અક્ષય કુમારની FAU-G એપ બાદ શિલ્પા શેટ્ટીએ લોન્ચ કરી આ એપ, ટીકટોકને આપશે જોરદાર ટક્કર

ગલવાન ઘાટીમાં ચીન સાથે થયેલી અથડામણ બાદ કેન્દ્ર સરકારે ચાઈનિઝ એપ પર પ્રતિબંધ લગાવવાનો નિર્ણય કર્યો હતો. જે અંતર્ગત 100 થી વધુ એપ્સ પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો હતો.

image source

જેમાં ટિકટોક, પબજી, બિગો જેવી અનેક એપ્સનો સમાવેશ થયો હતો. થોડા દિવસો પહેલા અક્ષય કુમારે પબજીના ચાહકો માટે ફૌજી નામની એપ લોન્ચ કરી હતી. ત્યારે હવે શિલ્પા શેટ્ટી અને રાજ કુંદ્રા ટિકટોકના સ્થાને નવી એપ લોન્ચ કરવાના છે. જેથી ભારતના યુઝર્સો આ એપને આનંદથી માણી શકશે. નોંધનિય છે ટીકટોક ભારતની સૌથી વધુ ડાઉનલોડ થતી એપમાની એક હતી.

ટિકટોકના સ્થાને નવી એપ લોન્ચ કરવાની જાહેરાત

image source

ટીકટોકના સ્થાને હવે ભારતીય એપ લોન્ચ કરવામાં આવશે. આ અંગે રાજ કુંદ્રાએ કહ્યું હતું કે, JL Stream એ ભારતીય એપ છે જેના વિવિધ ફિચર્સ છે. સરહદ પર ચીન સાથે તણાવ વધી જતા ભારતમાં ચાઇનીઝ એપ્સ બંધ કરી દેવામાં આવી હતી. મિનિસ્ટ્રી ઓફ ઇલોકટ્રોનિકસ એન્ડ ઇન્ફર્મેશન ટેકલનોલીજીના અનુસાર ભારતમાંથી આ ચાઇનીઝ એપ્સ ડેટા શેર કરતું હતું જે ભારત માટે બહુ મોટું જોખમ હતું. ચાઇનીઝ એપ બંધ કર્યા બાદ ભારતની વિવિધ એપ લોન્ચ કરવામાં આવી રહી છે. પબજીના ઓપ્શન તરીકે ફૌજી આવી રહી છે. તો ટિકટોકના સ્થાને JL Stream નવી એપ લોન્ચ કરવાની જાહેરાત શિલ્પા શેટ્ટી અને રાજ કુંદ્રાએ કરી છે. જેથી ભારતના યુઝર્સ આ એપને આનંદથી માણી શકશે.

FAU-G ગેમનુ ટીઝર દશેરાના દિવસે રિલીઝ કરવામાં આવ્યું

image source

FAU-G ગેમનુ ટીઝર દશેરાના દિવસે રિલીઝ કરવામાં આવ્યું હતું. ભારતમાં પબજી પર પ્રતિબંધ મુકવામાં આવતા તરત અક્ષય કુમારે આ કેમને લઈને જાહેરાત કરી હતી. જેને લઈને ઓનલાઈન ગેમના શોખિન ખુબ જ એક્સાઈટેડ છે. આ ટીઝર એક મીનિટનું છે. જેમાં ભારતીય સૈનિક જોવા મળી રહ્યા છે. ગેમમાં ગલવાન ઘાટીની પણ ઝલક બતાવવામાં આવી છે. તો સાથે સાથે મિલિટરી કેરેક્ટર્સ અને તિરંગાની સાથે ભારત-ચીન બોર્ડર પરના ટેન્શનને બતાવવામાં આવ્યું છે. આ ગેમને બેંગલુરુ બેસ્ટ એનકોર ગેમિંગ ફર્મ દ્વારા ડેવલપ કરવામાં આવી છે.

ચીન સાથે થયેલા ઘર્ષણનો ઉલ્લેખ

image source

આ ગેમમાં ગલવાન ઘાટી ઉપર ચીન સાથે થયેલા ઘર્ષણનો ઉલ્લેખ છે જે સીન ટિઝરમાં પણ બતાવવામાં આવ્યા છે. આ ગેમના ફાઉન્ડર અને nCore Gamesના ચીફ વિશાલ ગોન્ડલે કહ્યું હતું કે આ ગેમમાં શરૂઆતના થોડા સમય સુધી બેટલ રોયાલ મોડ નહીં હોય. હવે જોવાનું એ છે કે શું આ ગેમ પબજી જેવું ગેમિંગ એન્વાયરમેન્ટ પૂરું પાડશે કે પછી તે એક લેવલ બેસ્ડ ફર્સ્ટ શૂટર ગેમ હશે જેમાં વિવિધ મિશન પાર કરવાના હશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.