સલ્લુના શર્ટલેસ ટ્રેન્ડ પાછળની આ રસપ્રદ કહાની વાંચીને તમે પણ પડી જશો વિચારમાં…

સલમાન ખાનને બોલીવૂડમાં બધા સલમાન ભાઈ કહીને બોલાવે છે. બોલીવૂડમાં સલમાન ખાને જ ફીટ બોડીનો ટ્રેન્ડ શરૂ કર્યો હતો. જે આજે પણ તેણે કાયમ રાખ્યો છે. સલમાન ખાનનું બોડી આજે પણ વખાણવા યોગ્ય છે. સલમાન પોતાની ફિલ્મમાં એકવાર શર્ટ ન કાઢે તો તેને સલમાનની ફીલ્મ ન કહેવાય.

Image Source

જો કે આ શોખ સલમાનને પહેલેથી નથી લાગ્યો પણ અકસ્માતે સલમાને આ ટ્રેન્ડ શરૂ કર્યો હતો. અને એકવાર શર્ટલેસ થયા બાદ સલમાનને તેના બોડી માટે ખૂબ એપ્રિશિયેટ કરવામાં આવ્યો હતો અને તેના ફેન્સ તેના શર્ટલેસ લૂકના કાયલ બની ગયા હતા. ત્યાર બાદ સાથી હીરોએ પણ સલમાનની જેમ શર્ટલેસ થવાનું શરૂ કર્યું.

Image Source

સલમાન ખાન જો પોતાની ફિલ્મમાં શર્ટ ન ઉતારે તો લોકોને મજા નથી આવતી. તેનું શર્ટલેસ બોડી જોઈને સિનેમાઘરોમાં સીટીઓ ગુંજી ઉઠે છે. સલમાને શર્ટ ઉતારવાનો જે ટ્રેન્ડ શરૂ કર્યો તેને ઘણા બધા એક્ટર્સ ફોલો કરે છે, જો કે તમને જણાવી દઈએ કે સલમાનને પ્રથમવાર જ્યારે ફિલ્મમાં શર્ટ ઉતાર્યું ત્યારે તેણે તે શોખથી નહોતું કર્યું પણ મજબૂરીથી કર્યું હતું.

Image Source

ફિલ્મ પ્યાર કિયા તો ડરના ક્યાથી શર્ટલેસ સલમાનની શરૂઆત થઈ હતી

સલમાન ખાનનો શર્ટલેસ ટ્રેન્ડ શરૂ કેવી રીતે થયો તેની પાછળ એક રસપ્રદ ઘટના છે. મેને પ્યાર કિયામાં પણ શર્ટલેસ સલમાન જોવા મળ્યો હતો. તે સમયે તેની બોડી કંઈ ખાસ નહોતી. પણ તેમ છતાં તે વખતે પણ ફેન્સ તેને કોપી કરતા હતા. જો કે તે વખતે તેની છાતી પર ઘણા બધા વાળ હતા. પણ પ્યાર કિયા તો ડરના ક્યાના ઓઓ જાને જાના ગીતમાં તે ક્લિન શેવ્ડ ચેસ્ટ સાથે જોવા મળ્યો હતો. પ્યાર કિયા તો ડરના ક્યા માં તેણે શર્ટલેસ થયા બાદ આ ટ્રેન્ડ બનાવ્યો હતો. આ ફિલ્મમાં પણ શર્ટલેસ થવા પાછળ એક કારણ હતું.

Image Source

વાસ્વતમાં 1998માં આવેલી ફિલ્મ પ્યાર કિયા તો ડરના ક્યામાં સલમાનને ગીત ‘ઓ ઓ જાને જાના’ ગીત શૂટ કરવાનું હતું, ગીતની બધી જ તૈયારી થઈ ગઈ હતી પણ તેનું કોશ્ચ્યુમ તેને ફીટ નહોતું થઈ રહ્યું. બધું જ તૈયાર હોવાથી બીજા વસ્ત્રોની વ્યવસ્થા આટલી જલદી થઈ શકે તેમ નહોતી. માટે ડીરેક્ટર સોહેલ ખાને સલમાનને શર્ટ વગર જ ગીત કરવાનું કહ્યું. જ્યારે આ ગીત રિલિઝ થયું ત્યારે સલમાનના આ લૂકનો આખાએ દેશમાં ચર્ચો થઈ ગયો. ફેન્સ તેની બોડીથી ખૂબ ઇમ્પ્રેસ થઈ ગયા હતા. અને લોકોને આ ગીતનો અલગ અંદાજ પણ ખૂબ પસંદ આવ્યો હતો. તો એકવાર સલમાને પણ એક ઇન્ટર્વ્યૂમાં જણાવ્યું હતું કે તે હંમેશા શર્ટલેસ રહે છે, તે તેવું પોતાની મરજીથી નથી કરતા પણ તેમને સ્કિનની સમસ્યા છે. તેમણે જણાવ્યું હતું કે તે ફેબ્રિકની બાબતે ખૂબ જ સિલેક્ટિવ છે. સ્કિનમાં સમસ્યા થવાના કારણે સલમાન ખાન પોતાના દરેક વસ્ત્રોને ધોવડાવીને જ પહેરે છે અથવા તે કોટનના વસ્ત્રો પહેરવાનું જ પસંદ કરે છે. તેમને કરડે તેવા વસ્ત્રો જરા પણ પસંદ નથી.

Image Source

52 વર્ષની આધેડ ઉંમરે પણ સલમાન ખાનની ગણતરી દેશના મોસ્ટ એલીજીબલ બેચલર તરીકે થાય છે. ઓન સ્ક્રીન કે ઓફ સ્ક્રીન તે આજે પણ આ ઉંમરે પોતાના સાથી જુવાનિયા એક્ટર્સને કમ્પીટીશન આપી શકે છે. સલમાનનો શર્ટલેસ જાદૂ જોઈને ફિલ્મ નિર્માતાઓ પણ પોતાની ફિલ્મમાં જો સલમાન હીરો તરીકે હોય તો તેની પાસે અચૂક એક સીન તો શર્ટલેસ કરાવે જ છે. સલમાને ઘણી બધી ફિલ્મોમાં શર્ટલેસ પોઝ આપ્યા છે. તમને જાણીને આશ્ચર્ય થશે પણ સલમાન ખાન છેલ્લા 20 વર્ષથી પોતાનું સિક્સ પેક બોડી મેઇન્ટેઇન કરી રહ્યો છે. તેની સાથેનો કોઈ એક્ટર તેમાં સફળ નથી રહ્યો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.