ભગવાન ભોળાનાથને પ્રિય હોય છે આ ત્રણ રાશિઓ, શ્રાવણ મહિનામાં કરો આ ઉપાય તમે પણ

ઉત્તર ભારતમાં શ્રાવણનો પવિત્ર મહિનો શરૂ થઈ ગયો છે જ્યારે ગુજરાતમાં શ્રાવણ મહિનાની શરૂઆત 21મી જુલાઈથી થઈ રહી છે. શ્રાવણ મહિનો ભગવાન શિવને ખૂબ જ પ્રિય હોય છે. એવું માનવામાં આવે છે કે શ્રાવણના મહિનામાં ભોળાનાથ ભક્તો પર જલદી જ પ્રસન્ન થઈ જાય છે. શાસ્ત્રોમાં વર્ણન કરવામાં આવેલી એક કથા પ્રમાણે શ્રાવણ મહિનામાં માતા પાર્વતિ દ્વારા કરવામા આવેલી કઠોર તપસ્યાથી પ્રસન્ન થઈ ભગવાન શિવે માતા પાર્વતિ સાથેના લગ્નના પ્રસ્તાવને સ્વિકાર્યો હતો. શિવની શરણમાં જે પણ ભક્ત આવે છે તેમની રક્ષા સ્વયં ભોળાનાથ કરતા હોય છે. એટલે સુધી કે મૃત્યુના દ્વાર પર પહોંચી ગયેલો સાધક પણ ભોળા ભંડારીનું રક્ષણ પામે છે.

Image Source

શ્રાવણ મહિનામાં ભગવાન શિવ દરેકની મનોકામના પૂરી કરે છે. તો જ્યોતિષ શાસ્ત્રમાં પણ ભઘવાન શિવના મહિમાનું વર્ણન કરવામાં આવ્યું છે. જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે એવું માનવામાં આવે છે કે ભઘવાન શિવ બધી જ 12 રાશિમાંથી ત્રણ રાશી પર પોતાની વિશિષ્ટ કૃપા વરસાવે છે. તો ચાલો જાણીએ ભગવાન શિવની કઈ ત્રણ રાશિઓ માનીતી છે.

મેષ

બધી 12 રાશીમાં મેષ રાશિ સૌથી પહેલી રાશિ હોય છે. મેષ રાશિનો સ્વામી ગ્રહ મંગળ છે. ભગવાન ભોળાનાથને મેષ રાશિ ખૂબ પ્રિય છે. તેમની શુભ દ્રષ્ટિ હંમેશા તેમના પર રહે છે. મેષ રાશિના જાતકો પર હંમેશા શિવજીની કૃપા રહેવાથી આ રાશિના જાતકોના જીવનમાં સુખ અને સમૃદ્ધિ કાયમ રહે છે. આ રાશિના જાતકોએ શિવજીને પ્રસન્ન કરવા માટે સોમવારના દિવસે શિવલિંગ પર જળાભિષેક જરૂર કરવો જોઈએ.

Image Source

રાશિના જાતકો પર ભગવાન શિવની કૃપા હોવાથી નોકરી અને વેપારમાં હંમેશા ચડતી રહે છે. મેષ રાશિવાળા જાતકો કોઈ પણ કામમાં થોડી જ મહેનત કરી દે તો તેમનું કામ જરૂર સફળ થાય છે. કારણ કે તેમના પર શિવજીની ખાસ કૃપા રહેલી હોય છે. તેવામાં ભગવાન શિવ ઓર વધારે પ્રસન્ન કરવા માટે શ્રાવણ મહિનામાં આ રાશિના જાતકોએ શિવલિંગ પર જળ પણ ચડાવું જોઈએ અને ઓમ નમઃ શિવાયનો જાપ પણ ચોક્કસ કરવો જોઈએ.

મકર

મકર રાશિના સ્વામી શનિ દેવ છે. મકર રાશિ પણ શિવજીની પ્રિય રાશિઓમાંની એક છે આ રાશિ પર શનિ અને શિવ બન્નેની કૃપા હોય છે. જ્યારે પણ આ રાશિના જાતકો પર કોઈ પણ પ્રકારની વિપદા આવે છે તે સમયે ભગવાન શિવ આવનારી મુશ્કેલીઓને ઓછી કરી દે છે. શ્રાવણ મહિનામાં આ રાશિના જાતકોએ શિવની આરાધના ખાસ કરવી જોઈએ.

Image Source

આ રાશિના જાતકો માટે શિવ પૂજા ખૂબ જ લાભપ્રદ અને શુભફળ આપનારી માનવામાં આવે છે. મકર રાશિના જાતકોને શિવલિંગ પર જળાભિષેક કરવા ઉપરાંત બિલ્લિપત્ર પણ અર્પિત કરવા જોઈએ. તો પૂજા કરતી વખતે મહામૃત્યુંજયનો જાપ પણ કરવો જોઈએ. મકરરાશિના જાતકોને શિવજી ખૂબ
ભાગ્યશાળી બનાવે છે.

કુંભ

Image Source

જે રીતે મકર રાશિના સ્વામી શનિ દેવ છે તેવી જ રીતે કુંભ રાશિના સ્વામી પણ શનિ દેવ છે. શનિ દેવને બે-બે રાશીઓના સ્વામી માનવામાં આવે છે. શનિની આ રાશિ પર પણ શિવજીની કૃપા હંમેશા રહે છે. શ્રાવણ મહિનામાં પણ કુંભ રાશિના જાતકોએ શિવ આરાધના કરવી જોઈએ. આ રાશિના જાતકો માટે શ્રાવણ મહિનામાં ઓમ નમઃ શિવાયના જાપ બધા જ પ્રકારની મુશ્કેલીઓ દૂર કરવા માટે શુભ રહે છે. શ્રાવણના મહિનામાં આ રાશિના જાતકો માટે દાન કરવું સારું રહે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.