એકદિવસ માટે એસડીએમ બની દીકરી અને 12 ફરિયાદોનો નિવેડો લાવ્યો..
પટ્ટાવાળાની દીકરીને એક દિવસ માટે બનાવવામાં આવી એસડીએમ – 12 ફરિયાદોનો નિવેડો લાવ્યો, જમીનને લગતા વિવાદનો પણ નિર્ણય સંભળાવ્યો

હિમાચલ પ્રદેશના કાંગડા વિસ્તારમાં નાયક ફિલ્મ જેવી ઘટના ઘટી છે અહીંની દસમા ધોરણમાં સારા માર્ક્સ સાથે ઉતિર્ણ થયેલી વિદ્યાર્થીનીએ એક દિવસ માટે એસડીએમ બનવાનો મોકો મળ્યો છે. એસડીએમ કાંગડા જતિન લાલે દસમા ધોરણમાં 94 ટકા સાથે ઉતિર્ણ થનારી પોતાની જ ઓફિસના પટ્ટાવળા તોતા રામની દીકરી હિના ઠાકુરને એક દિવસ માટે એસડીએમ બનાવી દીધી હતી. આ દરમિયાન હિનાએ એક દિવસમાં 12 ફરિયાદોનો નિવેડો લાવ્યો હતો અને એક જમીનના વિવાદની પણ સુનાવણી તેણીએ કરી હતી. જો કે તે દરમિયાન એસડીએમ જતિલ લાલ એકધારા તેણી સાથે બેઠા હતા.

જીએવી સીનિયર સેંકડરી શાળા કાંગડામાં શિક્ષણ બોર્ડની 10મા ધોરણના મેરિટ લિસ્ટમાં 34મું સ્થાન મેળવનાર હિના સવારે 11 વાગે એસડીએમ કાંગડાની ચેર પર બેઠી હતી. હિનાએ સાંજે સાડા પાંચ વાગ્યા સુધી એસડીએમ જતિન લાલના માર્ગદર્શન હેઠળ કામગીરી નિભાવી હતી. હિનાએ ઓફિસના કર્મચારીઓની મિટિંગ પણ કરી હતી, આખા દિવસના કામની રૂપરેખા પણ તૈયાર કરી હતી. ઓફિસમાં સમસ્યા લઈને આવનારા લોકોની ફરિયાદો પણ સાંભળી હતી અને તેનો નિવેડો પણ લાવ્યો હતો.

એક જમીન વિવાદનો મામલો લાંબા સમયથી એસડીએમની કોર્ટમાં ચાલી રહ્યો હતો. આ કેસમાં હિનાએ પોતાનો અભિપ્રાય આપ્યો હતો અને એસડીએમ જતિન લાલે હિનાના નિર્ણયને મોડિફાઈ કરીને અંમતિમ નિર્ણય સંભળાવ્યો હતો.

હિનાએ જણાવ્યું કે એસડીએમની ચેર પર બેસીને તેણીને ખૂબ ગર્વનો અનુભવ થયો હતો. આ તેણી માટે કોઈ સ્વપ્ન સમાન હતું. એસડીએમ સરે તેણીને આઈએએસ ઓફિસર બનવાનું સ્વપ્ન દેખાડ્યું છે, હું તેને પૂર્ણ કરીશ. હિનાએ જણાવ્યું કે તેણીઁ આઈએએસ પોતાના માટે નહીં પણ બીજાઓ માટે બનશે. તેણીનું માનવું છે કે અવસર, શબ્દ અને સમય ક્યારેય પાછા નથી આવતા. હિના ઠાકુરના પિતા તોતા રામે જણાવ્યું કે એસડીએમ જતિલ લાલે ખુબ મોટું કામ કર્યું છે.

એસડીએમ જતિલ લાલે જણાવ્યુ કે મને મારી ઓફિસના પ્યુને જણાવ્યું હતું કે તેમની દીકરીને દસમા ધોરણમાં 94 ટકા આવ્યા છે. ત્યારે તેમને આ દિકરીને સમ્માનિત કરવાનો વિચાર આવ્યો. તેમણે તેણીને સમ્માનિત કરવા માટે તેમની ઓફિસે બોલાવી. હિનાએ જણાવ્યું કે તેણી એક આઈએએસ અધિકારી બનવા માગે છે. ત્યાર બાદ મેં વિચાર્યું કે હિનાને એક દિવસ માટે એસડીએમ બનાવું. આવું કરવાનો મારો ઉદ્દેશ બેટી પઢાઓ બેટી બચાઓ અભિયાનને પ્રોત્સાહન આપવાનો છે, જેથી દેશની દરેક દિકરી અપરાજિતા બની શકે. કાંગડાના એસડીએમે આમ કરીને ખરેખર આજના કિશોરોને અભ્યાસમાં મહેનત કરવા માટે એક નવું બળ પુરું પાડ્યું છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.