો વધુ પ્રમાણમાં જોવા મળે છે. નેપચ્યુનના બાહ્ય વાતાવરણમાં રહેલ મિથેનની હાજરીને કારણે તે ભૂરા રંગનો દેખાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.