શહનાઝ ગિલને ઇન્સ્ટા પર પોસ્ટ મુકવા માટે મળે છે અઢળક રૂપિયા…
ઇન્સ્ટાગ્રામ પરની પોસ્ટ માટે શહનાઝ ગિલ કેટલો ચાર્જ લે છે? આ જાણીને તમારા હોશ ઉડી જશે
બિગ બોસ 13 ફેમ શહનાઝ ગિલ સોશિ,યલ મીડિયા પોસ્ટ્સના/ કારણે ચર્ચામાં રહે. છે. આ પહેલા તે હિમાંશી ખુરાના સાથેના તેના વિરોધાભાસ અંગે હેડલાઇન્સ બનાવી ચૂકી છે. તે તેના ચાહકો માટે કંઈક ને કઈંક શેર કરતી રહે છે. તેણે ઇન્સ્ટાગ્રામ અને ટિકટોક પર જોરદાર ફેન ફોલોઈંગ બનાવી લીધી છે. ઇન્સ્ટાગ્રામ પર તેના 49 મિલિયન ફોલોઅર્સ છે. પરંતુ શું તમે જાણો છો કે ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ મૂકવા માટે શહનાઝ ગિલ કેટલો ચાર્જ લે છે? આ જાણીને તમારા હોશ ઉડી જશે.

ટીવીનો સૌથી વિવાદિત રિયાલિટી શો એટલે કે બિગ બોસે ઘણા લોકોને માન્યતા અપાવી છે. તેમજ, આ શોની છેલ્લી સિઝનમાં એટલે કે બિગ બોસ -13 માં, ઘણા એવા ચહેરાઓ છે કે જેના ચાહકો દિવાના થઈ ગયા છે. આ શોમાં ઘણાં લોકોની સાથે પંજાબની કેટરીના કૈફ એટલે કે શહનાઝ કૌર ગિલનું નસીબ પણ ચમક્યું. સોશિયલ મીડિયા પર પણ તેના લાખો ચાહકો છે.

આજે તે ઇન્સ્ટાની સૌથી વધુ કમાણી કરનારી અભિનેત્રીમાં ગણાય છે. તાજેતરમાં જ, એવું બહાર આવ્યું છે કે શહનાઝ તેની એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટ માટે નોંધપાત્ર રકમ લે છે. શહેનાઝ એક ફોટો શેર કરે છે, તે થોડીવારમાં જ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડી બની જાય છે. તે ઇન્સ્ટાગ્રામ પર અત્યંત સક્રિય છે અને ઘણા બધા ફોટા અને વીડિયો શેર કરતી રહે છે.
View this post on Instagram
એક સ્પોટબોયના અહેવાલ મુજબ, શહનાઝ ગિલ એક પોસ્ટ માટે 5 લાખ રૂપિયા લે છે, પરંતુ આ દિવસોમાં તેની એક પોસ્ટ માટેની ફી 8 લાખ રૂપિયા છે. તેમજ મોટી બ્રાન્ડ્સની પોસ્ટ માટે 10 લાખ સુધીની ફી લેવામાં આવે છે. આવી સ્થિતિમાં, એવું માનવામાં આવે છે કે તેની ફી અન્ય ટીવી કલાકારો કરતા ઘણી વધારે છે.
View this post on Instagram
ઈન્સ્ટાગ્રામ દ્વારા કમાણીની દ્રષ્ટિએ બિગ બોસ 13 ના રનર અપ રહી ચૂકેલા આસિમ રિયાઝ કરતા પણ શહેનાઝ ગિલ ઘણી આગળ છે.

આ સિવાય શહનાઝ ગિલ બિગ બોસ 13 ના પૂર્વ સ્પર્ધક સિદ્ધાર્થ શુક્લા સાથે રિલેશનશીપને લઈને ચર્ચામાં છે. જોકે, સિદ્ધાર્થ હંમેશાં શહેનાઝને તેનો બેસ્ટ ફ્રેન્ડ ગણાવે છે. શહેનાઝ ઘણીવાર સિદ્ધાર્થ શુક્લા સાથે તેના ફોટા શેર કરતી રહે છે. શહનાજના ચાહકોને પણ તે ખૂબ ગમે છે. આટલું જ નહીં સિદ્ધાર્થ પણ શહનાઝ સાથે તેની તસવીરો શેર કરતો રહે છે. તાજેતરમાં જ સિદ્ધાર્થે પોતાનો ફોટો શેર કર્યો હતો, જેના પર શહનાઝ પોતાને કમેન્ટ્સ કરતા રોકી શકી ન હતી. સિધ્ધાર્થે જે ફોટો શેર કર્યા છે તેમાં તેના વાળ વિખરેલા હતા.
View this post on Instagram
આ ફોટા પર કમેન્ટ્સ કરતા શહનાઝે લખ્યું કે, આજે હું મારી જાતને કમેન્ટ્સ કરતા રોકી શકી નથી. કોઈ આટલું સુંદર કેવી રીતે દેખાઈ શકે? બિગ બોસમાં મારી પ્રશંસા કરતો હતો, આજે હું કહું છું, કિલર આંખો, વિખરાયેલા વાળ અને તારા ગુલાબી હોઠ શું રફ લૂક છે યાર. ખૂબ હોટ. ”
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.