હનુમાનજીની કૃપા દ્રષ્ટી મેળવવા માંગો છો તો આજે જ કરો આ ઉપાય…

પવનપૂત હનુમાન એટલે કે બજરંગ બલીને સિંદૂર ખૂબ પ્રિય છે. મંગળવારએ હનુમાનજી પર સિંદૂર ચઢાવવાથી ભક્તો પર તેમની વિશેષ કૃપા બની રહે છે. હનુમાનજીને તેમના ભક્તો સિંદૂર અને તેલ ચઢાવતાં હોય છે. આજે જાણો હનુમાનજીને સિંદૂર કેવી રીતે ચઢાવવું જોઈએ.

image source

મંગળવારે બજરંગ બલીને સિંદૂર અર્પણ કરવાથી વિશેષ લાભ થાય છે. આ દિવસે સિંદૂર અર્પણ કરવાથી બજરંગ બલી પ્રસન્ન તો થાય જ છે સાથે સિંદૂર ચઢાવનારના ગ્રહ દોષ પણ દૂર થાય છે.

image source

જ્યોતિષ શાસ્ત્રમાં તો એમ પણ જણાવાયું છે કે સિંદૂર અર્પણ કરનારને ભગવાન અણધારી દુર્ઘટનાથી પણ બચાવી લે છે. ખાસ કરીને જે જાતકો કરજમાં ડૂબેલા હોય છે તેમને કરજમાંથી મુક્તિ મેળવવી હોય તો તેમણે હનુમાનજીને સિંદૂર અચૂક ચઢાવવું જોઈએ.

કરજમુક્તિ માટે સિંદૂરનો ઉપાય

image source

બજરંગ બલીને સિંદૂર ચઢાવવાથી ભક્તની દરેક મનોકામના પૂર્ણ થાય છે. હનુમાનજીને સિંદૂર ચઢાવતાં પહેલા નાગરવેલનું પાન લેવું અને તેમાં સિંદૂર અને તેલ મીશ્ર કરી અને હનુમાનજીને સિંદૂર ચઢાવવું. સિંદૂર ચઢાવ્યા બાદ ભગવાનના ચરણમાંથી થોડું સિંદૂર લઈ તેનાથી કપાળ પર ચાંદલો કરવો અને કરજમુક્તિ માટે પ્રાર્થના કરવી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.