ફેસબૂક, ઇન્સ્ટાગ્રામ, ટિકટોક જેવી આ સોશિયલ મિડિયા એપ્સને ડીલીટ કરવાનું ભારતીય સૈનિકોને ફરમાન
ભારત સરકારે સુરક્ષાના કારણોને ધ્યાનમાં રાખીને ચીનની 59 એપ્લીકેશનને દેશમાં બેન કરી છે. અને ભારતની જનતાએ સરકારના આ પગલાંને ખૂબજ હોંશે હોંશે વધાવી લીધું છે. આ પ્રતિબંધિત એપ્લિકેશનમાં ટિકટોક, યુસી બ્રાઉઝર,

હેલો ઉપરાંત શેર ઇટ જેવી એપ્લીકેશનો કે જે ભારતમાં ખૂબ જ પોપ્યુલર હતી તેનો પણ સમાવેશ થાય છે. આ પ્રતિબંધ પાછળ ભારત સરકારે કારણ આપ્યું હતું કે ચાઈનીઝ એપ્લીકેશન્સના સર્વર ભારતની બહાર આવેલા છે. અને તેના કારણે ભારતીય યુઝર્સનો ડેટા ચોરી થતો હતો આમ આ મોબાઈલ એપ્સ દેશની સુરક્ષા તેમજ એકતાને જોખમમાં મુકી રહી હતી માટે તેને પ્રતિબંધિત કરવામાં આવી છે.

પણ હાલ ભારતીય સૈન્યના સૈનિકો તેમજ અધિકારીઓ પર પણ 89 એપ્લિકેશનો નહીં વાપરવા એટલે કે બેન કરવાનું ફરમાન કરવામાં આવ્યું છે. સમાચાર એજન્સીઓ પાસેથી મળેલી માહિતી પ્રમાણે સ્માર્ટ ફોનની લગભગ 89 જેટલી એપ્લીકેશનને ડિલિટ કરવાનું કેહવામા આવ્યું છે. જેમાં સોશિયલ મિડિયા એપ્લીકેશનો જેવી કે ફેસબુક, ટિકટોક, ટ્રૂ કોલર તેમજ ઇન્સ્ટાગ્રામનો પણ સમાવેશ થાય છે. એક અહેવાલ પ્રમાણે સૈન્યને આ એપ્સ દ્વારા માહિતી લીક થવાનો ભય છે. માટે જ આ પગલું ભરવામાં આવ્યું છે.

સૈન્ય દ્વરા સૈનિકો તેમજ અધિકારીઓ પર નીચે જણાવેલી એપ્લીકેશનો વાપરવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છેઃ
વેબ બ્રાઉઝર – યુસી બ્રાઉઝર, યુસી બ્રાઉઝર મીની (આ એપ્લિકેશનને સરકારે સમગ્ર દેશમાં બેન કરી છે)
ગેમિંગ એપ્સ – મોબાઈલ લીજન્ડ્સ, પબજી, ક્લેશ ઓફ કિંગ્સ, નોનો લાઇ, ઓલ ટેન્સેન્ટ ગેમિંગ એપ્સ પર પણ સૈન્ય દ્વારા પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

ડેટીંગ એપ્લિકેશન્સ – ડેટીંગ એપ્લિકેશનમાં સૈન્યએ ટિંડર, કાઉચ સર્ફિંગ ટેનટેન, હેપ્પન, કોફી મીટ્સ બેજલ, આઈલ, એજાર, ટેજેડ, વૂ, ડુઅલી મેડલી, એલિટ સિંગલ્સ, હિંગ, બમ્બલી, ઓકે ક્યુપિડને પણ સૈન્ય દ્વારા બેન કરવામાં આવી છે.

મેસેજિંગ પ્લેટફોર્મવાળી એપ્લીકેશન્સ – ક્યુ ક્યુ, આઉ વો, નિમ્બૂઝ, હેલો, વીચેટ, શેર ચેટ, ક્યુ ઝોન, લાઇન, વાઇબર, સ્નો, શેર ઇટ, જાપ્યો. આઈએમઓ, હાઇક વિડિયો હોસ્ટિંગ, ટિકટોક, સમોસા, લાઇકી, ટૂ-ટોક, ઝેન્ડર, ક્વાલી, કન્ટેન્ટ શેરિંગ,

ઇ કોમર્સ એપ્લીકેશન્સ – એરિક ડેસ્ક, ચાઈના બ્રાન્ડ્સ, ક્લબ ફેક્ટ્રી, બેંગ ગુડ, અલી એક્સપ્રેસ, ગિયર બેસ્ટ, ડીએક્સ, ટીબીડ્રેસ, રોમવી મિનિન ધ બોક્સ, રોજગલ, મોડિલિટી, ડીએચએચ ગેટ, એરિક ડેસ્ક, ટાઇની ડીલ, લાઇટેન ધ બોક્સ, શીન
યુટિલિટી એપ્લીકેશન્સ – કેમ સ્કેનર, ટ્રુ કોલર, બ્યૂટી પ્લસ (કેમ સ્કેનર હાલ સમગ્ર દેશમાં પણ પ્રતિબંધિત છે)
વિડિયો અને લાઈવ સ્ટ્રીમિંગ એપ્લીકેશન્સ – ઝૂમ, વી મેટ, લાઇવ મી, વિગો વિડિયો, ફાસ્ટ ફિલ્મ્સ, અપ લાઈવ.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span