જાણો એકતા કપૂર વર્ષો પછી સ્મૃતિ ઇરાની વિશે બોલી

સ્મ્રીતિ ઇરાનીએ લગ્નના દિવસે પણ ‘ક્યોંકી સાસ ભી…’નું શૂટિંગ કરવુ પડ્યું હતું. એકતા કપૂરે સિરિયલને લઈને કર્યા કેટલાક ખુલાસા

ક્યું કી સાસ ભી કભી બહુથી સિરિયલને 20વર્ષનો સમય થઈ ગયો છે. આ સિરિયલે સમગ્ર ટેલિવિઝન જગતની કાયા પલટી નાખી હતી અને ટેલિવિઝન એન્ટરટેઇનમેન્ટને એ નવી જ દિશા આપી હતી. આજે પણ આ સિરિયલનું એક એક પાત્ર યાદગાર છે. તેમાં પણ સિરિયલનું મુખ્ય પાત્ર એટલે કે તુલસી કે જે જાણીતી અભિનેત્રી અને હાલના કેબીનેટ મિનિસ્ટર સ્મૃતિ ઇરાની દ્વારા ભજવવામાં આવ્યું હતું તેને તો લોકો જાણે પોતાના ઘરના સભ્ય જ ગણતા હતા.

IMAGE SOURCE

સિરિયલ શરૂ થયા બાદ જ્યારે જ્યારે પણ લોકો સ્મૃતિ ઇરાનીને જાહેર સ્થળે જોતા ત્યારે તેને સ્મૃતિ નહીં પણ તુલસીના નામે જ બોલાવતા ઘણા લાંબા સમય સુધી તો કોઈ સ્મૃતિનું સાચુ નામ પણ નહોતા જાણતા અને લોકોને તેમાં કોઈ રસ પણ નહોતો તેમને તો તેમના પ્રિય પાત્ર તુલસીમાં જ રસ હતો.

IMAGE SOURCE

સ્મૃતિ ઇરાની આજે દેશની એક જાણીતી રાજકીય હસ્તી બની ગઈ છે. પણ તેણીએ પોતાની કેરિયરની શરૂઆત એક અભિનેત્રી તરીકે કરી હતી. ક્યોંકી સાસ ભી કભી બહુથીની સફળતા પહેલાં તેણીએ સિરિયલ હમ હૈ, આતિશ, કલ આજ ઓર કલ, તેમજ કવિતામાં કામ કર્યું હતું. પણ ખરી ઓળખ તેમને તુલસીનું પાત્ર ભજવ્યા બાદ મળી બસ ત્યાર બાદ સ્મૃતિના ભાગ્યમાં સફળતા જ સફળતા લખી હતી.

જોકે આ મુકામ પર પહોંચવા માટે તેણીએ ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. તુલસીનું પાત્ર ભજવતા ભજવતા સ્મૃતિ દેશની ટોચની ટેલિવિઝન એક્ટ્રેસ બની ગયા હતા. સ્મૃતિએ એક ઇવેન્ટમાં પોતાના કામ બાબતેના કેટલાક અનુભવ પણ શેર કર્યા હતા અને તે વખતે એકતા કપૂર પણ ત્યાં હજાર હતા. એકતાએ આ ઇવેન્ટમાં સ્મૃતિના ખૂબ વખાણ કર્યા હતા.

IMAGE SOURCE

આ ઇવેન્ટમાં સ્મૃતિએ જણાવ્યું હતું કે તેણે બાળકને જન્મ આપ્યો તેના બે દિવસમાં જ તેણી શૂટિંગ પર હાજર થઈ ગઈ હતી. ચાલો તેમના જ શબ્દોમાં જાણીએ કે તેમણે શું કહ્યું, ‘મારી પ્રથમ ગર્ભાવસ્થા દરમિયાન હું ‘ક્યોંકી સાસ..’નું શૂટિંગ કરી રહી હતી, એક રાત્રે મને પીડા ઉપડી અને મને બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં લઈ જવામાં આવી. તે દિવસે પ્રોડક્શન હાઉસે શૂટિંગ માટે છ વાગ્યે ફોન કર્યો. મેં જણાવ્યું – મેં બાળકને જન્મ આપ્યો છે. તો પ્રોડક્શન હાઉસમાંથી જવાબ આવ્યો – બેબી ક્યાં સુધીમાં થઈ જશે ? ફરી પાછો પ્રોડક્શન હાઉસમાંથી ફોન આવ્યો ત્યારે મારા પતિએ જણાવી દીધું કે સ્મૃતિ 2-3 દિવસ શૂટિંગ પર નહીં આવી શકે, ત્યારે પ્રોડક્શન હાઉસે જણાવ્યું, સારું તો, અમારી પાસે 72 કલાકનો સમય છે.’

