શુક્રને મજબુત બનાવવા માટે શું કરવું જોઈએ અને કયા મંત્રનો કરશો જાપ…

સૌર મંડળમાં નવ ગ્રહ છે તે વાત આપણે સૌ કોઈ જાણીએ છીએ. નવ ગ્રહોને અલગ અલગ રીતે ઓળખવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગ્રહોની અલગ અલગ ઓળખ હોય છે તેવી જ રીતે તેની સાથે જોડાયેલી કેટલીક માન્યતાઓ પણ છે. તેમાં સૌથી પ્રચલિત માન્યતા છે કે

image source

દરેક ગ્રહની પોતાની અસર હોય છે જે માનવજીવન પર પડે છે. માનવજીવનની વાત આવે તો સૌથી પહેલા વાત કરવી પડે શુક્ર ગ્રહની… કારણ કે શુક્ર ગ્રહ પ્રેમ, ઐશ્વર્ય અને સુખ આપનાર ગ્રહ છે. શુક્ર સુંદરતાનું પણ પ્રતિક છે. શુક્રના પ્રભાવથી જ વ્યક્તિ સુખી જીવન જીવી શકે છે.

image source

શુક્ર શુભ પ્રભાવી હોય તો જ વ્યક્તિ જીવનમાં સુખ પામી શકે છે અને આરામદાયક જીવન જીવી શકે છે. તેથી જ શુક્રની આરાધનાને મહત્વ આપવામાં આવે છે. હવે પ્રશ્ન આવે કે શુક્રની આરાધના કેવી રીતે કરવી… તો તેનો જવાબ છે મંત્ર સાધના, શુક્રના મંત્રનો જાપ અને શુક્ર સંબંધિત વસ્તુઓનું દાન કરવાથી શુક્રની દશા સુધારી શકાય છે. શુક્રને શુભ ફળદાયી બનાવવા માટે રેશમી કપડા, ઘી, ખાંડ, ખાદ્ય તેલ, કપૂરનું દાન પણ શુક્રની દશામાં સુધાર લાવે છે. આ તો વાત થઈ દાનની હવે જાણી લો શુક્રના મંત્ર વિશે જે લાભ કરી શકે છે.

શુક્રના મહામંત્ર

image source

1. ॐ હ્રીં શ્રીં ક્લીં શુક્રગ્રહ અરિષ્ટ નિવારક શ્રી પુષ્યદંત જિનેન્દ્રાય નમ: શાંતિ કુરૂ કુરૂ સ્વાહા

2. ॐ હ્રીં નમો અરિહંતાણં

3. ॐ દ્રાં દ્રીં દ્રૌં સ: શુક્રાય નમ:

શુક્ર ગાયત્રી મંત્ર

image source

ॐ ભૃગુવંશજાતાય વિદ્યમહે શ્વેતવાહનાય ધીમહિ તન્નો: કવિ: પ્રચોદયાત્

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.