નાસ્તા સમયે કરાતી આ 7 ભૂલો નોતરે છે મોટી બીમારી, જાણીને રહો એલર્ટ

હેલ્ધી અને ફિટ રહેવા બ્રેકફાસ્ટ જરૂરી છે. સવારે હેલ્ધી નાસ્તો કરવાથી શરીરને આખો દિવસ કામ કરવાની તાકાત મળે છે. ખાસ કરીને લોકો સવારે ઉઠીને બ્રેડ, જામ, તેલથી બનેલી ચીજો અને સવારમાં જ પરાઠાનો નાસ્તો કરે છે. આ હેલ્થ માટે ખતરાની ઘંટી સમાન છે.

image source

સાચી વાત તો એ છે કે કેટલાક લોકો નાસ્તો કરતા જ નથી. જો તમે આ આદત રાખશો તો તમારું શરીર ધીરે ધીરે કમજોર બની જાય છે. એક્સપર્ટ્સ કહે છે કે હેલ્ધી નાસ્તો કરવાથી અનેક ગંભીર રોગથી બચી શકાય છે. અમે આપને આજે બ્રેકફાસ્ટ સંબંધી કેટલીક ભૂલો જણાવી રહ્યા છીએ જે તમારા માટે મોટા રોગનું કારણ બને છે. તો આજથી જાણો આ મોટી ભૂલો અને ચેતીને રહો.

હેલ્ધી નાસ્તો ન કરવો

જે લોકો સવારે નાસ્તો કરતા નથી તે હેલ્થ સાથે દગો કરે છે. નાસ્તો કરવાથી શરીરને દિવસભર કામકાજ માટે શક્તિ મળે છે. તેનાથી મેટાબોલિઝમ સારું રહે છે. આ સિવાય પણ તમારી પાચન શક્તિને મદદ મળે છે. આ સિવાય લો બ્લડ શુગર લેવલને રોકવામાં પણ મદદ મળે છે.

image source

ભરપેટ નાસ્તો ન કરવો

કેટલાક લોકો સામાન્ય નાસ્તો કરે છે જે સારી આદત નથી. તમારે પૂરતા પ્રમાણમાં નાસ્તો કરવો. વધારે નાસ્તો કરવાથી દૂર રહો અને તેનાથી તમારા નાસ્તાથી પણ જરૂરી તત્વો મળે છે કે નહીં તેનું ધ્યાન રાખો.

મોડો નાસ્તો કરવો

એક્સપર્ટ્સ કહે છે કે મોડો નાસ્તો કરવાથી પણ નુકસાન થાય છે. તમે ઉઠો તેના 1 કલાકમાં બ્રેકફાસ્ટ કરી લેવો જોઈએ. રાતે ભારે ખાવાનું ખાઓ છો તો નાસ્તો મોડો કરશો તો બપોરે તમે સારી રીતે ખાઈ શકશો નહીં.

image source

કાર્બ્સ અને પ્રોટીનની ચીજો ન ખાઓ

નાસ્તાનો અર્થ પૂરી કે પરાઠા નથી. નાસ્તામાં હેલ્ધી ચીજો ખાવી જોઈએ. ધ્યાન રાખો કે આ ચીજોમાં કાર્બ્સ અને પ્રોટીન સંતુલિત રીતે મળી રહે. કોમ્પેક્સ કાર્બ્સ શરીરમાં ફેટ વિના એનર્જી વધારે છે અને સ્થિરતાને મેન્ટેન કરે છે તથા બ્લડ શુગરને સ્થિર રાખવામાં પણ મદદ કરે છે.

image source

ઉતાવળમાં નાસ્તો કરવો

ખાસ કરીને તમે જોયું હશે કે જે લોકો જલ્દી નાસ્તો કરે છે તેઓ વધારે ખાઈ લેતા હોય છે. એટલું જ નહીં કેટલાક લોકો તો કાર કે ઓફિસ ટેબલ પર પણ નાસ્તો કરી લેતા હોય છે. તેનાથી તમારી હેલ્થને ફાયદો થતો નથી. તેનાથી મન ડાયવર્ટ થતું રહે છે અને તમે વધારે કેલેરીનું સેવન કરી લો છો.

image source

ફાઈબરનું ધ્યાન ન રાખવું

નાસ્કામાં એવી ચીજોને સામેલ કરો જેમાં ફાયબર હોય. તેનાથી પાચન સારું રહે છે અને પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે. જેમકે તમે દલિયો, આખા અનાજ, ફળ, શાક સામેલ કરી શકો છો. તેનાથી આંતરડા સ્વસ્થ રહે છે અને ડાયાબિટીસનો ખતરો પણ ઘટે છે.

હેલ્ધી ફેટ ન લેવા

image source

નાસ્તામાં એવી ચીજો સામેલ કરો જેમાંથી હેલ્ધી ફેટ મળી રહે. તેલથી બનેલી ચીજોમાં અનહેલ્ધી ફેટ મળે છે. જે રીતે કાર્બોહાઈડ્રેટ અને પ્રોટીન શરીર માટે જરૂરી છે તે રીતે ફેટ પણ જરૂરી છે. આ માટે તમે નાસ્તામાં અખરોટ, બટર, એવોકાડો. કે સાદું દહીં સામેલ કરી શકો છો. તેનાથી તમારું પેટ ભરેલું રહેશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.