લોકડાઉનમાં છૂટ મળવાની સાથે જ શક્તિ કપૂર નીકળ્યો ડ્રમ લઈને દારુ લેવા, જુઓ વીડિયો

ભારત દેશ છેલ્લા કેટલાક મહિનાથી કોરોના સામે જંગ લડી રહ્યો છે. આ મહામારી પર અંકુશ લગાવવાનું કામ મુશ્કેલ લાગી રહ્યું છે પરંતુ આ વચ્ચે જ સરકારે લોકડાઉન બાદ હવે અનલોક 1 શરુ કર્યું છે જેમાં લોકોને થોડી છૂટછાટ આપવામાં આવી છે. અનલોક 1માં છૂટછાટ મળતાંની સાથે જ બોલિવૂડ હસ્તીઓને તક મળી ગઈ છે હરવા ફરવા અને સેરસપાટા કરવાની. આ છૂટની ખરી મજા તો બોલિવૂડની દુનિયાના ક્રાઈમ માસ્ટર ગોગો લઈ રહ્યા છે.

image source

જી હાં તમે બરાબર સમજ્યા વાત થઈ રહી છે શક્તિ કપૂરની. 2 મહિનાથી વધુ લોકડાઉન રહ્યા બાદ ઘરમાંથી બહાર નીકળવાની તક મળી એટલે શક્તિ કપૂર સૌથી પહેલા ક્યાં જવા નીકળ્યા ખબર છે ? તેણે સીધું જ દારુની દુકાન તરફ જવાનું કામ કર્યું.

image source

ખરેખર બન્યું એવું કે શક્તિ કપૂરે પોતાના ઈંસ્ટાગ્રામ હૈંડલ પર એક ફની વીડિયો પોસ્ટ કર્યો છે જેને જોઈને તમે પણ જોર જોરથી હસી પડશો. આ વીડિયોમાં શક્તિ કપૂર માથા પર મોટું લાલ ડ્રમ રાખી અને ઘરમાંથી બહાર જતા જોવા મળે છે. તેવામાં જે વીડિયો ઉતારી રહ્યો છે તે વ્યક્તિએ શક્તિને પુછ્યું કે અરે ભાઈ ક્યાં જઈ રહ્યા છો કહો તો ખરા.. ત્યારે શક્તિ કપૂરે જવાબ આપ્યો કે તે દારુ લેવા જઈ રહ્યો છે. ત્યારે તે વ્યક્તિએ હસતા હસતા કહ્યું કે તો જાઓ આખી સોસાયટી માટે લઈને આવજો.

image source

ફિલ્મોમાં શક્તિ કપૂર તેના મજેદાર પાત્રો માટે જાણીતા શક્તિ કપૂરનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. શક્તિ કપૂરે તેની કારર્કિદીમાં શરુઆતમાં વીલનના રોલ ભજવી નામ કમાયું અને ત્યારબાદ જ્યારે તેમણે કોમેડી કરી તો લોકોના પેટમાં દુખાવો કરી દે તેવા પાત્ર ભજવ્યા

 

View this post on Instagram

 

A post shared by Shakti Kapoor (@shaktikapoor) on


જો કે તાજેતરમાં શક્તિ કપૂરનું ઈમોશનલ રુપ પણ જોવા મળ્યું હતું. તે થોડા સમય પહેલા પ્રવાસી શ્રમિકોની સ્થિતિ જોઈ ભાવુક થઈ ગયો હતો અને તેણે એક ગીત પણ ગાયું હતું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.