શ્રીદેવી સાથે સુપર જોડી હતી આ અભિનેતાની પણ પછી…

બોલીવુડમાં અનેક અભિનેત્રી અને અભિનેતાની જોડીઓ અવારનવાર ચર્ચાઓમાં આવે છે. એવામાં જો શ્રીદેવીની વાત કરીએ તો શ્રીદેવી એ એક માત્ર એવું નામ છે, જે એક સમયે માત્ર અભિનેત્રી જ નહિ પણ ફિલ્મોની સફળતાનો મૂળ મંત્ર ગણાતો હતો. જો ૮૦ અને ૯૦ના દશકની વાત કરીએ તો શ્રીદેવી એ ભારતીય સેનેમાની સૌથી મોંઘી અભિનેત્રી રહી છે. એમણે પોતાના જીવન દરમિયાન તેલુગુ, તમિલ, મલયાલમ, કન્નડ અને હિંદી ફિલ્મોમાં સતત કામ કરીને અનેક એવોર્ડ હાસલ કર્યા છે. આ એવોર્ડમાં રાષ્ટ્રીય ફિલ્મ પુરષ્કાર, નંદી એવોર્ડ, તમિલનાડુ સ્ટેટ ફિલ્મ એવોર્ડ, કેરળ સ્ટેટ ફિલ્મ એવોર્ડ અને ફિલ્મ ફેયર એવોર્ડ સહીત અનેક એવોર્ડ એમના નામ પર બોલે છે. પોતાના જીવનમાં અનેક અભિનેતાઓ સાથે કામ કરનારી અભિનેત્રી શ્રીદેવીએ કેટલાક એવા અભિનેતાઓ સાથે પણ કામ કર્યું છે જેમની સાથે સતત જોડી બનતી રહી છે. આજે અમે આપની સમક્ષ શ્રીદેવી સાથેની આવી જ જોડીઓ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ.

કમલ હસન અને શ્રીદેવી

શ્રી દેવીની સૌથી સારી અને પ્રખ્યાત જોડી એ તમિલ ફિલ્મોના સુપરસ્ટાર એવા કમલહસન સાથે બની હતી. આ જોડીએ અલગ અલગ ભાષામાં લગભગ ૨૭ જેટલી ફિલ્મોમાં એક સાથે કામ કર્યું છે. એક ઈન્ટરવ્યુંમાં કમલે જણાવ્યું હતું કે એ શ્રીદેવીને ત્યારે મળ્યા હતા, જયારે એમની ઉમર કદાચ ૧૫ અથવા ૧૬ વર્ષ આસપાસ રહી હશે. આ બંનેને એક ફિલ્મમાં એક રોમેન્ટિક જોડી તરીકે કાસ્ટ કરવામાં આવ્યા હતા. કમલ કહે છે કે આમ તો એક રોમેન્ટિક જોડીના રૂપે અમે ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે, પણ અમારૂ પાલનપોષણ ભાઈ બહેનની જેમ જ થયું હતું. પડદા પર રોમેન્ટિક દ્રશ્યો કર્યા પછી અમે ઘણા હસતા હતા. એમણે કહ્યું હતું કે અમારા સબંધો એકદમ ઘર જેવા હતા. આ બંનેની ફિલ્મોમાં મુંદરૂ મૂડીછું, સદમા, ૧૬ વયથીનીલે અને સિગપ્પુ રોક્કલ મુખ્ય રહી છે.

