સેવ કરી લો આ 1 નંબર, જેનાથી તમે દેશભરમાં બુક કરાવી શકશો ગેસ સિલિન્ડર

ગેસ સિલિન્ડર માટેની સાર્વજનિક ક્ષેત્રની કંપની ઈન્ડેને પોતાના ગ્રાહકો માટે દેશમાં કોઈ પણ ખૂણામાંથી ગેસ સિલિન્ડર બુક કરાવી શકાય તે પ્રક્રિયાને સરળ કરી દીધી છે. દેશની ઓઈલ માર્કેટિંગ કંપનીએ ગેસ સિલિન્ડર માટે એક નવો નંબર જાહેર કર્યો છે. અને આ જ નંબર પર ગ્રાહકોએ ગેસ બુકિંગ કરાવવાનું રહેશે.

image source

તમને જણાવી દઈએ કે હવે જૂનો નંબર હવે કામ કરશે નહીં તો તમે પણ આજે જ એ જુના નંબરને તમારા ફોનમાંથી ડિલિટ કરી નાખો અને આ નવો નંબર જેમ બને તેમ જલ્દી સેવ કરી લો. આ અંગેની જાણ કરવા કંપનીએ પણ ગ્રાહકોને તેમના રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર નવો ગેસ બુકિંગ નંબર મોકલી દીધો છે.

જાણી લો ગેસ બુકિંગ માટેનો નવો નંબર

image source

આખા દેશના ઈન્ડેન ગેસના ગ્રાહકોને એલપીજી સિલિન્ડર બુક કરાવવા માટે હવે 7718955555 પર કોલ કે એસએમએસ કરવાનો રહેશે. ઈન્ડિયન ઓઈલ કંપની તરફથી જાહેર થયેલા આ નવા નંબરનો ઉપયોગ ઈન્ડેનના દેશભરના ગ્રાહકો આઈવીઆર કે એસએમએસની મદદથી બુકિંગ માટે કરી શકશે.

image source

આ વિશે ઈન્ડિયન ઓઈલ કંપની કહ્યુ હતું કે પહેલાં રસોઈ ગેસના બુકિંગ માટે આખા દેશમાં અલગ અલગ જગ્યાઓ માટે અલગ
અલગ નંબર હતા. પણ હવે દેશની સૌથી મોટી પેટ્રોલિયમ કંપનીએ દરેક ગ્રાહકો માટે ગેસ સિલિન્ડર રજીસ્ટર કરાવવા માટે એક નંબર
જાહેર કર્યો છે.

એસએમએસ કે ફોન કરીને ગ્રાહકો હવે બુક કરાવી શકશે ગેસ સિલિન્ડર

image source

તમને જણાવી દઈએ કે તમારે ગેસ સિલિન્ડર બુકિંગ માટે પોતાના રજિસ્ટર્ડ મોબાઈલ નંબરથી કંપની અને તેની તરફથી આપવામાં આવેલા નંબરનો ઉપયોગ કરવાનો રહેશે. ઇન્ડિયન ઓઇલ કંપનીએ કહ્યું કે ઈન્ડેન રિફિલના બુકિંગ માટે દરેક ટેલિકોમ સર્કલને માટે અત્યાર સુધીનો અલગ ફોન નંબર છે તે 31 ઓક્ટોબરથી બંધ કરી દેવામાં આવ્યો છે અને 1 નવેમ્બરથી ગેસ સિલિન્ડર રજીસ્ટર કરવા માટે નવો નંબર જાહેર કરાયો છે. હવે તમે પણ આ નંબરની મદદથી સબ્સિડી મળી કે નહીં તે પણ સરળતાથી ચેક કરી શકો છો.

ઓટીપી ડિલિવરી સિસ્ટમ લાગૂ

image source

ગેસ સિલિન્ડરની થતી ચોરી રોકવા માટે અને યોગ્ય ગ્રાહકની ઓળખ થઈ શકે તે માટે કંપનીઓએ નવા સિલિન્ડર સિસ્ટમમાં OTP સિસ્ટમ લાગૂ કરી છે. આ સિસ્ટમ મુજબ જ્યારે પણ ગેસ સિલિન્ડર માટેનો ડિલિવરી બોય તમારા ઘરે પહોંચશે તો તમારે તેને ઓટીપી આપવાનો રહેશે.

image source

કંપનીઓએ 1 નવેમ્બરથી આ સિસ્ટમ લાગૂ કરી છે અ્ને તે અનિવાર્ય છે. આ સમગ્ર નવી સિસ્ટમને ડિલિવરી ઓથેન્ટિકેશન કોડ નામ
અપાયું છે.તમારે આ કોડ ડિલિવરી બોયને બતાવવાનો રહેશે. જો તમે ઓટીપી આપવામાં નિષફળ રહ્યા તો તમને તેના વિના સિલિન્ડર મળશે નહીં.