NCBએ આખો કાળો ચિઠ્ઠો ખોલ્યો, પુરાવા સાથે કહ્યુ-આટલાં અભિનેતા લે છે ડ્રગ્સ, શાહરૂખ-રણબીર-અર્જુન… લિસ્ટ છે લાંબુ

સુશાંત સિંહ રાજપૂત કેસમાં જ્યારથી ડ્રગ્સ કેસ સામે આવ્યો છે ત્યારથી મોટા મોટા લોકોની જાહેરમાં આબરુ જવાનું શરુ જ છે. ઘણી મોટી અભિનેત્રીઓનું નામ પણ સામે આવ્યું છે અને હાલમાં અભિનેતાઓ પર પણ આંગળી ચિંધવામાં આી હતી. પરંતુ હવે આ મામલે મોટો ઘટસ્ફોટ થયો છે અને અભિનેતાઓના નામ પાક્કે પાયે સામે આવી ચૂક્યા છે. NCBની પૂછપરછમાં ડ્રગ્સ પેડલર્સે બોલિવૂડના ચાર મોટા મોટા અભિનેતાઓના નામ જાહેર કર્યા છે અને ચકચાર મચી જવા પામી હતી. આ અભિનેતાઓમાં શાહરુખ ખાન, રણબીર કપૂર, અર્જુન રામપાલ અને ડિનો મોરિયાનો સમાવેશ થાય છે.

નામ ન છાપવાની શરતે અધિકારીએ કર્યો મોટો ખુલાસો

image source

એમાં પણ આ કેસમાં સૌથી મોટા સમાચાર એ છે કે અર્જુન રામપાલ શાહરુખને ડ્રગ્સ સપ્લાઇ કરતો રહ્યો છે. અત્યાર સુધી ફક્ત અભિનેત્રીઓનાં જ નામ આવતાં હતાં. આ પ્રથમ વખત છે કે મોટા અભિનેતાઓનાં નામ પણ સામે આવી રહ્યાં છે. NCBના એક અધિકારીએ પોતાનું નામ નહીં છાપવાની શરતે બોલિવૂડનાં મોટાં નામોનો આ ઘટસ્ફોટ કર્યો છે. તેમની સાથે વાતચીતની સંપૂર્ણ રેકોર્ડિંગ પણ ભાસ્કર પાસે છે. બે દિવસથી મીડિયામાં નામ આવતાં ન હતાં, એને બદલે ફક્ત ‘A’, ‘D’, ‘R’ અને ‘S’ કોડ નેમથી જ માહિતી આપવામાં આવતી હતી જ્યારે હવે સ્પષ્ટ થઈ ગયું છે કે A એટલે અર્જુન રામપાલ, D એટલે ડિનો મોરિયા, R એટલે રણબીર કપૂર અને S એટલે શાહરુખ ખાન.

કોણ કોણ કરતું હતું ડ્રગ્સની સપ્લાઈ

image source

NCBના અધિકારીઓએ માહિતી આપતાં કહ્યું હતું કે ડ્રગ પેડલરના સોર્સના જણાવ્યા પ્રમાણે, અર્જુન રામપાલ શાહરુખ ખાનને ડ્રગ સપ્લાઇ કરતો રહ્યો છે. જોકે ડિનો મોરિયા કોને સપ્લાઇ કરતો હતો? આ અંગે અધિકારીએ કહ્યું હતું કે હવે પછીની માહિતી મેળવવાની બાકી છે. પૂછપરછ ચાલી રહી છે. ત્યારે ભાસ્કરે જે પણ વાત કરી એ અમે તમને અહીં જણાવવા જઈ રહ્યા છીએ કે શું પ્રશ્ન કર્યો અને સામે શું જવાબ મળ્યા છે.

આ રહી ભાસ્કરે કરેલા પ્રશ્નો અને સામેથી મળેલા જવાબો

image source

પ્રશ્નઃ NCBને આ નામો વિશે કોણે જણાવ્યું?
અધિકારી : ડ્રગ પેડલરનો એક સોર્સ છે. તેણે જણાવ્યું હતું કે અર્જુન રામપાલ શાહરુખના ઘરે ડ્રગ લઈને જાય છે. ઈન્ફોર્મેશન તો ક્રેડિબલ છે, પણ હાલ તે વ્યક્તિ પાસેથી સીઝર (જપ્તી) થવાની રાહ જોઈશું. એ અનફોલ્ડ હશે, ટેક્નિકલ એવિડન્સ સાથે અમે આ શંકાસ્પદ એક્ટર્સ સામે પગલાં ભરીશું.