રજનીકાંત અને શ્રીદેવી

image source

કમલ હસન પછી શ્રી દેવીએ સૌથી વધારે ફિલ્મો જે અભિનેતા સાથે કરી છે એ છે સાઉથ ઇન્ડસ્ટ્રીનાં થલાઈવા એટલે કે સુપર સ્ટાર રજનીકાંત. રજનીકાંત અને શ્રી દેવીની જોડી લગભગ ૨૦ જેટલી ફિલ્મોમાં જોવા મળી હતી. એ સમય એવો હતો, જ્યારે શ્રી દેવીની ફી રજનીકાંતની ફી કરતા પણ ઉપર રહેતી હતી. એક ઈન્ટરવ્યું દરમિયાન એમણે એમની ફિલ્મ મુંદરૂ મૂડીછું અંગે વાત કરતા કહ્યું હતું કે એ ફિલ્મ માટે એમને પાંચ હજાર રૂપિયા મળ્યા હતા. ફિલ્મમાં રજનીકાંત અને કમલ હસન બંને હતા, જો કે એ સમયે કમલ હસન ફિલ્મ જગતમાં પોતાનું સ્થાન પાક્કું કરી ચુક્યા હતા પણ રજનીકાંત હજુ નવા નવા આવ્યા હતા. આ ફિલ્મ માટે રજનીકાંતને માત્ર બે હાજર અને કમલ હસનને ત્રીસ હજાર રૂપિયા મળ્યા હતા. વધુમાં શ્રીદેવીએ જણાવ્યું હતું કે રજનીકાંત એમની માના ઘણા લાડકા હતા એટલે રજનીકાંત સાથે શ્રીદેવીના ઘર જેવા સબંધ હતા. આ બંને જણે ઘણી ફિલ્મોમાં સાથે કામ કર્યું છે પણ એ ફિલ્મોમાંથી કેટલીક ફિલ્મો મુખ્ય છે. આ ફિલ્મોમાં પ્રિયા, જોની, પોક્કીરી રાજા, ચાલબાઝ જેવી ફિલ્મોના નામ સામેલ છે.

જીતેન્દ્ર અને શ્રીદેવી

image source

અભિનેતા જીતેન્દ્ર સાથે શ્રીદેવીએ પહેલી વાર વર્ષ ૧૯૮૩માં આવેલ ફિલ્મ ‘હિમ્મતવાલા’માં કામ કર્યું હતું. આ સિવાય ત્યાર પછી એમની જોડી સતત સાથે જોવા મળતી રહી હતી. આ બંનેની જોડીએ રોમેન્ટિક જોડીના રૂપમાં કુલ મળીને ૧૬ જેટલી ફિલ્મોમાં સાથે કામ કર્યું હતું. આ ૧૬ ફિલ્મોમાં ૧૧ ફિલ્મ એવી હતી, જે બોક્સ ઓફીસ પર સુપરહિટ રહી હતી. હિમ્મતવાલા ફિલ્મ પછી જાની દોસ્ત, જસ્ટીસ ચૌધરી, મવાલી, અકલમંદ, તોહફા, બલિદાન, સરફરોશ. સુહાગન, ઘર સંસાર, આગ ઓર શોલા, ધર્મ અધિકારી, ઔલાદ, મજાલ, હિમ્મત ઓર મહેનત અને સોને પે સુહાગા સામેલ છે. આ દરમિયાના હિમ્મતવાલા ફિલ્મના એક ગીતમાં નૈનો મેં સપના ગીત પર કરેલા ડાન્સને શ્રીદેવીના સૌથી શ્રેષ્ઠ ડાન્સમાંથી એક માનવામાં આવે છે.

