કયા કયા સ્માર્ટ ફોન Made in india છે? કરી લો તમે પણ આ લિસ્ટ પર એક વાર નજર

ક્યાં ક્યાં સ્માર્ટ ફોન made in india છે? ચાલો જાણી લઈએ.

ભારતમાં ચાઈનીઝ કંપનીઓના બહિષ્કારની વાત પહેલેથી જ થતી આવી છે, પણ ભારત ચીન સીમા વિવાદ પછી આ બાબત વધારે ગંભીર થઈ ગઈ છે. સીમા પર 20 જવાનોના શહીદ થયા પછી ભારત દેશમાં ચીન વિરુદ્ધ ભારે રોષ જોવા મળી રહ્યો છે. હવે દેશમાં મેડ ઇન ઇન્ડિયાની માંગણી થઈ રહી છે અને ચાઈનીઝ પ્રોડક્ટની બહિષ્કારની વાતો પણ ચાલી રહી છે. ભારતમાં એક બે નહિ પણ 200થી વધારે મોબાઈલ કંપનીઓ છે પણ તમને જણાવી દઈએ કે મેડ ઇન ઇન્ડિયાનો અર્થ એસેમ્બલ ઇન ઇન્ડિયા છે. તો ચાલો કેટલાક મેડ ઇન ઇન્ડિયા સ્માર્ટ ફોન વિશે જાણી લઈએ.

Xiaomi

image source

Xiaomiના સ્માર્ટફોનની ફેક્ટરીઓ તમિલનાડુ, આંધ્રપ્રદેશ અને ઉત્તરપ્રદેશના નોએડામાં છે જ્યાં Redmi 8, Redmi 8A,Redmi 8A Dual,Redmi Note 7Pro,Redmi Note 8,Redmi Note 8 Pro,Redmi Note 9 Pro,Redmi Note 9 Pro Max,Redmi K20,Redmi K20 Pro,POCO F1,POCO X2, Mi A3 જેવા સ્માર્ટ ફોન બનાવવામાં આવે છે એટલે કે આ બધા સ્માર્ટ ફોન મેડ ઇન ઇન્ડિયા છે, જ્યારે Mi 10નું પ્રોડક્શન ચીનમાં થાય છે.

Samsung

image source

સેમસંગની વાત કરીએ તો દક્ષિણ કોરિયાની આ કંપનીની ભારતમાં એક જ ફેકટરી છે જે નોએડમાં છે અને દુનિયાની સૌથી મોટી મોબાઈલ ફેકટરી છે, જેની ઉત્પાદન ક્ષમતા કરોડોની છે. પોતાની આ ફેક્ટરીને લઈને સેમસંગે એક કરોડ મોબાઈલ પ્રોડક્શનનો દાવો કરયી છે. ફેકટરીમાં Galaxy Note 10/ Note 10+,Galaxy S10/ S10e/ S10+,Galaxy M01,Galaxy M11,Galaxy M21,Galaxy M31,Galaxy M30s,Galaxy M30,Galaxy A21s,Galaxy A31,Galaxy A51,Galaxy A71,Galaxy A70s,Galaxy A50s,Galaxy A30s,Galaxy A20s,Galaxy A10s,Galaxy A80,Galaxy A50,Galaxy A2 Core જેવા ફોન તૈયાર થાય છે જ્યારે Galaxy Note 10 Lite,Galaxy S10 Lite,Galaxy S20/ 20+/ S20 Ultra,Galaxy Fold, Galaxy Z Flip બહારથી આવે છે.

