એશ્વર્યા આજ સુધી નારાજ છે શાહરુખ ખાનથી, જાણો એવી તો શું ભૂલ કરી હતી શાહરુખ ખાને…

ઐશ્વર્યા રાય

કોરોના વાયરસનો કહેર હજી સુધી ઓછો થયો નથી. આખી દુનિયામાં કેટલાક લોકો કોરોના વાયરસથી સંક્રમિત છે. હજારો લોકો કોરોના વાયરસના લીધે મોતના મોમાં જઈ રહ્યા છે. ભારતમાં કોરોના વાયરસની મહામારીની અસર જોવા મળી રહી છે. ભારતમાં પણ રોજ કોરોના વાયરસ સંક્રમિત દર્દીઓની સંખ્યા વધતી જઈ રહી છે. જો કે, કોરોના વાયરસ સંક્રમણથી ઘણા બધા લોકો સાજા પણ થઈ ગયા છે. દેશમાં લોકડાઉનમાં છૂટછાટ આપવામાં આવી છે.

image source

જો કે, સામાન્ય જનતાની જેમ જ સેલેબ્સ પણ પોતાના ઘરેથી ઓછા જ બહાર નીકળી રહ્યા છે. આવામાં સેલેબ્સ સાથે જોડાયેલ કિસ્સાઓ, ફોટોસ અને વિડિયોઝ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થઈ રહ્યા છે. ત્યારે શાહરૂખ ખાન અને ઐશ્વર્યા રાય બચ્ચનને લઈને એક કિસ્સો સામે આવ્યો છે. આમ તો આજની વાત કરીએ તો બંને પોતાના ઘરમાં પરિવારની સાથે સમય વિતાવી રહ્યા છે.

image source

શાહરૂખ ખાન અને ઐશ્વર્યા રાય બચ્ચનની જોડી મોટા પરદા પર ખુબ જ પસંદ કરવામાં આવી છે. ઐશ્વર્યા રાય બચ્ચન અને શાહરૂખ ખાનએ કેટલીક હીટ ફિલ્મોમાં સાથે કર્યું છે પરંતુ શાહરૂખ ખાનએ એક એવી ભૂલ કરી દીધી હતી જેના કારણે ઐશ્વર્યા રાય બચ્ચનએ શાહરૂખ ખાનને હજી સુધી માફ નથી કરી શકી.

image source

ફિલ્મ ‘હમ દિલ દે ચુકે સનમ’ની સફળતા પછી ઐશ્વર્યા રાયની ફિલ્મો સતત સુપરહિટ થતી જઈ રહી હતી તો ત્યાં જ કેટલીક ફિલ્મો ફ્લોપ પણ થઈ રહી હતી. ફિલ્મ ‘દેવદાસ’માં ઐશ્વર્યા રાય બચ્ચનને લાગવા લાગ્યું હતું કે, શાહરુખ ખાનની સાથે તેમની જોડીને લોકો દ્વારા પસંદ કરવામાં આવી રહી છે. આ સમય દરમિયાન શાહરૂખ ખાનએ જુહી ચાવલા સાથે મળીને પોતાની કંપની બનાવી લીધી અને ફિલ્મ ‘ચલતે ચલતે’ બનાવવાનો નિર્ણય કર્યો.
ફિલ્મ ‘ચલતે ચલતે’માં શાહરૂખ ખાનની સાથે મુખ્ય અભિનેત્રી તરીકે ઐશ્વર્યા રાય બચ્ચનને સાઈન કરવામાં આવી. ફિલ્મ ‘ચલતે ચલતે’ની શુટિંગ શરુ થઈ ગઈ હતી. ફિલ્મ ‘ચલતે ચલતે’ના ઘણા બધા ભાગોનું પણ શુટિંગ થઈ ગયું હતું.

image source

એક દિવસ શુટિંગની વચ્ચે સલમાન ખાન પોતાની ગાડી લઈને સેટ પર ઘુસી આવ્યા. શાહરૂખ ખાન અને સલમાન ખાનની વચ્ચે બોલાચાલી થઈ ગઈ હતી. ત્યારે ઐશ્વર્યા રાય બચ્ચન સેટથી નીકળીને સલમાન ખાનની સાથે ચાલી ગઈ. શાહરૂખ ખાન બુમો પાડતા રહ્યા પણ ઐશ્વર્યા રાયએ કોઈની વાત સાંભળી નહી.

image source

શાહરૂખ ખાન ગુસ્સામાં લાલ થઈ ગયા અને શાહરૂખ ખાનએ એક નિર્ણય લઈ લીધો, જેની પર શાહરૂખ ખાન આજે પણ પસ્તાવો કરી રહ્યા છે. તે સમયે શાહરૂખ ખાન એટલા ગુસ્સામાં હતા કે, તેમણે કાજોલને ફોન કરીને ફિલ્મમાં કામ કરવા માટે કહ્યું. જો કે, કાજોલએ ના કરી દીધી હતી.

image source

ત્યાર બાદ શાહરૂખ ખાન પોતે રાની મુખર્જીની પાસે જાય છે. શાહરૂખ ખાન પાસે ઐશ્વર્યા રાયને ફિલ્મ માંથી કાઢી મુકવાનો નિર્ણય લીધા પછી હવે બીજો કોઈ વિકલ્પ પણ હતો નહી. ફિલ્મ સાથે જોડાયેલ લોકો જણાવે છે કે, રાની મુખર્જી પણ આ ફિલ્મ કરવા ઈચ્છતી હતી નહી, પરંતુ શાહરૂખ ખાન માટે આ ફિલ્મ તેમણે કરી.

image source

ફિલ્મ ‘ચલતે ચલતે’ના સેટ પર થયેલ ઘટનાને લઈને શાહરૂખ ખાનએ પછી પણ કેટલીક વાર સાર્વજનિક રીતે પોતાની ભૂલનો સ્વીકાર કર્યો હતો અને એ પણ કહ્યું હતું કે મને લાગે છે કે, મેં ખોટું કર્યું હતું. પરંતુ નિર્માતા તરીકે ત્યારે મને આ જ યોગ્ય લાગ્યું. શાહરૂખ ખાનએ ઐશ્વર્યા રાય પાસે આ વાતને લઈને માફી પણ માંગી. પણ ઐશ્વર્યા રાય બચ્ચનએ હજી સુધી આ વાત માટે માફ નથી કર્યા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.