પ્રશ્નઃ પેડલરનો સોર્સ કોણ છે, તેનું શું નામ છે?

અધિકારીઃ એ રહેવા દઈએ, પછી ક્યારેક માટે, તે પેડલરનો સોર્સ તો બહારની વ્યક્તિ છે. બે ઈન્ટેલિજન્સનું ઈનપુટ છે, સોર્સ કોઈ સેકન્ડ ક્લાસ આદમી નથી કે બસ એવી જ રીતે આવી ગયો હતો અને NCBને માહિતી આપતો હોય. તે એક આંતરરાષ્ટ્રીય એજન્સીનું ઈનપુટ છે.

પ્રશ્નઃ અને આ પેડલર કોણ છે કે જેને તેના સોર્સે કહ્યું છે? ડેવિડ અથવા અનુજ કેસવાની વગેરે..

image source

અધિકારીઃ અત્યારે તો આ તમામ ટેક્નિકલ રીતે અનરિલેટેડ છે. પેડલર ડેવિડ અનરિલેટેડ છે. તે સંપૂર્ણપણે ઈન્ટેલિજન્સ ઈનપુટવાળો ક્રેડિબલ શખસ છે. જે પેડલરના કોન્ટેક્ટની વ્યક્તિ છે. અર્જુન રામપાલ સાથે રહ્યો છે. અમારી પાસે કેટલાક વિશ્વસનીય પુરાવા છે કે અર્જુનનું શાહરુખ સાથે કનેક્શન છે અને ડિનો મોરિયાનું પણ અન્ય કોઈની સાથે કનેક્શન છે

પ્રશ્નઃ ડિનો મોરિયા કેવી રીતે સપ્લાઇ કરતો હતો?

અધિકારીઃ થશે.</p.

પ્રશ્નઃ બંદે (વ્યક્તિ)ને ઉઠાવવા એટલે?

અધિકારીઃ જુઓ આગળ શું થાય છે, અત્યારે અમે લોકો કામ કરી રહ્યા છીએ..

પ્રશ્નઃ બાકી દીપિકા, સારા, શ્રદ્ધા કેસમાં શું અપડેટ છે? શું તેમને ફરી વખત સમન્સ જશે?

અધિકારીઃ અત્યારે તો નહીં. અન્ય કંઈ થવાના સંજોગોમાં જઈ શકે છે, પણ અત્યારે તો નહીં.

પ્રશ્નઃ આજે ફરી રિયા-શોવિક કેસમાં હાઇકોર્ટનો આદેશ આવ્યો…

અધિકારીઃ સાંજે સાડા છ સુધી તો નથી આવ્યો.

image source

પ્રશ્નઃ અત્યારે તો બે નામ છે, પણ શાહરુખ સાથે શું કરશો, તેનું તો બહુ મોટું નામ છે….</p.
અધિકારીઃ ઈન્ટરનેશનલ ઈન્ટેલિજન્સ પાસેથી ઈનપુટ મળી રહ્યા છે, તેમને લઈને હવે આગળ કેવી રીતે અને શું કરવું એની પર NCB તૈયારી કરી રહી છે

image source

ઉલ્લેખનીયશ છે કે હાલમાં શાહરુખ ખાન હાલ દુબઈમાં છે અને IPLની મજા માણી રહ્યો છે. જ્યારે અર્જુન રામપાલ મુંબઈમાં પોતાની ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે. રણબીરની વાત કરીએ તો છેલ્લા દિવસોમાં તે પરિવાર સાથે બર્થ ડે મનાવતો જોવા મળ્યો હતો. ડિનો મોરિયા પણ હાલ મુંબઈમાં છે. હવે આ ચારેય અભિનેતાઓની મજા બગડી જશે એવું લાગી રહ્યું છે, કારણ કે આ પહેલાં દીપિકા, સારા, શ્રધ્ધા અને રકુલ પ્રિતની પણ પૂછપરછ કરવામાં આવી હતી અને ત્યારે પણ બોલિવૂડમાં હાહાકાર મચી ગયો છે. ત્યારે ફરી એકવાર હવે બોલિવૂડના એ લિસ્ટના અભિનેતાઓનાં નામ સામે આવતાં ફફડાટ મચી જવા પામ્યો હતો. બસ હવે જોવાનું એ રહ્યું કે કોના પર કાર્યવાહી થાય છે અને હજુ પણ બોલિવૂડમાંથી કેટલા લોકો હાથે ચડે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span