5 શુભયોગમાં ઊજવાશે શરદ પૂનમ, હવે 2033માં બનશે આ સંયોગ, સાથે છે પ્રોપર્ટી ખરીદવા માટે વિશેષ શુભ મુહૂર્ત

૭ વર્ષ પછી બનવા જઈ રહ્યો છે શુભ સંયોગ: ૫ શુભયોગમાં ઉજવણી કરવામાં આવશે શરદ પૂનમની; અંદાજીત ૭ વર્ષ પછી શુક્રવારનો દિવસ અને શરદ પુનમ હોવાનો યોગ બની રહ્યો છે, જયારે હવે અંદાજીત વર્ષ ૨૦૩૩માં આવો સંયોગ બની શકે છે.

-લક્ષ્મી દેવીની પૂજા માટે વિશેષ દિવસ, પ્રોપર્ટી ખરીદવા માટે ખાસ શુભ મુહુર્ત.

image source

તા. ૩૦ ઓક્ટોબર, ૨૦૨૦ના રોજ શરદ ઋતુમાં આવતા આસો માસની પુનમના દિવસે શરદ પૂર્ણિમાનો ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે. એવી માન્યતા છે કે, જયારે સમુદ્ર મંથન કરવામાં આવ્યું તે દિવસ શરદ પૂર્ણિમાનો દિવસ હતો અને તે જ દિવસે સમુદ્ર માંથી દેવી લક્ષ્મીનું પ્રાકટ્ય થયું હતું એટલા માટે શરદ પુનમના દિવસને લક્ષ્મી દેવીના પ્રાકટ્ય દિવસ તરીકે મનાવવામાં આવે છે. શરદ પુનમના દિવસે દેવી લક્ષ્મીની ખાસ પૂજા કરવામાં આવે છે.

image source

આ વર્ષે શરદ પુનમનો યોગ શુક્રવારના રોજ બની રહ્યો છે. કાશીના જ્યોતિષાચાર્ય પં. ગણેશ મિશ્રાના જણાવ્યા મુજબ આવો સંયોગ અંદાજીત ૭ વર્ષ પછી બની રહ્યો છે. આની પહેલા આવો સંયોગ તા. ૧૮ ઓક્ટોબર, ૨૦૧૩ના રોજ શુક્રવારના દિવસે બન્યો હતો. જયારે આવો જ સંયોગ ફરીથી ૧૩ વર્ષ પછી એટલે કે તા. ૭ ઓક્ટોબર, ૨૦૩૩ શુક્રવારના દિવસે આવવાનો છે. શુક્રવારના દિવસે પૂનમની તિથિ હોવાના લીધે તે દિવસે કરવામાં આવતા કાર્યનું શુભ ફળ ઘણું વધી જાય છે. એટલું જ નહી, આ વર્ષે શરદ પુનમનો ચંદ્રોદય સર્વાર્થસિદ્ધિ યોગ અને લક્ષ્મી યોગ બની રહ્યો છે તેના લીધે શરદ પુનમના દિવસે લક્ષ્મીપૂજનનું વિશેષ મહત્વ રહે છે.

તા. ૩૦ ઓક્ટોબર ૨૦૨૦ શરદ પુનમ, તા. ૩૧ ઓક્ટોબર, ૨૦૨૦ના દિવસે વ્રત અને સ્નાન- દાન:

image source

જ્યોતિષાચાર્ય પં. ગણેશ મિશ્રના જણાવ્યા મુજબ આખા દેશના મહત્વપૂર્ણ પંચાગો મુજબ, આસો માસની પુનમની તિથિ તા. ૩૦ ઓક્ટોબર, ૨૦૨૦ સાંજના રોજ સાંજના અંદાજીત ૫:૪૫ વાગ્યાથી શરુ થશે અને આખી રાત દરમિયાન પૂનમની તિથિ રહેશે, એનો અર્થ શુક્રવારના રાતથી શરદ પૂનમના પર્વની શરુઆત થશે. પુનમ તિથિ બીજા દિવસે એટલે કે તા. ૩૧ ઓક્ટોબર, ૨૦૨૦ના રોજ સમગ્ર દિવસ દરમિયાન રહેશે. અને રાતના અંદાજીત ૮ વાગે પૂનમની તિથિ સમાપ્ત થશે. ત્યાર પછી શનિવારના દિવસે આપ પુનમના વ્રત, પૂજા, તિથ સ્નાન અને દાન કરવું જોઈએ.

