બી.આર.ચોપડાના કૃષ્ણને રામાનંદ સાગરના આ કૃષ્ણથી મળી હતી ટક્કર, આ છે ટીવીના ટોપ ૧૦ કનૈયા.
બી.આર.ચોપડાના કૃષ્ણને રામાનંદ સાગરના આ કૃષ્ણથી મળી હતી ટક્કર, આ છે ટીવીના ટોપ ૧૦ કનૈયા.
જયારે આખા દેશમાં સરકાર દ્વારા લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે ત્યારે દેશના લોકોના મનોરંજનને ધ્યાનમાં રાખતા દુરદર્શન પર વર્ષ ૧૯૮૭ અને વર્ષ ૧૯૮૮માં પ્રસારિત થયેલ ‘રામાયણ’ અને ‘મહાભારત’નું ફરી પ્રસારિત કરવાનું શરુ કરવામાં આવ્યું છે. આ જ વાતને અનુસરતા અન્ય ચેનલ્સએ પણ પોતાના જુના ધારાવાહિકનું ફરીથી પ્રસારણ કરવાનું શરુ કર્યું છે. એટલા માટે હાલની પરિસ્થિતિમાં ટેલીવિઝન પર શ્રીકૃષ્ણનું પાત્ર ભજવી રહેલ અનેક કલાકારો એકસાથે જોવા મળી રહ્યા છે. ચાલો જોઈએ ક્યાં ક્યાં કલાકારો છે.
કલાકાર: સુમેઘ મુદ્ગગલકર.
ધારાવાહિક:રાધાકૃષ્ણ(૨૦૧૮)

સ્ટાર નેટવર્ક પર છેલ્લા બે વર્ષથી પ્રસારિત થઈ રહેલ શો ‘રાધાકૃષ્ણ’ હાલમાં લોકડાઉનના કારણે ફરીથી શરુઆતના એપિસોડથી પ્રસારિત કરવામાં આવી રહી છે. આ શોમાં સુમેઘ મુદ્દગલકર ભગવાન શ્રીકૃષ્ણનું પાત્ર નિભાવી રહ્યા છે. આ શોને કૃષ્ણ અને રાધાના પ્રેમને કેન્દ્રમાં રાખીને બનાવવામાં આવી છે. નવાઈની વાત એ છે કે, આ શો શરુ થયાના પાંચ વર્ષ પહેલા બનેલ ‘મહાભારત’માં કૃષ્ણનું પાત્ર નિભાવનાર સૌરભ રાજ જૈન આ શોમાં અત્યારે કથાવાચકની ભૂમિકા નિભાવી રહ્યા છે.
કલાકાર: રાહુલ શર્મા/કુલદીપ સિંહ
શો: વિઘ્નહર્તા ગણેશ(૨૦૧૭)

વર્ષ ૨૦૧૭માં શરુ થયેલ આ શોમાં ભગવાન શ્રીકૃષ્ણનું પાત્ર રાહુલ શર્મા અને કુલદીપ સિંહ દ્વારા નિભાવતા જોવામાં આવ્યું છે. આ શો ભગવાન ગણેશની લીલાઓને કેન્દ્રમાં રાખીને બનાવવામાં આવી છે.
કલાકાર:ગગન મલિક.
શો:સંકટ મોચન મહાબલી હનુમાન (૨૦૧૫)

આ શોને ભગવાન હનુમાનના દ્રષ્ટિકોણથી બનાવવામાં આવ્યો હતો. આ શોમાં શ્રીરામ, વિષ્ણુ અને કૃષ્ણનું પાત્ર નિભાવનાર અભિનેતા ગગન મલિકએ પોતાના જીવનનો સૌથી સારો અભિનય આ શોમાં કર્યો છે.
કલાકાર:સૌરભ પાંડે
શો: સૂર્યપુત્ર કર્ણ (૨૦૧૫)

મોટાભાગે પૌરાણિક કથાઓ પર આધારિત શોનું નિર્માણ કરનાર સિદ્ધાર્થ કુમાર તિવારીએ આ શોની રચના કરી આ શોને કુંતીના પ્રથમ પુત્ર કર્ણને કેન્દ્રમાં રાખીને બનાવવામાં આવ્યો હતો. આ શોમાં ભગવાન શ્રીકૃષ્ણના રૂપમાં સૌરભ પાંડે જોવા મળ્યા.
કલાકાર: સૌરભ રાજ જૈન.
શો: મહાભારત (૨૦૧૩)

