સામેવાળી વ્યક્તિને તમે ઈમ્પ્રેશ કરવા માંગો છો? તો ભૂલથી પણ ના કરશો આવા કામ તેમની સામે…

તમારી પર્સનાલિટી વિશે તમારા હાવ-ભાવ ઘણુ બધુ કહી જાય છે. બોલતા પહેલા શારીરિક ભાષા બહુ જ કંઈક કહે છે. આ કારણે જ શારીરિક ભાષા મુખ્ય કારણ છે કે, જેનાથી આપણે બીજા લોકોની પર્સનાલિટી વિશે અંદાજો લગાવી શકીએ છીએ. દરેક વ્યક્તિ સુંદર દેખાવા માગે છે અને તે ન જાણ તે માટે શું શું કરે છે. તમને બતાવી દઈએ કે તમારા બધા કીમિયા ફેલ થઈ શકે છે, જો તમારામાં આ આદતો છે. આ આદતોને રાખનારાઓનું આકર્ષણ ઘટી જાય છે. તો આજે આપણી શારીરિક ભાષા સાથે જોડાયેલી એ આદતો વિશે જાણી લઈએ.

શારીરિક ભાષાનો મતલબ

image source

જ્યારે તમે કોઈની સામે તમારા બે હાથને પાછળથી પકડો છો, તો તે બીજાને નકારાત્મક સંકેત આપે છે. આ મુદ્રામાં આપણે ત્યારે ઉભા હોઈએ છીએ, જ્યારે આપણે મૂડી કે ગુસ્સામાં હોઈએ છીએ. તમે જેટલી મજબૂતીથી હાથ પકડશો તેટલું જ તમારા વિશે નકારાત્મક વિચારો આવશે. પગને ક્રોસ કરવાનો મતલબ છે કે, જ્યારે આપણે કોઈ વિશે વાત કરી રહ્યાં છીએ તો તેના પર સમગ્ર રીતે ભરોસો નથી. જો તમે કંઈક બોલતા બોલતા ખિસ્સામાં હાથ નાખો છો, તો લોકો તમારી વાતો બહુ જ ઓછી સાંભળશે. કેટલાક લોકો એવો અંદાજ લગાવી લે છે કે, તમે તમારી ચિંતા છુપાવવાનો પ્રયાસ કરો છો.

image source

જો તમે કોઈનાથી પરેશાન થઈ જાઓ છો, કે તેનાથી ભાગવા ઈચ્છો છો, તો તમે તંમારા બંને હાથ બાંધીને બેસો છે. સામી વ્યક્તિને આનાથી નકારાત્મક સંકેત મળે છે. ઝૂકીને બેસનારા લોકો વિશે પણ આસપાસના લોકો ખોટો વિચાર બનાવી લે છે. તે સૂચવે છે કે, તમે અસહાય, આત્મ જાગૃત અને તમારા જીવનથી અસંતુષ્ટ છો. કેટલાક લોકોના ચહેરા પર હંમેશા મુસ્કાન રહે છે અને અનેકવાર લોકો તેને કટાક્ષ સમજી લે છે. જો તમે ઈમાનદાર છો, તો ખુલીને હસો ને તેમાં સંકોચ ન કરો.

image source

જો તમે આમાંથી કોઈ પણ આદત ધરાવો છો, તો તેને બદલી નાખો. કેમ કે આવી નાની નાની આદતો તમારું ભવિષ્ય બગાડી શકે છે. આ નાની નાની વાતોથી આગળ જઈને તમારી સોશિયલ લાઈફ ખરાબ થઈ શકે છે.

image source

તમે જાણો છો કે, આપણા હાવભાવ, બેસવાની રીત અને બોલવાની રીત આપણી પર્સનાલિટી વિશે ઘણુ બધુ કહી જાય છે. જો તમે કોઈને ઈમ્પ્રેસ કરવા માંગો છો, તો આ વાતોનું ધ્યાન જરૂર રાખો. કેમ કે, આ આદતો તમારું આકર્ષણ ઓછું કરી સકે છે. આ આદતો જોઈને લોકોને તમારા વિશે નકારાત્મક વિચારો આવશે અને તમારી ઈમ્પ્રેશન ઓછી પડશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.