ઘરની અમુક વસ્તુઓ જે લાગે છે સામાન્ય પણ એ લઇ શકે છે તમારા બાળકોનો જીવ…

થોડા સમય પહેલા જ એક સમાચાર આવ્યા હતા કે, નવ વર્ષનો એક બાળક ભૂલથી ટોયલેટ સાફ કરવાની દવા પી ગયું હતું, જેને કારણે તેને હોસ્પિટલમાં લઈ જવો પડ્યો હતો. જોકે બાળકનો જીવ તો બચી ગયો હતો, પણ શરીરમાં જતી તેની ખોરાકની નળી ડેમેજ થઈ ગઈ હતી. તબીબોએ લાખ પ્રયાસો કરીને તેનો જીવ બચાવ્યો હતો. આવી અનેક ચીજવસ્તુઓ જે આપણે ઉપયોગમાં લઈએ છીએ તે આપણને નુકશાન કરી શકે છે. આવી વસ્તુઓ દરેક ઘરમાં જોવા મળે છે, પણ તેને બાળકોની પહોંચથી દૂર રાખવી બહુ જ જરૂરી છે.

image source

ઘરોમાં ટોયલેટ વગેરેની સફાઈ માટે એસિડ કે ટોયલેટ ક્લીનરનો ઉપયોગ થાય છે. તબીબોની સલાહ માનીએ, તો આ વસ્તુઓને બાળકોથી દૂર રાખો. જો 10થી 15 મિનીટ સુધી પણ એસિડનો ધુમાડો બાળકના શ્વાસમાં જતો રહે, તો તેને જીંદગીભર શ્વાસની તકલીફો થઈ શકે છે. અસ્થમાનો રોગી એસિડના સંપર્કમાં આવવાથી તેને હાર્ટ એટેક થવાની પણ શક્યતા રહે છે. ફેફસામાં સૂજન, નાકમાં છાલા અને હોઠ અને નખ લીલા પડી જવાની આશંકા રહે છે.

image source

મચ્છરોને મારવાની દવા

મચ્છરોથી બચવા માટે હંમેશા લોકો મચ્છર મારવા કે ભગાવવા માટેના કેમિકલનો ઉપયોગ કરે છે. તેમાં ત્રણ ખતરનાક કેમિકલ ડી એથલીન, મેલફો ક્વીન અને ફોસ્ટીનનો ઉપયોગ કરાય છે. પાણીદાર મચ્છરમાર દવામાં ઉપયોગમાં લેવાતા ટ્રાન્સફલ્યુથરીન કેમિકલ ભૂલથી પી જવાય તો તેની સારવાર માટે અત્યાર સુધી કોઈ દવા શોધાઈ નથી.

Landmark Study Says Ban Organophosphates to save Children's health
image source

કીટકનાશક

ઘરોમાં આવી જતા કીટકનાશકની દવાઓ જેમ કે ઊંદર મારવાની દવા, નેપ્થાલીનની દવા, વંદા મારવાનો ચોક વગેરે બાળકો માટે બહુ જ ઘાતક સાબિત થઈ શકે છે. ઊંદર મારવાની દવામાં રહેતુ કેમિકલ આર્સેનિક એક ઘાતક ઝેર છે. તેને ખાવાથી 15 મિનીટની અંદર ઊલટીઓ થવા લાગે છે. શરીરની માંસપેશીઓ બળવા લાગે છે અને વ્યક્તિ બેહોશ થઈ જાય છે. તેની વધુ માત્રા તો બહુ જ જાનલેવા સાબિત થાય છે.

image source

ફિનાઈલ

ઘરમાં સાફસફાઈ માટે ફિનાઈલનો ઉપયોગ થાય છે. તેમાં અનેક એવા રસાયણો હોય છે, જે શરીરમાં એક ધીમા ઝેરની જેમ કામ કરે છે. ફિનાઈલમાં શક્તિશાળી ફિનોલ હોય છે. તેનું આંખ કે ત્વચામા જવાથી બળતરા થઈ શકે છે. ફિનાઈલના વાસ શ્વાસથી શરીરમા જવા પર નાક, ગળુ તથા ફેફસાની અંદરની લાઈનિંગ પણ બની શકે છે. તેનાથી હૃદય હુમલો કે વ્યક્તિ કોમામાં પણ જઈ શકે છે.

top 10 largest healthy pill ideas and get free shipping - l06d626c
image source

જૂની કે બેકાર પડેલી દવા, કેપ્સુલ કે સિરપ

ઘરમાં હંમેશા જૂની દવા મળી જાય છે. જો તે તમારા બાળકોને એમ જ મળી ગઈ, તો તેને મોઢામાં નાખતા વાર નથી લાગતા. પરંતુ અનેકવાર આ દવાઓનું બાળકના નાના આંતરડા પર ખરાબ અસર પડી શકે છે. તેથી બચેલી કે બેકાર દવાને સાવધાનીની સાથે એવી જગ્યા પર ફેંકો કે બાળકોના પહોંચમાં ન આવે.

સૂઈ, સિરિન્જ કે કાટ લાગેલી વસ્તુઓ અને ધારદાર વસ્તુઓ પણ બાળકોના પહોંચથી દૂર રાખો. કેમ કે તે પણ બાળકો માટે ઘાતક સાબિત થઈ શકે છે.
બીજા મિત્રો સાથે આ માહિતી શેર જરૂર કરજો, કેટલાય બાળકોનો જીવ બચી શકે છે..

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.