અચાનક ચાલતાં-ચાલતા કેમ ખૂલી જાય છે જૂતાની દોરી, જાણો કારણ.

સ્ટોરી:- અચાનક ચાલતાં-ચાલતા કેમ ખૂલી જાય છે જૂતાની દોરી, જાણો કારણ.

– હમેંશા આપણે જ્યારે ઘરેથી બહાર નિકળતા સમયે આપણે બધા બહુ જ બારીકાઈથી અને બહેતર રીતથી જૂતાની દોરી બાંધીને નીકળતા હોઈએ છીએ. પણ ઘણાં લોકો આ વાતથી પરેશાન રહેતા હોય છે કે તેમના જૂતાની દોરી હમેંશા ખુલી જતી હોય છે. રસ્તે ચાલતા, સીડોઓ ચડતા, ઓફિસમાં બેઠા-બેઠા પણ અનેકવાર દોરી ખૂલી જતી હોય છે. પણ તમે જાણો છો કે આવું કેમ થાય છે?

image source

– રિસર્ચમાં થયેલો ખુલાસો

કૈલિફોર્નિયા યૂનિવર્સિટીમાં આ બાબત પર સત્તર પાનાઓની એક રિસર્ચ રિપોર્ટ છે. ક્રિસ્ટોફર ડેલી-ડાયમંડ, ક્રિસ્ટીન ગ્રેગ અને ઓલિવર ઓરેલી. આ ત્રણ વિજ્ઞાનીઓએ જૂતાના ખૂલવાની પાછળનો મામલો ઉકેલ્યો. રિપોર્ટ પ્રમાણે, દોડતી વખતે કે ઝડપથી ચાલતી વખતે આપણા પગ જમીનથી સાત ગણા વધુ ગુરુત્વ બળ સાથે સંપર્કમાં આવે છે. ક્રિયા અને પ્રતિક્રિયાના નિયમના હિસાબથી જમીનથી પણ તેટલું જ તેજ બળ પાછું આવે છે. પગની માંસપેશિઓ આને સહન કરી લે છે, પણ દોરીની ગાંઠ આવા ઝાટકાઓથી ઢીલી પડી જાય છે.

image source

જમીન પર પગ પડતાં જ ગાંઠ પર જોર પડે છે અને પગના હવામાં આવતા ગાંઠ ઢીલી થઈ જાય છે. દોડતા કે ઝડપથી ચાલતા સમયે આવું વારવાંર થાય છે. આ કારણે દોરી ખૂલી જાય છે. આ સમયમાં ક્રોસ દોરીઓ પણ આવવા લાગી છે. જે ડીએનએ સંરચનાની માફક બાંધવાની હોય છે.

image source

ઘણીવાર જૂતાની પસંદગીને કારણે પણ આ સમસ્યા થતી હોય છે. દોરીનો માપ સામાન્ય જૂતા કરતાં વધુ હોય તો દોરી જૂતાની બહાર રહી જતી હોય છે અને જમીન અને પગ વચ્ચે આવવાથી દોરી ઢીલી થઈ જતી હોય છે. ક્યારેય પગના માપની સરખામણીએ નાના જૂતા હોય તો એ ચાલતી વખતે કે દોડતી વખતે દબાણ અનુભવતા હોય છે અને જેને કારણે દોરીઓ ખેંચાતી હોય છે. તો ક્યારેય પગના માપની સરખામણીએ મોટા જૂતાઓમાં ચાલતી વખતે જ દોરીઓ ઢીલી થઈ જતી હોય છે. માટે જૂતાની પસંદગી કરતી વખતે એ વાતનું ખાસ ધ્યાન રાખો કે જૂતા તમારા પગના માપના હોય અને દોરીઓ જૂતાની સરખામણીએ વધુ કે ઓછી લંબાઈની ન હોય.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.