અનીલ કપૂર અને શ્રીદેવી

image source

શ્રીદેવીની જોડી અનીલ કપૂર સાથે દર્શકોને સૌથી વધારે પસંદ પડી હતી. આ જોડીએ એક સાથે લગભગ ૧૩ ફિલ્મોમાં કામ કર્યું છે. શ્રીદેવી અને અનીલ કપૂરની સાથે કામ કરેલી ફિલ્મોમાં મિસ્ટર ઇન્ડિયા, લમ્હે, જુદાઈ, લાડલા, હીર રાંઝા, મિસ્ટર બેચારા, રૂપ કી રાની ચોરો કા રાજા, રામ અવતાર, જાંબાજ જેવી ફિલ્મો સામેલ છે. જો કે આ બંનેની સૌથી પહેલી ફિલ્મ કર્મા હતી જેમાં તે સાથે જોવા મળ્યા હતા. જો કે આ ફિલ્મમાં શ્રી દેવીની ભૂમિકા જેકી શ્રોફ સાથે હતી અને અનીલ કપૂર પુનમ ધિલ્લોન ઢીલ્લોન સાથે જોવા મળ્યા હતા. આ ફિલ્મ પછી પહેલી વાર શેખર કપૂરે એમની જોડી પોતાની ફિલ્મ ‘મિસ્ટર ઇન્ડીયા’ માં બનાવી. આ ફિલ્મમાં બંને જણાએ શ્રેષ્ઠ કામ કર્યું હતું. આ ફિલ્મમાં શ્રીદેવીના કામની ઘણી પ્રસંશા થઇ અને ત્યારથી જ તે મિસ્ટર ઇન્ડિયા કહેવડાવા લાગી હતી.

સની દેઓલ અને શ્રીદેવી

image source

શ્રીદેવી સ્વભાવથી ઘણી શર્મિલા પ્રકારની હતી અને આવું જ કઈક આપણે બધાયે સની દેઓલ વિશે પણ સાભળ્યું છે. આ બંને જણે એક સાથે છ ફિલ્મોમાં કામ કર્યું છે. આ ફિલ્મોમાં ચાલબાજ, નિગાહે, જોશીલે, રામ અવતાર, સલ્તનત અને મેં તેરા દુશ્મન જેવી ફિલ્મો સામેલ છે. જો કે ‘મેં તેરા દુશ્મન’ ફિલ્મમાં બંને જણાનું ગેસ્ટ તરીકેના દ્રશ્યોમાં જ યોગદાન હતું. સામાન્ય રીતે ફિલ્મોમાં હીરોના કહ્યા પ્રમાણે હિરોઈનોને રોલ મળતા હોય છે પણ ફિલ્મ ચાલબાજ માટે સની દેઓલને શ્રીદેવીના કહેવા પર રોલ મળ્યો હતો. એક ઈન્ટરવ્યું વખતે આ ફિલ્મ નિર્માતા પંકજ પારાશરે જણાવ્યું હતું કે સની દેઓલનું નામ આ ફિલ્મ માટે જણાવ્યું હતું. જો કે સની દેઓલ આ પાત્ર માટે તૈયાર ન હતા, કારણ કે એ પાત્ર ઘણું નાનું હતું. ઘણીવાર તેઓ સેટ પર મજાકમાં એમ પણ કહેતા હતા કે આ પાત્રને ગેસ્ટ અપીયરન્સ શા માટે જાહેર નથી કરી દેવામાં આવતું.

ઋષિ કપૂર અને શ્રીદેવી

image source

હિન્દી સિનેમામાં જગતમાં ઈચ્છાધારી નાગ પર અનેક ફિલ્મો બની શકી છે. જો કે આ બધી ફિલ્મોમાં સૌથી સફળ માનવામાં આવતી ફિલ્મ છે, ઋષિ કપૂર સાથે શ્રીદેવીની ફિલ્મ નગીના. નગીના ફિલ્મ એ શ્રીદેવી અને ઋષિ કપૂરની સૌથી પહેલી ફિલ્મ હતી. આ ફિલ્મમાં શ્રીદેવીનો ડાન્સ ખુબ જ લોક ચાહના મેળવી શક્યો હતો જે ગીત મેં તેરી દુશ્મન પર કરવામાં આવ્યો હતો. આ ફિલ્મમાં થયેલા ડાન્સને શ્રીદેવીએ પોતે પણ એક ઈન્ટરવ્યુંમાં સૌથી ગમતા ડાન્સ તરીકે ગણાવ્યો હતો. જો કે ઋષિ કપૂર અને શ્રીદેવી છ ફિલ્મોમાં સાથે જોવા મળ્યા હતા. જેમાં નગીના ફિલ્મ પછી કૌન સચ્ચા કૌન જુઠા, બંઝારન, ચાંદની, ગુરુદેવ અને ગર્જના જેવી ફિલ્મો સામેલ છે. આ બંનેની જોડી છેલ્લી વાર કૌન સચ્ચા કૌન જુઠા ફિલ્મમાં જોવા મળી હતી.

