નવો નિયમ થઈ ચૂક્યો છે લાગુ તુરંત જ લ્યો લાભ

દેશની સૌથી મોટી બેન્ક એટલે કે સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાએ તેના ખાતા ધારકોને મોટી રાહત આપી છે. એસબીઆઇએ અત્યાર સુધીની સૌથી મોટી જાહેરાત કરતા જણાવ્યું છે કે હવેથી બેંકના વ્યાજદરોની દર છ મહિને સમીક્ષા કરવામાં આવશે અને ત્યારબાદ જરૂરી ફેરફાર થશે.

image source

બેંકના આ નિર્ણયથી સીધી જ અસર એસબીઆઇના હોમ લોન, ઓટો લોન અને પર્સનલ લોન લેનાર ગ્રાહકોને થશે. ખાસ વાત એ છે કે આ નિયમ તાત્કાલિક અસરથી લાગુ કરી દેવામાં આવ્યો છે. સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાએ આપેલી જાણકારી અનુસાર હવે સીમંત લાગત આધારિત વ્યાજદર એટલે કે એમ સી એલ આર ની દર છ મહિને સમીક્ષા થશે.

IMAGE SOURCE

અત્રે ઉલ્લેખનીય છે કે દરેક બેન્ક એમસીએલઆર ની સમીક્ષા વર્ષમાં એકવાર કરતી હોય છે. જેના કારણે વ્યાજદર ઓછું થવાનો ગ્રાહકોને લાભ લેવા માટે આખું વર્ષ રાહ જોવી પડે છે. પરંતુ હવે એસબીઆઇના ખાતેદાર માટે એક વર્ષનો સમય ઘટી ગયો છે. એસબીઆઇ હવે દર છ મહિને એમસીએલઆર ની સમીક્ષા કરશે અને વ્યાજદર ઘટશે તો તેનો લાભ ગ્રાહકોને વર્ષમાં બે વાર મળશે.

image source

જાણકારોનું માનીએ તો મોટાભાગના લોકો હોમ લોન અથવા તો ઓટો લોન રેટમાં લે છે આરબીઆઈ ઘટાડે તો બેંક પણ તેનો લાભ તેના ગ્રાહકોને આપે છે પરંતુ બેંક રેપો રેટ ઓછો હોવા છતાં ગ્રાહકો સુધી વર્ષમાં એક જ વાર તેનો ફાયદો પહોંચે છે કારણ કે બેંક પોતે એમસીએલઆરની સમીક્ષા વર્ષમાં એકવાર જ કરે છે.

image source

જોકે એસબીઆઇ બેન્ક એ કરેલા નવા નિર્ણયની સૌથી મોટી અસર લોન લેનારને થશે. હવેથી બેન્કની લોન લેનારને સીધો ફાયદો થશે. વ્યાજ દર ઘટે તો પણ ગ્રાહકોને તેનો લાભ તુરંત જ મળશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span