Vivo

image source

વિવોના મોબાઈલ પ્રોડક્શનની ફેકટરી ગ્રેટર નોએડમાં છે જેમાં લગભગ 10 હજાર લોકો કામ કરે છે. વિવોની આ ફેક્ટરીની ઉત્પાદન ક્ષમતા લગભગ 3.4 કરોડ છે. ભારતમાં વેચાનારા વિવોના બધા જ ફોન મેડ ઇન ઇન્ડિયા છે જેમાં Y50,Y19,S1 Pro,V17,V19y91,Y11,U20,V17 Pro,U10,Z1x,S1,V15,V15 Pro,Y91i,Z1 Pro,iQOO 3,Y12 નો સમાવેશ થાય છે

Oppo

image source

ઓપ્પોની ફેકટરી પણ ગ્રેટર નોએડામાં જ છે જ્યાં Find X2,Reno 3 Pro,Reno 2,Reno 2F,Reno 2Z,Reno 10x Zoom,F15,F11,F11 Pro,A31 2020,A9 2020,A52,A5 2020,A12,A11K,K3 ફોન તૈયાર થાય છે.

Realme.

image source

રિયલમીના બધા જ ફોનનું પ્રોડક્શન ગ્રેટર નોએડામાં ઓપ્પોની ફેકટરીમાં જ થાય છે. અહીંયા X3,X3 SuperZoom,X50 Pro,X2 Pro,X2 Pro Master Edition,X2,X,X Master Edition,XT,6 Pro,6,5 Pro,5s,5,3 Pro,3,3i,Narzo 10,Narzo 10A,C3,C2 જેવા ફોનનું પ્રોડક્શન થાય છે.

Oneplus

image source

વનપ્લસની ભારતમાં ઓનપ્લસના નામે કોઈ ફેકટરી નથી. વનપ્લસના ફોનનું પ્રોડક્શન ઓપ્પોની ફેકટરીમાં જ થાય છે. વનપ્લસ 7 અને 8 સિરીઝના ફોન મેડ ઇન ઇન્ડિયા છે.

Apple

image source

એપલ ફેકટરી ભારતમાં તમિલનાડુ અને કર્ણાટકમાં છે જ્યાં iPhone XR,iPhone 7,iPhone 6s તૈયાર થાય છે જ્યારે iPhone SE 2020 નું પ્રોડકશન શરૂ થવાનું છે.iPhone 11/11 Pro/11 Pro Max,iPhone XS/XS Max,iPhone 8/8 Plus મેડ ઇન ઇન્ડિયા ફોન નથી.

Motorola.

image source

મોટોરોલના અમુક ફોનનું પ્રોડક્શન ભારતમાં થાય છે. કંપની તમિલનાડુમાં છે. ભારતમાં મોટોરોલાના Razr 2019,One Fusion+,One Vision, One Action,One Macro,G8 Power Lite,G8 Plus,E6s જેવા ફોનનું ઉત્પાદન થાય છે.

Nokia

image source

નોકિયાના ફોનનું વેંચાણ અને ઉત્પાદન એચએમડી ગ્લોબલ કરે છે. નોકિયાના Nokia 7.2,Nokia 7.1,Nokia 6.2,Nokia 5.3,Nokia 3.2,Nokia 2.3 મેડ ઇન ઇન્ડિયા છે જેમનું પ્રોડક્શન આંધ્રપ્રદેશમાં થયું છે.

Micromax અને Lava.

માઇક્રોમેક્સની ફેકટરી ઉત્તરાખંડમાં અને લાવાની ઉત્તરપ્રદેશમાં છે. માઇક્રોમેકસે છેલ્લા 12 મહિનાથી કોઈ નવો ફોન લોન્ચ નથી કર્યો. લાવાના ફોન ભારતમાં જ બને છે. ઇન્ટેક્સના ફોનનું પ્રોડક્શન બંધ થઈ ગયું છે.

Infinix, Tecno, Itel

image source

આ બધી જ બ્રાન્ડના ફોનનું પ્રોડક્શન નોએડા ફેકટરીમાં થાય છે જ્યાં Hot 9,Hot 9 Pro,Hot 8,Hot 7,Hot 7 Pro,S5 Pro,S5,S5 Lite,S4 જેવા ફોન તૈયાર થાય છે. આઇટેલ અને ટેક્નોના ફોન પણ ભારતમાં જ બને છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.