સોમનાથ મંદિરને લઇને આવ્યા મોટા સમાચાર, જાણો દર્શન કરતા પહેલા શું કરવુ પડશે હવે કામ

આ ઘટના સોમનાથ મહાદેવની છે. જ્યાં શ્રાવણ માસના બીજા જ દિવસે દર્શનાર્થીઓ દ્વારા અવ્યવસ્થા સર્જાઈ હોવાના સમાચાર મળી રહ્યા છે. આ ઘટના મુજબ શ્રાવણ માસના પ્રથમ દિવસે જ દર્શન બાબતે અવ્યવસ્થા સર્જાઈ હતી, પરિણામે પોલીસના જવાનો દ્વારા બળ પ્રયોગ કરવામાં આવ્યો હતો.

image source

ઉલ્લેખનીય છે કે આ ઘટનામાં કોઈ ભક્ત દ્વારા સુરક્ષા માટે ઉભા રખાયેલા પોલીસ જવાનને તમાચો મારવાના બનાવને કારણે અવ્યવસ્થા સર્જાતા પોલીસ ટીમ દ્વારા લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો. જો કે આ ઘટના બાદ મંદિરના ટ્રસ્ટીએ જણાવ્યું હતું કે, દર્શન માટે નવી પાસ સીસ્ટમ લાગુ કરવામાં આવશે, તેમ છતાં અવ્યવસ્થા સર્જાશે તો મંદિર બંધ કરવામાં આવશે.

શ્રાવણના પ્રથમ દિવસે ભક્તો અને પોલીસના જવાનો વચ્ચે ઘર્ષણ

image source

શ્રાવણ માસની શરુઆતમાં જ પ્રથમ દિવસે દ્વાદશ જ્યોતિર્લિંગમાંના પ્રથમ સોમનાથ મહાદેવ પરિસરમાં ભક્તો અને પોલીસ વચ્ચે ઘર્ષણના દ્રશ્યો જોવા મળ્યા હતા. આ ઘટનાને પગલે પોલીસ દ્વારા લાઠીચાર્જ કરવામાં આવતા ઘરા પ્રત્યાઘાત પડ્યા હતા. આ ઘટનાને લઈને ટ્રસ્ટ દ્વારા નવી પાસ સીસ્ટમ લાગુ કરવા અંગે નિર્ણય લેવામાં આવી રહ્યો છે. મીડિયા સાથેની વાતચિતમાં મંદિરના ટ્રસ્ટી પી કે લહેરીએ આ વાતને રદીઓ આપતા કહ્યું હતું કે જો આ પાસ વ્યવસ્થા લાગુ કરવા છતાં પણ મંદિરમાં કોરોના સુરક્ષાને લગતા નીતિ નિયમો ભક્તો દ્વારા જાળવવામાં નહિ આવે તો મજબૂરી વશ મંદિરને દર્શનાર્થીઓ માટે બંધ કરવું પડી શકે છે.

ભક્તો માટે નવી પાસ વ્યવસ્થા આ સાંજ સુધીમાં જાહેર કરાશે : ટ્રસ્ટી

image source

આજે સોમનાથ મંદિરમાં ઘટેલી ઘટનાને પગલે સોમનાથ મંદિરના ટ્રસ્ટી પી.કે. લહેરીએ જણાવ્યું હતું કે હવે ભક્તોને દર્શન કરવા માટે નવી પાસ વ્યવસ્થા શરુ કરવામાં આવશે. જો કે એમણે જણાવ્યું હતું કે આ પાસ સીસ્ટમ અંગેની માહિતી આજ સાંજ સુધીમાં આપી દેવામાં આવશે. આ ઉપરાંત દર્શન કરવા આવતા ભક્તોને પાસ ઓનલાઈન આપવા કે મંદિરના સંકુલમાંથી જ પાસની વ્યવસ્થા કરવી એ અંગેની સઘળી માહિતી પણ મંદિરના ટ્રસ્ટ દ્વારા સાંજ સુધીમાં જાહેર કરવામાં આવશે. જો કે મંદિર ટ્રસ્ટ એ બાબતનું પણ ખાસ ધ્યાન રાખશે કે ભગવાનના કોઈ પણ ભક્તને તકલીફ ન પડે.

સોમવતી અમાસના દિવસે દસ હજારથી વધુ ભક્તોએ દર્શન કર્યા

image source

આ ઘટના બન્યા પછી મંદિરના ટ્રસ્ટી પી.કે લહેરી એ જણાવ્યું હતું કે આ ઘટના ઘટવાનું કારણ હતું કે કોઈ ભક્તે આવેશમાં આવીને સુરક્ષા માટે ઉભેલા પોલીસ જવાનને લાફો મારી દીધો હતો. ઉશ્કેરાટમાં આવીને સુરક્ષા માટે ઉભેલા પોલીસ પર હાથ ઉપાડવાની પ્રતિક્રિયા રૂપે પોલીસે પણ બળનો પ્રયોગ કરવો પડ્યો હતો

image source

. જો કે કાલે સોમવતી અમાસના દિવસે દસ હજારથી વધુ ભક્તો સોમનાથ મહાદેવના દર્શન કરી ચુક્યા છે. આટલા ભક્તો આવવા છતાં કાલે કોઈ અવ્યવસ્થા સર્જાઈ ન હતી. આ દરમિયાન ટ્રસ્ટીએ વધુમાં જણાવ્યું હતું કે કોરોના વાયરસની સુરક્ષાને ધ્યાનમાં લઈને દર્શન માટે આવતા સમયે સંયમ રાખવો તેમજ મંદિરમાં અથવા પ્રવેશ દ્વાર પર સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું જરૂરી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span