IMAGE SOURCE

સ્મૃતિએ હળવાશથી હસતા હસતા જણાવ્યું હતું, ‘મને ડિલિવરી બાદ તરત જ એકતા કપૂરે શૂટિંગ પર બોલાવી લીધી. આમ અમે શૂટિંગ દરમિયાન દરેક અશક્ય કામને શક્ય બનાવી દીધું.’

તો બીજી બાજુ એકતા કપૂર પણ સ્મૃતિના ખૂબ વખાણ કરતી જોવા મળી હતી. તેણીએ જણાવ્યું, ‘મેં સ્મૃતિને તેના લગ્નના દિવસે પણ શૂટિંગ પર બોલાવી હતી. અને ત્યાર બાદ ડિલિવરીના દિવસે તેમજ બાળકના જન્મના માત્ર બે દિવસ બાદ પણ તેણી શૂટિંગ પર આવી ગયા હતા.’

સિરિયલના ડીરેક્ટરે સ્મૃતિને કાસ્ટ કરવાની ના પાડી દીધી હતી

IMAGE SOURCE

આ સિવાય પણ કેટલીક અજાણી વાતો આ સિરિયલને લઈને આ ઇન્ટર્વ્યૂ દરમિયાન જાણવા મળી હતી. સ્મૃતિ ઇરાનીએ પોતાની આ વાત પોતાના સોશિયલ મિડિયા અકાઉન્ટ પર શેર કરી હતી. તેણીએ ક્યુંકી સાસ ભી…નો એક સિન શેર કર્યો હતો અને તેની સાથે એક લાંબી નોટ પણ લખી હતી. તેમણે લખ્યું, ’20 વર્ષ પહેલાં સુધા આંટી સાથે કદાચ મારા આ પહેલા કેટલાક સીનમાનો એક હતો. હું નર્વસ હોવાના કારણે મારી લાઈનો ખૂબ જ ઉતાવળે ઉતાવળે બોલી રહી હતી, કારણ કે તે દિવસે એકતા કપૂરને અમારા શોના ડીરેક્ટરે શૂટિંગ પર બોલાવ્યા હતા. ડીરેક્ટરનું કહેવું હતું કે આ શો એકદમ ફ્લોપ જશે કારણ કે આ છોકરીને તુલસીના રોલ માટે સાઇન કરવામાં આવી છે, તેમાં કંઈ દમ નથી. જ્યારે મને પૂછવામાં આવ્યું કે હું શા માટે મારી પૂર્ણ લાયકાતને નથી દેખાડી શકતી ત્યારે મેં એકતા કપૂરને કહ્યું, ‘શું હું મારી રીતે આ પાત્ર ભજવી શકું છું નહીં કે તેવી રીતે કે જે રીતે મને તેને ભજવવાનું કહેવામાં આવે છે ? મેં તેમને વચન આપ્યું કે જો હું એવું નહીં કરી શકી તો હું મારા કલીગની મદદ લઈશ.’’

 

View this post on Instagram

 

A post shared by Smriti Irani (@smritiiraniofficial) on

‘છેવટે એકતા માની ગઈ અને પછી જે થયું તે ટેલિવિઝનના ઇતિહાસમાં નોંધાઈ ગયું. આજે 4 જુલાઈના રોજ બહે દાયકા બાદ હું એકતા કપૂરનો આભાર માનું છું કે તેમણે મારામાં વિશ્વાસ બતાવ્યો. મોનિશા સિંહનો પણ આભાર માનું છું કે તેમણે મને કાસ્ટ કરવા માટે પહેલા રિજેક્ટ કરી, પણ પછી આખા શો દરમિયાન ખૂબ સપોર્ટ કર્યો, તેના માટે આભાર, મીહિરનુ પાત્ર ભજવનાર અમર ઉપાધ્યાયથી લઈને દાદા રોનિત રૉયનો પણ આભાર માનું છું.’

 

View this post on Instagram

 

A post shared by Fav Celeb Clips (@favclipsstillsofshows) on

તમને જણાવી દઈ કે સ્મૃતિ ઇરાનીએ મિસ ઇન્ડિયા 1998 બ્યૂટી પિજન્ટમાં પણ ભાગ લીધ હતો. ત્યાર બાદ તેમણે મીકા સિંહ સાથે સાવન મે લગ ગઈ આગ મ્યુઝિક આલ્બમમાં બોલિયા ગીત પણ કર્યું હતું. અને આજે તેણી ક્યાંય આગળ નીકળી ગઈ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.