શું તમે જાણો છો શાહિદ કપૂરના સાવકા પિતા 52 વર્ષની ઉંમરે ફરીથી બન્યા હતા ડેડી?

અભિનેતા શાહિદ કપૂરના સોતેલા ભાઈ ઇશાન ખટ્ટર કે જેમણે બોલીવુડમાં ફિલ્મ ‘ધડક’થી ડેબ્યુ કર્યું હતું. અભિનેતા ઇશાન ખટ્ટરના પિતા રાજેશ ખટ્ટરના ઘરે એક નવા મહેમાનનું આગમન થઈ ગયું છે. ઇશાન ખટ્ટરના પિતા રાજેશ ખટ્ટર અને તેમની ત્રીજી પત્ની વંદના સજનાનીએ આઈવીએફની મદદથી માતા પિતા બની ગયા છે. રાજેશ ખટ્ટરએ ઇશાન ખટ્ટરની માતા નીલિમા અજીમને છૂટાછેડા આપી દીધાના ૧૧ વર્ષ પહેલા જ વંદના સજનાની સાથે મેરેજ કરી લીધા હતા અને હવે આ જોડી પ્રથમ વખત આઈવીએફની મદદથી માતા પિતા બન્યા છે. વંદનાએ એક દીકરાને જન્મ આપ્યો છે. ત્યારે ઇશાન ખટ્ટર હવે મોટાભાઈ બની ગયા ત્યારે બોલીવુડના કેટલાક કલાકારો પણ ઇશાન ખટ્ટરને મોટાભાઈ બનવાની ખુશીમાં ફોન કરીને અભિનંદન પાઠવી રહ્યા છે.

image source

આપને જણાવીએ કે, રાજેશ ખટ્ટર ૫૨ વર્ષની ઉમરમાં ફરીથી પિતા બન્યા છે. રાજેશ ખટ્ટર અને વંદના સજનાનીને માતા પિતા બનવા માટે ઘણી તકલીફોનો સામનો કરવો પડ્યો હતો. રાજેશ ખટ્ટર અને વંદના સજનાની માતા પિતા બનવા માટે દસ વખત પ્રયાસ કર્યા હતા અને તેઓ દસમી વારના પ્રયાસમાં સફળ થયા છે.

image source

એક રીપોર્ટમાં જણાવ્યા મુજબ રાજેશ અને વંદનાએ પોતાના દીકરાનું નામ ‘વનરાજ કૃષ્ણ’ રાખવામાં આવ્યું છે. તેમજ રાજેશ અને વંદના આ વિષે વાત કરતા કહે છે કે, તેઓએ ઘણા વર્ષ સુધી બાળક માટે પ્રયાસ કર્યા પણ તેઓ સફળ રહ્યા નહી. ત્યાર પછી બન્નેએ નક્કી કર્યું કે, આઈવીએફની મદદ લેવાનું નક્કી કર્યું. ત્યાર બાદ વંદના ગર્ભવતી થાય છે અને તેને ખબર પડે છે તેના ગર્ભમાં જોડિયા બાળકો છે. પણ બદનસીબે ગર્ભમાં જ એક બાળકનું મૃત્યુ થઈ જવાથી અને બીજા બાળકને બચાવવા માટે તાત્કાલિક ઓપરેશન કરીને ડીલીવરી કરાવવામાં આવે છે. આમ, ડોક્ટર રાજેશ અને વંદનાના એક બાળકને બચાવવામાં સફળ રહે છે.

Rajesh Khattar, Vandana Sajnani Share Son Vanraj's First Pics on ...
image source

કૃષ્ણ જન્માષ્ટમીના દિવસે રાજેશ અને વંદના પોતાના નવજાત શિશુને ઘરે લઈને આવે છે. ત્રણ મહિના પહેલા જ વંદનાએ ‘વનરાજ કૃષ્ણ’ને પોતાના ગર્ભમાં જન્મ આપ્યો હતો. ત્યાર પછી તેને હોસ્પીટલમાં રાખવામાં આવ્યો હતો. રાજેશ ખટ્ટર આ વિષે વાત કરતા જણાવે છે કે, ‘આ વખતે પિતા બનવું ઘણું મુશ્કેલ હતું પણ અમે બન્ને આ નવા અનુભવથી માતા પિતા બનીને ખુશ છીએ,’

image source

રાજેશ અને વંદનાના બાળક ‘વનરાજ કૃષ્ણ’નો જન્મ સમય પહેલા થયો હોવાનો કારણે વનરાજ કૃષ્ણ ઘણા નબળા અને બીમાર રહેતા હતા. વનરાજને સ્વસ્થ કરવા માટે તેને હોસ્પીટલમાં રાખવામાં આવ્યા હતા. રાજેશ વધુ જણાવતા કહે છે કે, ૧૧ વર્ષ પછી અમારા પરિવારમાં આવેલ ખુશીના સમાચારના લીધે મારો પરિવાર ઘણો ખુશ છે. આપને જણાવીએ કે, રાજેશ ખટ્ટરએ શાહિદ કપૂરની માતા વંદના સાથે મેરેજ કર્યા હોવાના કારણે રાજેશ ખટ્ટર શાહિદ કપૂરના સાવકા પિતા છે. જયારે ઇશાન ખટ્ટરના વાસ્તવિક પિતા છે.

શાહિદ કપૂરની પિતા પંકજ કપૂર અને માતા નીલિમા છે. જયારે શાહિદ કપૂરની માતા નીલિમાએ બીજા મેરેજ રાજેશ ખટ્ટર સાથે થયા હતા. પણ નીલિમા અને રાજેશ ખટ્ટરના ૧૮ વર્ષ પહેલા જ એકબીજાથી અલગ થઈ જાય છે. ત્યાર પછી ૧૧ વર્ષ પહેલા જ રાજેશ ખટ્ટર અને વંદના સજનાની બન્ને મેરેજ કરી લે છે.