મિથુન ચક્રવર્તી અને શ્રીદેવી

image source

શ્રીદેવીની ફિલ્મોની ચર્ચા મિથુન ચક્રવર્તી સાથે થતી રહી છે, આ સિવાય આ બંને સ્ટાર પોતાની પ્રેમ કહાનીને લઈને પણ ચર્ચાઓમાં રહ્યા છે. મિથુન અને શ્રીદેવીએ એક સાથે માત્ર ચાર જ ફિલ્મોમાં કામ કર્યું હતું. આ ફિલ્મોમાં આવાજ, ગુરુ, વતન કે રખવાલે અને જાગ ઉઠા ઇન્શાન સામેલ છે. મિથુન અને શ્રીદેવી પહેલી વાર વર્ષ ૧૯૮૪માં આવેલી ફિલ્મ જાગ ઉઠા ઇન્સાન દરમિયાન મળ્યા હતા. જો કે આ પછી આ બંને જણા નજીક આવ્યા હતા અને એ સમય દરમિયાન એવી ખબરો પણ સામે આવી હતી, કે એમણે લગ્ન કરી લીધા હતા. જો કે આ લગ્નથી મિથુન ચક્રવર્તી હમેશા ઇનકાર જ કરતા રહ્યા હતા. આ સબંધ ક્યારેય એમણે સ્વીકાર કર્યો ન હતો. જો કે આ સબંધની શરૂઆતના ત્રણ વર્ષ પછી જ એટલે કે વર્ષ ૧૯૮૮માં આ લગ્ન પૂર્ણ થઇ ગયા હતા. જો કે આ લગ્નના તૂટ્યા પછી લગભગ આઠ વર્ષ પછી શ્રીદેવીએ બોની કપૂર સાથે લગ્ન કરી લીધા હતા.

અમિતાભ બચ્ચન અને શ્રીદેવી

image source

શ્રીદેવી એ પોતાના સમયની સૌથી મોટી અભિનેત્રી રહી ચુકી છે, તો બીજી તરફ અમિતાભ બચ્ચન પણ એ સમયના સૌથી મોટા અભીનેતા રહી ચુક્યા છે. જો કે શ્રીદેવી અને અમિતાભ બચ્ચને માત્ર ત્રણ જ ફિલ્મોમાં સાથે કામ કર્યું છે. આ ત્રણ ફિલ્મોના નામ છે ઇન્કલાબ, આખરી રાસ્તા અને ખુદા ગવાહ. વાસ્તવમાં આ ફિલ્મોમાં આવ્યા પછી જ શ્રીદેવીએ અમિતાભ બચ્ચન સાથે કામ કરવાથી ના પાડી દીધી હતી. જો કે આ ના કહેવા પાછળ કોઈ ઝઘડો કે લડાઈ ન હતી પણ તેઓ એવા સમયમાં આવી ગઈ હતી, જ્યારે એમણે વિચાર્યું હતું કે હવે તેઓ એક જ પાત્રને વારંવાર નિભાવશે નહિ. એમણે નક્કી કર્યું હતું કે વારંવાર એક જ પાત્ર નિભાવશે નહિ અને એકના એક અભિનેતા સાથે કામ પણ નહિ કરે. આ ચક્કરમાં એમણે અમિતાભ સાથેની અનેક ફિલ્મો કરવાથી નાં પાડી દીધી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span