૫ શુભયોગ દરમિયાન ચંદ્ર ઉદય થશે.:

image source

વર્ષ ૨૦૨૦ની શરદ પુનમના દિવસે ચન્દ્રનો ઉદય ૫ શુભયોગમાં થવાનો છે, જેના પ્રભાવથી વ્યક્તિને સારું સ્વાસ્થ્ય અને ધનલાભ પ્રાપ્ત થઈ શકે છે. પં. ગણેશ મિશ્રના જણાવ્યા મુજબ, પુનમની તિથિના રોજ તિથિ, વાર અને નક્ષત્ર સાથે મળીને સર્વાર્થસિદ્ધિ યોગ બની રહ્યો છે. સર્વાર્થસિદ્ધ યોગ દરમિયાન કરવામાં આવેલ તમામ કાર્યો સિદ્ધ થાય છે અને ભક્તોની મનોકામના પૂરી થાય છે, આ સાથે જ લક્ષ્મી, શંખ, મહાભાગ્ય અને શશ નામના અન્ય ચાર રાજયોગ બની રહ્યા હોવાથી આ વર્ષની શરદ પુનમની તિથિ વિશેષ રહેવાની છે. શરદ પુનમના દિવસે ગુરુ ગ્રહ અને શનિ ગ્રહ પોત- પોતાની રાશિમાં જ રહેવાના છે જે શુભ સંયોગ છે.

ખરીદી કરવા માટે શુભ મુહુર્ત:

image source

તા. ૩૦ ઓક્ટોબર, ૨૦૨૦ શુક્રવારના રોજ મિલકતની ખરીદી કરવા માટે ખાસ શુભ મુહુર્તનું નિર્માણ થઈ રહ્યું છે. શરદ પુનમના દિવસે સર્વાર્થસિદ્ધ યોગ હોવાના લીધે ઇલેક્ટ્રોનીક્સ વસ્તુઓ, ઘરેણા, ફર્નિચર, વાહન અને સુખ- સુવિધા આપતી અન્ય વસ્તુઓની પણ ખરીદી કરી શકો છો. શરદ પુનમના દિવસે રવિયોગ અને અમૃતસિદ્ધિ યોગ બપોરના ૩ વાગ્યા સુધી રહેવાનો છે. ૩ વાગ્યા પહેલા ખરીદી કરી લેવી વધારે શુભ રહેશે. શરદ પુનમના દિવસે સર્વાર્થસિદ્ધિ યોગ આખા દિવસ અને રાત સુધી રહેવાનો છે.

શરદ પુનમ: શ્રીકૃષ્ણનો મહારાસ અને દેવી લક્ષ્મીજીનું પ્રાકટ્ય:

-મહારાસ:

image source

શરદ પુનમના દિવસે ભગવાન શ્રીકૃષ્ણ મહારાસ કરે છે. મહારાસ એક યૌગિક ક્રિયા છે. મહારાસમાં ભગવાન શ્રીકૃષ્ણની શક્તિના અંશ સ્વરૂપ ગોપીકાઓનું સ્વરૂપ ધારણ કરીને એક સ્થાને એકઠા થઈ જાય છે. ચંદ્રના પ્રકાશ મારફતે પ્રકૃતિમાં ઉર્જા પ્રસારવાની ક્રિયા થાય છે. જેનો ઉલ્લેખ દેવી ભાગવતમાં મહારાસ વિષે જણાવવામાં આવ્યું છે.

-લક્ષ્મી પ્રાકટ્ય દિન:

image source

એવું કહેવામાં આવે છે કે, જયારે દેવો અને દાનવો દ્વારા સમુદ્ર મંથન કરવામાં આવ્યું ત્યારે આસો માસની પુનમના દિવસે સમુદ્ર મંથન કરવા સમયે દેવી લક્ષ્મી પ્રગટ થાય છે. શરદ પુનમના દિવસે દેવી લક્ષ્મીના પ્રકટ થવાથી આ દિવસને દેવી લક્ષ્મીના પ્રાકટ્ય ઉત્સવ તરીકે પણ ઉજવવામાં આવે છે. એટલા માટે જ શરદ પુનમના દિવસે દેવી લક્ષ્મીની વિશેષ પૂજા અર્ચના કરવામાં આવે છે અને કૌમુદ્રી વ્રત પણ કરવામાં આવે છે.

-ઔષધીય મહત્વ:

image source

આમ તો પ્રત્યેક માસની પૂનમની રાત્રીએ ચંદ્રમાં પોતાની પૂર્ણ કળાએ ખીલે છે અને અમૃત વર્ષા કરે છે. પરંતુ શરદ પુનમની રાતે ઉદય થતા ચંદ્રમાંનું વિશેષ મહત્વ હોય છે. શરદ પૂનમની રાતે ઔષધિઓમાં ચંદ્રના પ્રકાશમાંથી જલ્દીથી પોતાનામાં અમૃત ગ્રહણ કરવા લાગે છે. એટલા માટે શરદ પૂનમની રાતે ચંદ્રના પ્રકાશમાં દૂધ માંથી બનેલ ખીરને ચાંદીના પાત્રમાં રાખીને ચંદ્રમાંના પ્રકાશમાં રાખવાથી તેમાં ચંદ્રમાંના પ્રકાશ માંથી મળતા અમૃતને ગ્રહણ કરીને ખીરના ઔષધીય ગુણ પ્રવેશ કરી લે છે. એવી માન્યતા છે કે, ચંદ્રમાંના પ્રકાશમાં રાખેલ ખીરનું સેવન કરવાથી વ્યક્તિની રોગપ્રતિરોધક ક્ષમતા વધારે છે અને ઘણા બધા પ્રકારની બીમારીઓમાં રાહત આપે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.