લગ્ન પછી આ કારણોને લીધે મહિલાઓ ભરે છે માંગમાં સિંદૂર, શુ તમે જાણો છો આ વાત?

સિંદુર

ભારતીય સંસ્કૃતિમાં મહિલાઓના સોળ શણગાર વિષે જણાવવામાં આવ્યું છે જેમાં સિંદુરને ઘણું મહત્વનું માનવામાં આવ્યું છે. સેંથીમાં સિંદુર ફક્ત વિવાહિત મહિલાઓ જ લગાવી શકે છે. વિવાહિત મહિલાઓ પોતાના પતિની લાંબી ઉમર માટે સેંથીમાં સિંદુર લગાવે છે. જ્યોતિષ શાસ્ત્રમાં જણાવ્યા મુજબ સિંદુર સેંથીમાં લગાવવામાં આવે છે.

image source

પ્રાચીન કાળથી ચાલી આવેલ પરંપરાઓ મુજબ સિંદુરને વાળની વચ્ચે લગાવવામાં આવે છે કેમ કે, મનુષ્યના શરીરમાં મેષ રાશિની જગ્યા કપાળ પર હોય છે અને મેષ રાશિનો સ્વામી મંગલ ગ્રહ હોય છે અને મંગલ ગ્રહનો રંગ લાલ હોય છે.

image source

સિંદુર લગાવવા પાછળ ધામિક, સામાજિક અને વૈજ્ઞાનિક કારણો જવાબદાર હોય છે. ભારતીય સંસ્કૃતિમાં સિંદુરનો ઉપયોગ મંદિરમાં સ્થાપિત કરવામાં આવેલ દેવી માતાની પ્રતિમાને પણ લગાવવામાં આવે છે.

image source

વિવાહિત મહિલાઓ દ્વારા સેંથીમાં સિંદુર લગાવવાનું એક કારણ આ પણ છે કે, વિવાહિત સ્ત્રીના સૌંદર્યમાં વૃદ્ધિ થાય છે. પૌરાણિક કથાઓમાં સિંદુરના લાલ રંગના માધ્યમથી માતા સતી અને માતા પાર્વતીની ઉર્જાને વ્યક્ત કરવામાં આવી છે. જણાવવામાં આવ્યું છે કે, સિંદુર લગાવવાથી માતા પાર્વતી અખંડ સૌભાગ્યવતી થવાના આશીર્વાદ આપે છે.

image source

એવું માનવામાં આવે છે કે, પુરુષોની તુલનામાં મહિલાઓના બ્રહ્મરંધ વધારે સંવેદનશીલ અને કોમળ હોય છે. સિંદુરમાં પારા ધાતુ મળી આવે છે, જેને શરીર પર લગાવવાથી વિદ્યુત ઉર્જા નિયંત્રણ થાય છે સિંદુર લગાવવાથી નકારાત્મક શક્તિઓ દુર રહે છે આ સાથે જ સિંદુર લગાવવાથી માથાનો દુઃખાવો, અનિદ્રા અને અન્ય મસ્તિષ્કને સંબંધિત રોગો પણ દુર થઈ જાય છે. વિજ્ઞાનમાં જણાવ્યા મુજબ પણ મહિલાઓએ વિવાહ પછી સિંદુર જરૂરથી લગાવવું જોઈએ.

ચહેરા પર નથી દેખાતી ઝુરિયો.:

image source

સિંદુરમાં પારો હોવાના કારણે ચહેરા પર જલ્દીથી ઝુરિયો પણ નથી પડતી એટલે કે સિંદુર લગાવવાથી મહિલાઓના ચહેરા પર વધતી ઉમરના લક્ષણ જલ્દીથી જોવા મળતા નથી. તેમનો ચહેરો લાંબા સમય સુધી ખુબસુરત જોવા મળે છે એનાથી મહિલાઓની ઉમરમાં પણ વધે છે. વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી પણ મહિલાઓનું સેંથીમાં સિંદુર લગાવવું લાભકારક માનવામાં આવ્યું છે.

બધી જ વિવાહિત મહિલાઓ પોતાની સેંથીમાં સિંદુર જરૂરથી લગાવે છે આ પત્નીના પ્રેમની ઓળખ હોય છે.

સિંદુર હાઈ બ્લડપ્રેશરને નિયંત્રણ કરવામાં ખુબ જ મદદગાર સાબિત થાય છે. સિંદુરને એંટીસેપ્ટિક હળદર, ચૂનો અને પારાને ભેળવીને તૈયાર કરવામાં આવે છે.

image source

આવા જ અનેક ધાર્મિક, સામાજિક અને વૈજ્ઞાનિક કારણો છે જેના લીધે ભારતીય સંસ્કૃતિ પ્રમાણે ભારતમાં પ્રાચીન કાળથી જ વિવાહિત મહિલાઓ સેંથીમાં સિંદુર લગાવે છે જેના લીધે વિવાહિત મહિલાઓને સેંથીમાં સિંદુર લગાવવાથી ઘણા બધા ફાયદાઓ થાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.