આ શોમાં શ્રીકૃષ્ણ અને ભગવાન વિષ્ણુના પાત્રમાં સૌરભ રાજ જૈન જોવા મળ્યા છે. આ શોમાં વીએફએક્સ અને સ્પેશીયલ ઈફેક્ટસનો ઘણો સારો ઉપયોગ કરવામાં આવ્યો હતો. એટલા માટે આ શોને દર્શકોએ ખુબ પસંદ કર્યો. કૃષ્ણના રૂપમાં સૌરભને પણ આ શોથી ઘણી સારી ઓળખ મળી છે. મોતી સાગરના શો ‘જય શ્રી કૃષ્ણ’માં પણ સૌરભએ ભગવાન વિષ્ણુની ભૂમિકા નિભાવી છે.
કલાકાર : વિશાલ કરવાલ.
શો : દ્વારકાધીશ- ભગવાન શ્રીકૃષ્ણ (૨૦૧૧), પરમાવતાર શ્રીકૃષ્ણ (૨૦૧૭)

શો ‘પરમાવતાર શ્રીકૃષ્ણ’માં કૃષ્ણના પાત્રમાં વિશાલ કરવાલ જોવા મળ્યા. ત્યારપછી આ પાત્રને હિમાંશુ એ મલ્હોત્રા અને સુદીપ સાહિરએ પણ નિભાવ્યું. આના સિવાય શો ‘દ્વારકાધીશ-ભગવાન શ્રીકૃષ્ણ’માં પણ શ્રીકૃષ્ણનું પાત્ર વિશાલએ જ નિભાવ્યું છે.
કલાકાર: મેઘન જાધવ.
શો : જય શ્રીકૃષ્ણ (૨૦૦૮)
રામાનંદ સાગરની વર્ષ ૧૯૯૩ના સુપરહિટ શો ‘શ્રીકૃષ્ણ’ની રીમેક તેમના દીકરા મોતી સાગરે બનાવી.સાગર આર્ટસના બેનર હેઠળ આ શોમાં કૃષ્ણના નાનપણનું પાત્ર ધૃતિ ભાટિયા અને પિંકી રાજપૂત જેવા કલાકારોએ નિભાવ્યું છે, જયારે યુવા કૃષ્ણના પાત્રમાં મેઘન જાધવ જોવા મળ્યા.
કલાકાર : રાજેશ શ્રુંગારપૂરે
શો : સારથી (૨૦૦૪)

મહાભારતની વાર્તાને કેન્દ્રમાં રાખીને ‘સારથી’ શો બનાવાયો હતો. આ શોમાં શ્રીકૃષ્ણનું પાત્ર રાજેશ શ્રુંગારપૂરે નિભાવ્યું. આ શોને વર્તમાન દુનિયા સાથે જોડીને મહાભારત કાલ સાથે જોડવામાં આવ્યો છે. આ નવા પ્રયોગથી બનેલ આ શોને દર્શકોનો ઘણો સારો પ્રતિભાવ મળ્યો. એટલે આ શો ટીવી પર અંદાજીત સાડા ત્રણ વર્ષ સુધી સફળતાપુર્વક ચાલ્યો.
કલાકાર : સર્વદમન બેનર્જી/ સ્વપ્નિલ જોશી.
શો: શ્રીકૃષ્ણ (૧૯૯૩)

પહેલીવાર આ શો દુરદર્શનની મેટ્રો ચેનલ પર વર્ષ ૧૯૯૩માં પ્રસારિત થયો. આ શોમાં કિશોરાવસ્થા કૃષ્ણનું પાત્ર સ્વપ્નિલ જોશીએ નિભાવ્યું હતું જયારે યુવાન કૃષ્ણ અને વિષ્ણુનું પાત્ર સર્વદમન બેનર્જીએ નિભાવ્યું હતું. આ શો એટલો બધો હીટ થયો હતો કે જેટલા રામાયણ અને મહાભારત.