નાનકડા છોકરાને ખોળામાં લઈને ઉભેલા શાહરુખની જુની તસ્વીર થઈ વાયરલ? ઓળખી બતાવો કોણ છે આ નાનકડો ટેણીયો

નાનકડા આર્યનને ખોળામાં લઈને ઉભેલા શાહરુખની જુની તસ્વીર થઈ વાયરલ

image source
image source

શાહરુખ ખાન અને ગૌરીની જોડીને આખાએ બોલીવૂડમાં આદર્શ માનવામાં આવે છે. તેમણે પોતાનો પ્રેમ પામવા માટે અને લગ્નગ્રંથીથી જોડાવા માટે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. તેમની રીયલ લાઇફ લવ સ્ટોરી કોઈ ફીલ્મની લવ સ્ટોરીથી જરા પણ ઓછી ઉતરે તેવી નથી. પોતાની કેરિયરમાં અત્યંત વ્યસ્ત રહેવા છતાં શાહરુખ પોતાના સંતાનો સાથે ગજબનું બોન્ડિંગ ધરાવે છે. હાલ તેણે ફિલ્મોમાંથી થોડા સમય માટે બ્રેક લીધો છે અને તે આખો સમય તે પોતાના સંતાનો સાથે જ પસાર કરી રહ્યો છે. ખાસ કરીને તેના સૌથી નાના દીકરા અબરામ સાથે.

image source

શાહરુખ એક કેરીંગ પિતાની જેમ જ પોતાના સંતાનોનું ધ્યાન રાખે છે, તાજેતરમાં શાહરુખની એક જુની તસ્વીર સોશિયલ મિડિયા પર વાયરલ થઈ રહી છે. આ તસ્વીરમાં શાહરુખ ખાન સાથે ગૌરી ખાન અને આર્યન પણ છે. આ તે સમયની તસ્વીર છે જ્યારે આર્યન ખુબ જ નાનો હતો. તસ્વીર જોતાં તો લાગી રહ્યું છે કે આર્યન તે સમયે વધારેમાં વધારે એક-ડોઢ મહિનાનો હશે. શાહરુખે તેને ખોળામાં લીધો છે. અને હાલ શાહરુખની આ તસ્વીર લોકોને ખૂબ પસંદ આવી રહી છે.

image source

શાહરુખ અને ગૌરી કેમેરા તરફ જોઈને સ્મિત કરી રહ્યા છે. તો બેબી કેરિયરમાં બેસાડેલો આર્યન પિતાના ખોળામાં છે. તમને જણાવી દઈએ કે હાલ આર્યન પોતાના અભ્યાસમાં વ્યસ્ત છે. શાહરુખના આ દીકરાને અન્ય બોલીવૂડ સ્ટાર કીડ્સની જેમ જાહેરમાં વધારે દેખાવું પસંદ નથી. તમને એ પણ જણાવી દેઈએ કે શાહરુખની જેમ આર્યનને એક્ટર નથી બનવું પણ ડીરેક્ટર બનવું છે અને હાલ તે તેના માટે જ વિદેશમાં અભ્યાસ કરી રહ્યો છે. આ વાત શાહરુખે જ એક ઇન્ટર્વ્યૂમાં જણાવી હતી.

હાલ શાહરુખ ખાન ઘરે જ સમય પસાર કરી રહ્યા છે.થોડા સમય પહેલાં તેમનો એક વિડિયો સોશિયલ મિડિયા પર જોવા મળી રહ્યો હતો જેમાં તેમની સાથે અબરામ પણ હતો. આ વિડિયો શાહરુખે I for India કોન્સર્ટ માટે તૈયાર કર્યો હતો. તેણે કોરોનાના આ કટોકટીના સમયે એક ગીત દ્વારા લોકોનો જુસ્સો વધારવાનો પ્રયાસ કર્યો હતો. ઘણા સમય બાદ શાહરુખને જોઈ તેના ફેન્સ પણ ખૂબ ખુશ થયા હતા.

 

View this post on Instagram

 

A post shared by Shah Rukh Khan (@iamsrk) on

છેલ્લા ઘણા સમયથી શાહરુખ ખાન મોટા પરદા પર જોવા નથી મળ્યા. તેમની છેલ્લી ફિલ્મ 20018માં આવેલી ઝીરો હતી. જેમાં તેમણે અનુશ્કા શર્મા અને કેટરીના કૈફ સાથે એક ઢીંગણા માણસનું પાત્ર ભજવ્યું હતું. જો કે આ ફિલ્મને બોક્ષ ઓફિસ પર નરી નિષ્ફળતા મળી હતી જેનાથી તેઓ થોડા નિરાશ પણ થયા હતા. જો કે તેમના પ્રોડક્શન હાઉસનું કામ તો ચાલુ જ છે. તાજેતરમાં તેમના પ્રોડક્શન હાઉસે એક વેબસિરિઝ પ્રોડ્યુસ કરી છે. જેનું નામ છે બેતાલ. આ એક હોરર થ્રીલર છે જેમાં ઝોમ્બીઝને પણ બતાવામાં આવ્યા છે. આ સિરિઝનું ટ્રેલર શાહરુખે પોતાના સોશિયલ મિડિયા અકાઉન્ટ પર શેર કર્યું. હતું અને ટ્રેલરે ઘણા લોકોને આકર્ષિત કર્યા છે.

Source: Amarujala

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.