ભગવાન શિવ આ 6 પાપ કરવા પર ભયંકર સજા આપે છે..

ભગવાન શિવ આ 6 પાપ કરવા પર ભયંકર સજા આપે છે

ભગવાન શિવ, જે ભગવાનના ભગવાન છે, તે અનંત ઊર્જા છે શિવા વિશ્વના કણમાં સ્થાયી થયા છે, શિવને પ્રેમનું પ્રતીક માનવામાં આવે છે, તેઓને એક સારા પતિ તરીકે પણ ઓળખાય છે અને એક સારા પિતા તરીકે એમની પૂજા કરવામાં છે. જે કુવારી છોકરીઓ નંદીના કાનમાં સારા પતિ મેળવવાની ઇચ્છા વ્યક્ત કરે છે, એમને ક્યારેય શિવજીને નિરાશ નથી કરતા, આમ તો શિવજી ભોલેનાથ છે, શિવજીની ગમે તે સ્થાને પૂજા થઈ શકે છે, તેમને એક લોટો પાણી ચઢાવીને તમે ખુશ કરી શકો છો, આજે હું તમને શિવપુરાણમાં ઉલ્લેખિત 6 પાપો વિશે જણાવવા જઇ રહી છું, જેને આચરવા પર શિવજી ભારે કડક સજા આપે છે.

image source

લગ્નજીવન તોડવાનો પ્રયાસ:

જે પણ છોકરી શિવજીને ત્યાં નંદીના કાનમાં પોતાના માટે સારો પતિ મેળવવાની ઇચ્છા વ્યક્ત કરે છે, એના પર શિવજી હંમેશા કૃપા કરે છે, પરંતુ જો કોઈ વ્યક્તિ કોઈ દુષ્ટતાને લીધે લગ્ન તોડવાનો પ્રયત્ન કરે છે, કોઈ સ્ત્રી બીજા કોઈના લગ્નજીવનમાં પ્રવેશી તેમના લગ્ન તોડવાનો પ્રયાસ કરે છે, શિવજી આવા લોકોને શિવજી ખૂબ કડક સજા આપે છે.

image source

કોઈ પણ પુરુષ ખરાબ નજરથી બીજાની પત્ની તરફ જુએ છે અને તેમના વૈવાહિક જીવનનો નાશ કરવાનો પ્રયાસ કરે છે તો તે પાપ છે અને શિવજી તેમને ક્યારેય માફ કરતા નથી.

પૈસાની છેતરપિંડી કરવી:-

image source

જો તમે ભોલેનાથની પૂજા, ઉપાસના કરો છો તો, ભૂલથી પણ કોઈને પણ સાથે પૈસાને લઈને કે અન્ય કોઈ કારણસર છેતરશો નહીં, પૈસાની હેરાફેરી કરવી કે લૂંટફાટ કરવી તે પાપની શ્રેણીમાં આવે છે. શિવજીની નજરમાં આ એક અક્ષમ્ય પાપ છે. તેથી, તમને જેટલું પ્રાપ્ત થયું છે, તેને શિવજીનો આશીર્વાદ સમજીને જીવન વ્યથિત કરવું જોઈએ અને સખત મહેનત કરતા રહેવું જોઈએ, ભૂલથી પણ બીજા કોઈની સંપત્તિ પર ખરાબ નજર કરવી ન જોઈએ.

દુઃખ આપનાર:-

image source

કોઈ ગરીબ વ્યક્તિ અથવા ભોળા વ્યક્તિની કમજોરીનો ભૂલથી પણ ફાયદો ન ઉઠાવવો જોઈએ, તેને મુશ્કેલી ન આપવી જોઈએ, તેને મહાન પાપ માનવામાં આવે છે. મોટાભાગે લોકો સારા માણસનો લાભ લેવાનું વિચારે છે અને તેને મુશ્કેલી આપે છે, આવી રીતે ભગવાન શિવ ચોક્કસપણે તે પાપી વ્યક્તિને સજા કરે છે.

ખોટો માર્ગ અપનાવવો:-

image source

ઘણી વાર દુષ્ટ વ્યક્તિ ઝડપથી સફળતા મેળવવાના ઉદ્દેશ્યથી દુષ્કર્મ શરૂ કરે છે, જલ્દીથી અમીર બનવા માટે ભગવાને કહેલી વાતોનો અનાદર કરે છે, ખોટો રસ્તો અપનાવે છે અને અન્યોને ફસાવીને અમીર બની જાય છે. આવી સ્થિતિમાં ભગવાન ભોલેનાથ આવા લોકોને ક્યારેય માફ કરતા નથી, શિવજી તેમને અવશ્ય સજા આપે જ છે.

ખરાબ વિચારસરણી:

image source

શિવપુરાણ મુજબ, કોઈ પણ માણસે અન્ય લોકો પ્રત્યે ખરાબ ન વિચારવું જોઈએ, આ વિચારને કારણે તે ભગવાનની નજરમાં પોતાને જ દોષી ઠેરવે છે, ખરાબ વિચારસરણી રાખી અન્યનો અનાદર કરે છે તેમજ અહિત કરે છે. તેઓને શિવજી ક્યારેય માફ નથી કરતા.

જૂઠ બોલનાર:-

image source

શિવપુરાણ મુજબ, જે કોઈ અન્યને નુકસાન પહોંચાડવાના ઇરાદાથી જૂઠું બોલે છે. જો તે તેની સાથે છળ કપટ કરે છે, તો તે કોઈ પણ સંજોગોમાં ક્ષમા માટે પાત્ર નથી. જો શિવજીનું માનિએ, તો તે એવી વ્યક્તિ સાથે ક્યારેય દયાળુ કે કૃપા નથી કરતા, જેણે ઇરાદાપૂર્વક જૂઠ બોલીને કોઈને દુ:ખ પહોંચાડ્યું હોય, શિવજી તેમને સજા આપવા લાયક જ માનતા હતા. તો આ છ કૃત્યો હતા જેને કરવા પર શિવજી સજા આપે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.