આ અભિનેત્રીની સૌથી વધુ નજીક રહેનાર વ્યક્તિ કોરોનાગ્રસ્ત

મહારાષ્ટ્રમાં કોરોનાના કેસ ખતરનાક સ્તર સુધી પહોંચી ગયો છે. તેવામાં હવે જ્યારે ટીવી સીરિયલોના શૂટિંગને મંજૂરી મળી છે ત્યારે જોખમ વધી રહ્યું છે. સૌથી પહેલા ટીવી સીરિયલ યે રિશ્તા ક્યા કહેલાતા હૈની મોહિના કુમારીનો કોરોના વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો ત્યારે હવે વધુ એક સિરીયલના સેટ સુધી કોરોના પહોંચ્યો છે.

image source

ટીવી સીરિયલના શૂટિંગ ફરીથી શરૂ થયા છે અને સેટ પર એક્ટર્સ બધા જ પ્રકારની સાવચેતી રાખીને શૂટિંગ કરી રહ્યા છે. તેમ છતાં કોરોનાની ચપેટમાં ટીવી સીરિયલના ક્રૂ મેમ્બર્સ આવી રહ્યા છે. જાણવા મળ્યાનુસાર થોડા સમય પહેલા જ જેનું શૂટિંગ શરુ થયું છે તેવા શો ભાભીજી ઘર પર હૈંના એક ક્રૂ મેમ્બરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ ક્રૂ મેમ્બરનો રિપોર્ટ પોઝિટિવ આવતાં સૌમ્યા ટંડનની ચિંતા વધી છે કારણ કે આ વ્યક્તિ સૌમ્યાનો હેર ડ્રેસર છે.

image source

સીરિયલમાં ગોરી મેમનો રોલ ભજવતી સૌમ્યા ટંડનના હેર ડ્રેસરને કોરોના હોવાનું સામે આવતાં તેને તાત્કાલિક ધોરણે સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો છે. આ સાથે જ સૌમ્યાએ શૂટિંગ પણ હવે અટકાવી દીધું છે. સૌમ્યાને હાલ સાવચેતીના ભાગરુપે શૂટિંગ પર ન આવવા કહ્યું છે. જો કે શોનું શૂટિંગ બંધ નથી અન્ય આર્ટિસ્ટ વધુ સાવચેતી સાથે શૂટિંગ કરી રહ્યા છે.

image source

આ પહેલાં એક મહાનાયક ડો.બીઆર આંબેડકર શોના એક એક્ટરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યારબાદ શોનું શૂટિંગ 3 દિવસ માટે અટકાવી દેવામાં આવ્યું હતું.

image source

આ સિવાય મેરે સાંઈ સીરિયલના શૂટિંગ દરમિયાન પણ કોરોના વાયરસનો પ્રથમ કેસ સામે આવ્યો હતો. અહીં એક ક્રૂ મેમ્બર અસ્વસ્થ હોવાની જાણકારી મળ્યા બાદ નિર્માતા નિતીન વૈદ્યએ કર્મચારીનો કોરોના ટેસ્ટ કરાવવો પડયો હતો. આ રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો. આ રિપોર્ટ આવ્યા બાદ સંપૂર્ણ ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીમાં ભૂકંપ આવ્યો હતો.

image source

અત્રે ઉલ્લેખનીય છે કે ટીવી સીરિયલોના શૂટિંગ શરુ થયા બાદ સાવધાની તો રાખવામાં આવી રહી છે પરંતુ તેમ છતાં સીરિયલના ક્રૂ મેમ્બર કોરોનાગ્રસ્ત થઈ રહ્યા છે તે ચિંતાની બાબત છે. જો કે હવે કપિલ શર્મા સહિતના શોનું પણ શૂટિંગ શરુ થયું છે અને ચર્ચાઓ છે કે ફિલ્મોના શૂટિંગ પણ શરુ થશે તેવામાં શક્યતાઓ વધી છે કે કોરોનાના કેસમાં વધારો થાય.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.