15 વર્ષથી મહિલાઓ અને સ્વયંસેવકો કરે છે આ સેવાકીય પ્રવૃત્તિ

જ્યારે લોકડાઉનનો નો તબક્કો શરૂ થયો ત્યારે ઠેર ઠેર અનેક સમાજસેવી સંસ્થાઓ એ એવી વ્યવસ્થાઓ શરૂ કરી કે જેનાથી કોઈ ભૂખ્યું ઊંઘે નહીં. તે સમયે અનેક અન્નક્ષેત્રો જરૂરિયાતમંદ લોકો માટે શરૂ કરવામાં આવ્યા હતા. પરંતુ આજે તમને એક એવી સંસ્થા વિશે જણાવીએ કે જે કોઈ પણ જાતના સ્વાર્થ વિના છેલ્લા 15 વર્ષથી કાર્યરત છે અને ખાસ વાત એ છે કે આ સંસ્થા લોકો માટે નહીં પરંતુ પશુઓ માટે ભોજન બનાવવાનું કામ કરે છે.

મહેસાણા ઉંઝામાં આવેલું આ અન્નક્ષેત્ર છેલ્લા 15 વર્ષથી ચાલે છે. અહીં બનતુ ભોજન અબોલ પશુઓને આપવામાં આવે છે. બીજા શબ્દોમાં કહીએ તો આ અન્નક્ષેત્રમાં પશુઓ માટે જ અહીં બનાવવામાં આવે છે. કદાચ પહેલું એવું અન્નક્ષેત્ર હશે જ્યાં લોકો માટે નહીં પરંતુ અબોલ જીવો માટે ભોજન તૈયાર થાય છે તે પણ નિસ્વાર્થ ભાવથી અને સેવા કરવાના હેતુથી.

આ અન્નક્ષેત્રને સ્થાનિક લોકો રોટલા ઘર તરીકે પણ હવે ઓળખવા લાગ્યા છે. અન્નક્ષેત્ર જહુમાતા પરિવાર સેવા ટ્રસ્ટ દ્વારા ચલાવવામાં આવે છે. છેલ્લા 15 વર્ષથી આ ટ્રસ્ટ અવિરતપણે આ સેવા કરી રહ્યું છે.

image source

જાણીને નવાઈ લાગશે પરંતુ આ અન્નક્ષેત્રમાં રોજ ત્રણ હજારથી વધુ રોટલા તૈયાર થાય છે. તેનાથી પણ મોટી નવાઈની વાત એ છે કે આ અન્નક્ષેત્રમાં ચાલતાં સેવાકીય કામ સાથે 600 જેટલી મહિલાઓ સ્વૈચ્છિક રીતે જોડાયેલી છે જ્યારે 200થી વધુ લોકો રોટલા નું વિતરણ કરવા માટે ટ્રસ્ટ સાથે જોડાયેલા છે.

આ અન્નક્ષેત્રમાં જે ત્રણ હજારથી વધુ રોટલા તૈયાર છે તે ઊંઝા અને આસપાસના અબોલ પશુઓના મુખ સુધી પહોંચાડવાનું કાર્ય સ્વયંસેવકો કરે છે. જોકે આ સેવા બદલ કોઈ પાસેથી અત્યાર સુધીમાં દાન માગવામાં આવ્યું નથી. આ ટ્રસ્ટ તેમના સેવાકીય કામ માટે દાનની આશા પણ રાખતા નથી.

છેલ્લા 15 વર્ષથી અન્નક્ષેત્ર ચલાવતા ટ્રસ્ટની નોંધ લિમ્કા બુક ઓફ રેકોર્ડ એ પણ લીધી હતી. જેના કારણે આ ટાપુનું નામ લીમ્કા બુક ઓફ રેકોર્ડમાં નોંધાયું છે. આ અન્નક્ષેત્રની શરૂઆત અહીંના એક નિવૃત તલાટીએ કરી હતી.

હાલ તેઓ આ દુનિયામાં નથી પરંતુ તેમણે શરૂ કરેલી સેવાકિય પ્રવૃતિને આજે પણ અવિરત ચાલુ રાખવામાં આવી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span