જૂની ફેશનની સાડી પ્રસંગમાં પહેરતા શરમ આવે છે? અહી જણાવી છે એવી રીતે કરશો એ સાડીનો ઉપયોગ તો લાગશો બધાથી યુનિક…

ભારતીય લોકોના ઘરમાં સાડી ના જોવા મળે તેવુ ક્યારે પણ ના બને. જો કે સાડીનુ ચલણ હવે ધીરે-ધીરે દરેક ઘરમાં ઓછુ થઇ રહ્યુ છે. આજના આ સમયમાં સાડીની જગ્યા ડ્રેસ, વેસ્ટર્ન તેમજ વન પીસ જેવા આઉટફિટે લઇ લીધી છે. જો કે આજકાલ દરેકના ઘરમાં સાડીનો યુઝ ઓછો થવાને કારણે તે તિજોરીમાં એમને એમ જ પડી રહેતી હોય છે અને પછી તેની ફેશન જૂની થઇ જતી હોય છે. આમ, જૂની થઇ ગયેલી સાડીઓ આજકાલ કોઇને પહેરવી ગમતી નથી અને છેલ્લે તેને ફેંકી દેવાનો વારો આવતો હોય છે. માટે જો તમે પણ તમારા ઘરમાં પડેલી સાડીને ફેંકી દેવાનુ વિચારતા હોવ તો હવે તેને ફેંકતા નહિં અને તેનો ઉપયોગ આ રીતે કરો….

image source

– જૂની સાડીમાંથી તમે ટ્રેન્ડી અનારકલી ડ્રેસ અથવા કુર્તી બનાવીને તેને પ્લાઝોની સાથે પહેરી શકો છો.

– જો તમારી પાસે જૂની જોર્જટ અથવા શિફોનની સાડી છે તો તમે તેમાંથી શરારા કે પછી કોઇ દુપટ્ટો પણ બનાવી શકો છો.

– ઘરમાં જો સિલ્કની સાડી પડી હોય તો તેમાંથી તમે એક મસ્ત સિલ્કનો દુપટ્ટો તૈયાર કરીને પ્લેન સોલિડ કલરના કુર્તા તેમજ પેન્ટ સાથે મેચ કરીને પહેરી શકો છો.

– બનારસી સાડીમાંથી તમે ફુલ લંબાઇની બોર્ડર કટ કરી લો અને પછી તેને શિફોન અથવા જોર્જટની સાડી પર લગાવો. આમ, કરતા પણ જો તમારી પાસે કટિંગ વધ્યુ હોય તો તમે કુશન કવર, દુપટ્ટા તેમજ ક્લોથ બેગ પણ તેમાંથી તૈયાર કરી શકો છો.

Hindi news Lookline news Latest news Breaking news All news
image source

– જૂની પડેલી સાડીમાં જો બોર્ડર હોય તો તમે તેમાંથી ઘર માટે પડદા પણ બનાવી શકો છો.

– જૂની પડેલી સાડીમાંથી બોર્ડર કાઢીને તમે નવી સાડી પર લગાવીને તેને એક ડિફરન્ટ લુક પણ આપી શકો છો.

– તમારી પાસે જો કોટનની જૂની સાડી પડી હોય તો તમે તેમાંથી છોકરીઓ માટે પેટીકોટ તેમજ સ્લિવલેસ ટોપ પણ બનાવી શકો છો. જે ઉનાળાની ગરમીથી ખૂબ જ રાહત આપશે.

image source

– તમે બે અલગ-અલગ જૂની સાડીઓને અડધી-અડધી એકદમ પરફેક્ટ રીતે કટ કરીને એક કોન્ટ્રાસ્ટ કલરનો દુપટ્ટો સિવડાવી શકો છો. આ દુપટ્ટાને તમે કોઇ પણ ડ્રેસ કે કુર્તી સાથે મિક્સ એન્ડ મેચ કરી શકો છો.

– જો તમારી સાડી ડૂઅલ કલર્ડ છે તો તેમાંથી ડ્રેસ પણ બનાવી શકો છો. તેને તમે કેઝુઅલી પણ પહેરી શકો છો. તેની બોર્ડરને સ્લીવ્સ પર લગાવો, જો તમે ઈચ્છો છો તો નેકલાઇન પર પણ બોર્ડર લગાવી શકો છો.

image source

– હેવી સાડીમાંથી તમે એથનિક ગાઉન પણ બનાવી શકો છો. તેમાં પ્લેનવાળા ભાગને ઉપરની તરફ અને હેવી ભાગને સ્કર્ટ લાઇનમાં રાખો. તેને તમે ફંક્શન્સમાં પણ કેરી કરી શકો છો.

– બનારસી સિલ્કની સાડીઓ લોકો ઓછી પહેરે છે. આવી સાડીઓની બોર્ડરને એક નવી પ્લેન સાડી પર મૂકી મશીન એબ્રોઇડરી અથવા રનિંગ ટાંકાના હેન્ડ-વર્કથી લગાવી દેવામાં આવે છે અને એના પર એ બોર્ડર અને બુટ્ટા ઉપરથી લગાવ્યાં હોય એવું ન લાગે એ માટે બીજું વર્ક કરી દેવામાં આવે છે. આ રીતે એક આખી નવીનક્કોર સાડી બને છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.