સીતાના અપહરણનું દ્રશ્ય જોઇને રડી પડ્યા રાવણ, જોડ્યા બે હાથ.

સીતાના અપહરણનું દ્રશ્ય જોઇને રડી પડ્યા રાવણ, જોડ્યા બે હાથ.

વરિષ્ઠ ગુજરાતી અભિનેતા અરવિંદ ત્રિવેદી, જેમણે રામાનંદ સાગરની ધારાવાહિક ‘રામાયણ’માં રાવણની ભૂમિકા નિભાવીને આખા ભારતમાં લોકપ્રિયતા પ્રાપ્ત કરી હતી, અરવિંદ ત્રિવેદી હાલમાં ફરીથી પ્રસારિત થઈ રહેલ શોને જોઇને ભાવુક થઈ ગયા. સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલ વિડીયોમાં જોઈ શકાય છે કે, પોતાની ઉમરના ૮૦ના દશકમાં પગલું ભરી લીધેલ અરવિંદ ત્રિવેદીએ સીતા અપહરણ એપિસોડ ખુબ ધ્યાનથી જોઈ રહ્યા છે.

image source

ટાઈમ્સ ઓફ ઇન્ડિયા ડોટ ઇન્ડિયા ટાઈમ્સ ડોટ કોમની એક રીપોર્ટ મુજબ, વીડિયોના અંતમાં અરવિંદ ત્રિવેદી પોતાના બન્ને હાથ જોડી લે છે. અરવિંદ ત્રિવેદીને આ દ્રશ્ય ખુબ ભાવુક કરી દે છે.

ભારતમાં કોરોના વાયરસ સંક્રમણના કારણે ચાલી રહેલ ૨૧ દિવસના લોકડાઉનની વચ્ચે લોકપ્રિય પૌરાણિક ધારાવાહિકને દુરદર્શન ચેનલ પર ફરીથી પ્રસારિત કરવામાં આવી રહી છે. રામાનંદ સાગરની ‘રામાયણ’નું પ્રસારણ વર્ષ ૧૯૮૭-૧૯૮૮ની વચ્ચે કરવામાં આવ્યું હતું. ‘રામાયણ’નું ક્રિએશન, લેખન અને નિર્દેશન રામાનંદ સાગર દ્વારા કરવામાં આવ્યું હતું.

‘રામાયણ’ જેવા લોકપ્રિય ધારાવાહિકમાં એક અત્યંત મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવનાર અભિનેતા શ્યામ સુંદર કલાનીનું નિધન થયું હતું.

‘રામાયણ’માં અભિનેતા શ્યામ સુંદર કલાની, જેમણે ‘રામાયણ’માં બાલી’ અને ‘સુગ્રીવ’ની ડબલ રોલની ભૂમિકાઓ નિભાવી હતી. શ્યામ સુંદર કલાનીનું નિધન થઈ ગયું છે. શ્યામ સુંદર કલાની કેન્સરથી પીડાઈ રહ્યા હતા અને ૬ એપ્રિલ, ૨૦૨૦ના રોજ કાલકામાં શ્યામ સુંદર કલાનીએ અંતિમ શ્વાસ લીધા.

શ્યામ સુંદર ક્લાનીના નિધનની ખબર સાંભળતા જ ‘રામાયણ’માં રામનું પાત્ર નિભાવનાર અરુણ ગોવિલએ શ્યામ સુંદર ક્લાનીના નિધનની જાણકારી આપી હતી. શ્યામ સુંદર કલાનીના નિધનની જાણકારી આપતા રામનું પાત્ર ભજવનાર અરુણ ગોવિલએ તેમણે પોતાની શ્રદ્ધાંજલિ આપતા તેમણે ટ્વીટ કર્યું,- શ્યામ સુંદર કલાનીના નિધનની ખબર સાંભળીને હું ખુબ દુઃખી થયો છું. શ્યામ સુંદર કલાનીએ ‘રામાયણ’માં અમારી લોકોની સાથે સુગ્રીવનું પાત્ર ભજવ્યું હતું. શ્યામ સુંદર કલાની ખુબ જ સારું વ્યક્તિત્વ અને સજ્જન વ્યક્તિ હતા. ઈશ્વર તેમની આત્માને શાંતિ આપે’