બૉલીવુડની અમુક સિંગર પણ એવી છે કે જે એમની ગાયિકીની સાથે સાથે સ્ટાઇલમાં પણ આગળ રહે છે.

નેહા કક્કડ જ નહીં બોલીવુડની આ પાંચ સિંગર પણ છે બહુ જ સ્ટાઈલિશ, સુંદરતામાં તો અભિનેત્રીઓને પણ આપે છે ટક્કર.
ફિલ્મી દુનિયાના બધા જ કલાકારો ખૂબ જ સ્ટાઈલિશ હોય છે. બધા જ કલાકારો હંમેશા ગ્લેમરસ લુકમાં જ દેખાય છે. ખાસ કરીને અભિનેત્રીઓ.એમની સુંદરતાની તો વાત જ સાવ નિરાળી હોય છે. પણ બૉલીવુડની અમુક સિંગર પણ એવી છે કે જે એમની ગાયિકીની સાથે સાથે સ્ટાઇલમાં પણ આગળ રહે છે. આ સિંગરની સુંદરતા એવી છે કે એ પડદા પર આવે ને એમના ફેન્સ એમના દીવાના બની જાય છે. એ બધા સિંગરમાં સૌથી વધુ ફેમસ છે નેહા કક્કડ.

image source

જે પોતાના સુરીલા અવાજની સાથે સાથે સુંદરતા અને સ્ટાઇલના કારણે લોકોના દિલો પર રાજ કરે છે. રિયાલિટી શોમાં નજર આવનારી નેહા કક્કડ જ નહીં પણ આ ગાયિકાઓ પણ ગજબની સુંદર છે અને પોતાની સુંદરતાથી અભિનેત્રીઓને પણ પાછળ પાડે તેમ છે. તો ચાલો જાણીએ કઈ કઈ ગાયિકાઓ સામેલ છે આ લિસ્ટમાં.

સોનુ કક્કડ.

image source

નેહા કક્કડની બેન સોનુ કક્કડ પણ કઈ ઓછી સુંદર નથી. પોતાની બેનની જેમ એમની સ્ટાઇલ અને સુંદરતાના પણ ઘણા લોકો દીવાના છે. બહુ જ નાની ઉંમરથી જ ગાયિકીની દુનિયામાં પગ મુકનારી સોનુ કક્કડ બોલીવુડની એક જાણીતી પ્લેબેક સિંગર છે.

કનિકા કપૂર.

image source

કનિકા કપૂરને તમારામાંથી કોણ નહિ ઓળખતું હોય.બેબી ડોલ ગીતથી બધાની નજરોમાં ચઢેલી કનિકા કપૂર ગાયિકીની દુનિયાની ખૂબ જ સુંદર સિંગર છે. ભૂરી આંખો ધરાવતી કનિકા કપૂર ઘણી બધી બ્રાન્ડને પણ એન્ડોર્સ કરતી દેખાય છે. એમની સ્ટાઇલ અને સુંદરતા કનિકા કપૂરની ગાયિકી અને મદહોશ કરી દેનારી અવાજમાં ચાર ચાંદ લગાવવાનું કામ કરે છે.

નીતિ મોહન.

image source

સ્ટુડન્ટ ઓફ ધ યરના ગીત ઇશ્ક વાલા લવથી જાણતી બનેલી નીતિ મોહનની ઉંમર 40 વર્ષની છે.પણ એમની સુંદરતા અને સ્ટાઈલને જોઈ તમે એકવાર તો હેરાન થઈ જશો. નીતિ મોહનનો સુરીલો અવાજની સાથે સાથે તેમની સુંદરતાનો જાદુ પણ એમના ફેન્સમાં બરાબર છવાયેલો રહે છે.

તુલસી કુમાર.

image source

ઘણા બધા ચાર્ટ બસ્ટર ગીતો ગાનાર તુલસી કુમારના અવાજના ઘણા દીવાના છે. પણ ખૂબ જ ઓછા લોકો જ એ જાણે છે કે એ દેખાવે ખૂબ જ સુંદર છે.

મોનાલી ઠાકુર.

image source

મોટી મોટી આંખો વાળી મોનાલી ઠાકુરને જોઈ કોઈપણ એમનો ફેન થઈ જાય તો એમાં જરાય નવાઈ નથી. સુરીલા અવાજની માલિકણ મોનાલી ઠાકુર ખૂબ જ સુંદર છે અને એમના ફેન્સ એમના લુકને જોઈને દીવાના થઈ જાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.