આજે છેે શરદપૂનમ, ભૂલ્યા વગર રાત્રે કરો આ ઉપાય, ઘરમાંથી આપોઆપ દૂર થઇ જશે પૈસાની તકલીફ અને થશે ધનનો ઢગલો

તા. ૩૦ ઓક્ટોબર, ૨૦૨૦: શરદ પૂનમની રાતે કરો આ ઉપાય, આપ માલામાલ થઈ જશો.

શરદ પૂનમની રાતના સમયે કેટલાક ઉપાય કરીને આપ પણ માલામાલ થઈ શકો છો. શરદ પૂનમની રાતનું પોતાનું જ અલગ મહત્વ છે. શરદ પુનમના દિવસે કેટલાક લોકો પૂર્ણ વિધિ- વિધાનની સાથે માતા લક્ષ્મીની પૂજા કરીને તેમની કૃપા પ્રાપ્ત કરી શકે છે.

image source

અહિયાં અમે આપને કેટલાક એવા ઉપાયો વિષે જણાવીશું જેને કરવાથી આપની પાસે ધન, સંપત્તિ, સ્વાસ્થ્ય અને આરોગ્યની કોઈ ખામી થશે નહી. માતા લક્ષ્મીનો વાસ એવા ઘરમાં માનવામાં આવે છે જે ઘરના લોકો સાફ- સફાઈ અને સ્વચ્છતા જાળવીને રહે છે. દિવાળીના તહેવાર પર લોકો એના કારણથી જ પોતાના ઘરને રંગ- રોગાન કરાવે છે અને સાફ- સફાઈ કરે છે. શરદ પુનમના દિવસથી જ આપે પોતાના ઘરની સાફ- સફાઈ કરવાનું શરુ કરી દેવું જોઈએ.

image source

આમ કરવાનું ખુબ જ શુભ માનવામાં આવે છે અને આપના ઘર માંથી પણ બધા પ્રકારના ગ્રહદોષ દુર થાય છે. દિવાળી પહેલા શરદ પુનમના દિવસે માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે વિશેષ આયોજનના રૂપમાં જોવામાં આવે છે.

શરદ પૂનમની સવારે સ્નાન કરીને તુલસીના છોડ પાસે દીવો પેટાવો અને આ સાથે જ સિંદુર પણ ચઢાવવું જોઈએ. એના સિવાય તુલસીને સફેદ રંગની મીઠાઈનો ભોગ પણ લગાવવો જોઈએ. આમ કરનાર વ્યક્તિઓ પર માતા લક્ષ્મીની વિશેષ કૃપાદ્રષ્ટિ પ્રાપ્ત થાય છે.

image source

એવું કહેવાય છે કે, જે તુલસીને પ્રસન્ન કરવાથી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી જાતે જ પ્રસન્ન થઈ જાય છે. માતા લક્ષ્મીનો આ દિવસ જન્મદિન માનવામાં આવે છે. એવામાં લક્ષ્મી માતાને ભેટ સ્વરૂપ તેમની પ્રિય વસ્તુઓ અર્પિત કરવી જોઈએ. એમાં સિંઘોડા, મખાના, દહીં, પાન અને પતાસા મુખ્ય માનવામાં આવે છે. શરદ પુનમના દિવસે સાંજની પૂજામાં આપે માતા લક્ષ્મીને આ બધી વસ્તુઓનો ભોગ લગાવવો જોઈએ અને ત્યાર બાદ તેને પ્રસાદ સ્વરૂપે વહેંચી દેવો જોઈએ.

આપ અને આપના પરિવારની ઉપર માતા લક્ષ્મીની કૃપા થાય છે. માતા લક્ષ્મીના જન્મદિનના રૂપમાં શરદ પૂર્ણિમાનો આ તહેવાર મનાવવામાં આવે છે અને શરદ પૂનમની રાતે સુવાનું હોતું નથી. શરદ પૂનમની રાતે કરીને માતા લક્ષ્મીનું ધ્યાન કરવું જોઈએ.

image source

શરદ પૂનમની રાતને કોજાગરા પણ કહેવામાં આવે છે. રાતના સમયે દેવી લક્ષ્મીનું ધ્યાન કરવાની સાથે જ વિષ્ણુ સહસ્ત્રનામના પાઠ પણ કરવા જોઈએ. એવું માનવામાં આવે છે કે, શરદ પુનમની ચાંદની રાતમાં અમૃત વર્ષ થાય છે. આ રાતે ચોખાની ખીર બનાવીને જીર્ણ કપડાથી ઢાંકીને તેને ખુલ્લા આકાશની નીચે રાખી દેવી જોઈએ. દૂધ, ચોખ અને ખાંડ ત્રણેવ જ માતા લક્ષ્મીને પ્રિય છે. ત્યાર બાદ બીજા દિવસે સવારે સ્નાન કરી લીધા પછી ખીરનો માતા લક્ષ્મીના પ્રસાદના રૂપમાં પરિવારના બધા સભ્યોને વહેચી દેવો જોઈએ. એવું માનવામાં આવે છે કે, ખીર ખાવાથી સ્વાસ્થ્ય રૂપી સંપત્તિ અને આરોગ્ય રૂપે વરદાન પ્રાપ્ત થાય છે આ સાથે જ આપના ઘર માંથી આર્થિક સંકટ પણ દુર થાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.