સિગરેટ પીવો છો અને ઇન્સ્યોરન્સ લેવાનું વિચારી રહ્યા છો? તો ખાસ રાખજો આ બાબતોનું ધ્યાન નહિં તો…

જે વ્યક્તિઓ સિગરેટ પીવાનું વ્યસન હોય છે. તેમણે પોતાના માટે હેલ્થ ઇન્સ્યોરન્સ લેતા સમય કેટલીક બાબતોનું વિશેષ ધ્યાન રાખવું.
દુનિયાની દરેક વ્યક્તિ આ વાત જાણે છે કે, ધૂમ્રપાન મનુષ્યના સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે કેમ કે, જયારે આપ સિગરેટ ખરીદો છો ત્યારે પૈસાનો ખર્ચ કરો છો અને સિગરેટ ખરીદી લીધા પછી તેને પીવાથી આપના શરીરને નુકસાન કરે છે. ત્યાર બાદ શરીરને થતા નુકસાનને દુર કરવા માટે દવાઓનો ખર્ચ કરો છો. આ બધા ખર્ચની ગણતરી કરીએ તો કદાચ આપ અત્યારે જ તાત્કાલિક સિગરેટ પીવાનું બંધ જ કરી દેશો. તો આજે અમે આપને સિગરેટ સાથે સંબંધિત કેટલીક બાબતો એવી છે જેના વિષે આપને માહિતી હોવી ઘણી જરૂરી છે.

image source

-સિગરેટના વ્યસની વ્યક્તિએ આ વાતનું ખાસ ધ્યાન રાખવું.

-ઇન્સ્યોરન્સ કરાવ્યા પછી પણ ખર્ચ કરવો પડી શકે છે.

-ધૂમ્રપાન સ્વાસ્થ્ય માટે હાનિકારક છે.

image source

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા જણાવવામાં આવેલ આંકડાઓ મુજબ ભારત દેશમાં વિશ્વના ૧૨% વ્યક્તિઓ સિગરેટનું વ્યસન કરે છે એમાંથી દર વર્ષે એક કરોડ જેટલા વ્યક્તિઓનું મૃત્યુ થઈ જાય છે. લાઈફ ઇન્સ્યોરન્સ કંપનીઓ દ્વારા આવી વ્યક્તિઓ માટેના લાઈફ ઇન્સ્યોરન્સના દરમાં વધારો કરે છે.

કેમ વધારવામાં આવે છે પ્રીમીયમ.?

image source

સિગરેટ પીવાના લીધે શરીરને નુકસાન થવાની શક્યતા વધી જાય છે એટલા માટે ઇન્સ્યોરન્સ કંપનીઓ સિગરેટના વ્યસની વ્યક્તિઓ માટે વધારે પ્રીમીયમ ચાર્જ કરે છે. સિગરેટ પીવાના લીધે વ્યક્તિને હાર્ટ ડીસીઝ અને બ્લડ પ્રેશર જેવી બીમારીઓ થવાની શક્યતા ઘણી વધી જાય છે. તેમાં પણ સિગરેટ પીનાર વ્યક્તિઓને ફેફસાની બીમારી થવાનો સૌથી વધારે ભય રહે છે. જેના કારણે ઇન્સ્યોરન્સ કંપનીઓ આપની હેલ્થના જોખમને ધ્યાનમાં રાખીને વધારે પ્રીમીયમ ચાર્જ કરે છે.

કેટલું વધારે પ્રીમીયમ ચુકવવું પડે છે.?

image source

સિગરેટ પીવાના વ્યસની વ્યક્તિને સામાન્ય પ્રીમીયમ કરતા ૭૦% થી ૮૦% સુધી વધારે પ્રીમીયમની ચુકવણી કરવી પડે છે. દા.ત. જો કોઈ વ્યક્તિ ૧ કરોડ રૂપિયાની ટર્મ લાઈફ ઇન્સ્યોરન્સ પોલિસી લે છે તો જો આ વ્યક્તિ સિગરેટ પીતી નથી તો આવી વ્યક્તિનું વાર્ષિક પ્રીમીયમ ૮૫૦૦ રૂપિયા આવે છે ત્યાં જ જો વ્યક્તિ સિગરેટ પીવે છે તો તેનું વાર્ષિક પ્રીમીયમ ૧૫ હજાર રૂપિયા જેટલું આવી શકે છે.

પોલિસી લઈ લીધા પછી શું?

image source

જો આપે પોલિસી લેતા સમયે સિગરેટ પીવાનું શરુ કર્યું હતું નહી પરંતુ પોલિસી લઈ લીધા પછી આપે સિગરેટ પીવાનું શરુ કર્યું છે તો આપે આપની ઇન્સ્યોરન્સ કંપનીને આ વિષે જાણ કરવી જરૂરી બની જાય છે હા જાણ કરવાથી આપની પોલિસીનું પ્રીમીયમ વધી શકે છે. પરંતુ જો આપની ઇન્સ્યોરન્સ કંપનીને આપના બદલાતા સ્વાસ્થ્ય વિષે માહિતગાર નહી હોય તો ઇન્સ્યોરન્સ કંપની આપની ક્લેમ અમાઉન્ટને રીજેક્ટ પણ કરી શકે છે. એટલા માટે આપે પોતાના સ્વાસ્થ્ય સંબંધિત બધી જ જાણકારી ઇન્સ્યોરન્સ કંપનીને જાણ કરવી ઘણી જરૂરી છે.