101 દિવસ હોસ્પિટલમાં સારવાર લઈને કોરોનાને હરાવનારા પહેલા એશિયન બન્યા ભરતસિંહ સોલંકી

લાંબી લડત બાદ આખરે કોંગ્રેસના દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકીએ કોરોના સામે જીત મેળવી છે. તેઓ લાંબા સમયથી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા. એક સમયે તેમને ઓળખવા પણ મુશ્કેલ થઈ ગયા હતા આખરે તેમને કોરોનાને મ્હાત આપી છે. ગુજરાત કોંગ્રેસના નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકીને કોરોના પોઝિટિવ આવતાં તેઓ 101 દિવસથી સારવારમાં હતા. 51 દિવસ વેન્ટિલેટર સહિત 101 દિવસ હોસ્પિટલમાં રહ્યા બાદ કોરોનાને હરાવીને ભારત જ નહીં, પરંતુ એશિયામાં સૌથી વધુ દિવસ હોસ્પિટલમાં સારવાર લીધા બાદ ડિસ્ચાર્જ કરવામાં આવી રહ્યા છે. તેમને 22મી જૂને વડોદરા હોસ્પિટલમાં દાખલ કરાયા હતા, જ્યાંથી વધુ સારવાર માટે અમદાવાદની સિમ્સ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. સિમ્સ હોસ્પિટલમાં જ સારવાર લીધી હતી. જોકે આજે તેમનો કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યો હતો અને તબિયતમાં પણ સુધારો થતાં તેમને ICUમાંથી જનરલ વોર્ડમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા.

ધીમે ધીમે વેન્ટિલેટર સપોર્ટ ઓછો કરવા તરફ પ્રયત્નો કર્યા

image source

લાંબી સારવાર બાદ ભરતસિંહની તબિયતમાં ધીમે ધીમે સુધારો આવવા લાગ્યો હતો. તેમને વેન્ટિલેટર (સી-પેપ )પર રાખ્યા હતા અને સ્થિતિમાં સુધારો થવા લાગ્યો હતો તેમજ ડોક્ટર્સે ધીમે ધીમે વેન્ટિલેટર સપોર્ટ ઓછો કરવા તરફ પ્રયત્નો કર્યા હતા. સેડેશન ઓછું કરતાં તેઓ શરીરનું હલનચલન પણ કરવા લાગ્યા હતા અને ધીમે ધીમે બીજા રિપોર્ટ પણ સામાન્ય આવવા લાગ્યા હતા. એક મહિના પહેલાં તેમનો કોરોના રિપોર્ટ પણ નેગેટિવ આવ્યો હતો.

રાજીવ સાતવ અને પરેશ ધાનાણી ધાનાણી પહોંચ્યા હોસ્પિટલ

image source

ગુજરાત કોંગ્રેસના પ્રભારી અને નેતા વિપક્ષ પરેશ ધાનાણી ભરતસિંહની ખબર કાઢવા હોસ્પિટલે પહોંચ્યા હતા. કોરોના સામે છેલ્લા 101 દિવસથી લડાઈ લડતા પૂર્વ સાંસદ અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા ભરતસિંહ સોલંકીએ કોરોનાને હરાવ્યો છે, ત્યારે સિમ્સ હોસ્પિટલમાં તેમના હાલચાલ પૂછવા માટે ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવ અને વિપક્ષ નેતા પરેશ ધાનાણી પહોંચ્યા હતા. તેમની સાથે અમિત ચાવડા પણ જોડાયા હતા.

સાજા થવામાં બે મહિનાનો સમય લાગ્યો

ભરતસિંહ સોલંકીને કોરોનાની સાથે બીજી બીમારીઓ પણ હોવાથી તેમને સાજા થવામાં બે મહિનાનો સમય લાગ્યો છે. માત્ર એટલું જ નહીં, સતત સારવારને કારણે તેમનું શરીર પણ નબળું પડી ગયું હતું અને તેમને ઓળખવા પણ મુશ્કેલ બની ગયા હતા. ત્યારે તેમની ફિઝિયોથેરપી સારવાર કરાઈ હતી. સોશિયલ મીડિયામાં સામે આવેલી તસવીરો બાદ ઘણા લોકો તેમને ઓળખી પણ ચક્યા નહોતા.

સિમ્સ હોસ્પિટલમાં ચાલતી હતી સારવાર

image source

22 જૂનના રોજ ભરતસિંહ સોલંકીનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેમને વડોદરાની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, પરંતુ તેમની તબિયત બગડતાં તેમને 30મી જૂનના રોજ અમદાવાદની સિમ્સ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. લાંબી લડત બાદ તેમની તબિયતમાં સુધારો આવ્યો હતો અને સિમ્સ હોસ્પિટલના ડોક્ટરોની મહેનત રંગ લાવી હતી.

22 જૂનેના રોજ તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો

image source

ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર ભરતસિંહ સોલંકીને 19 જૂને ચૂંટણી પૂર્ણ થયા બાદ 22 જૂને તરત જ કોરોના થયો હતો, જેથી તેઓ તાત્કાલિક સારવાર માટે વડોદરાની હોસ્પિટલમાં દાખલ થયા હતા, પરંતુ ત્યાં તેમની તબિયત બગડતાં તેમને અમદાવાદની સિમ્સ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span