શ્રાવણના સોમવારે સરળ શિવ પૂજા આ રીતે ઘરે કરો તમે પણ, અનેરુ છે મહત્વ

હિંદુ પંચાંગની વ્યવસ્થાના કારણે દર વર્ષે પશ્ચિમ અને દક્ષિણ ભારતમાં શ્રાવણ મહિનો 15 દિવસ મોડો શરૂ થાય છે

શ્રાવણ મહિનો આ વખતે સોમવારે શરૂ થશે અને સોમવારે જ સમાપ્ત થશે. 6 જુલાઈથી 3 ઓગસ્ટ સુધી ચાલતા શ્રાવણ મહિનામાં દર સોમવારે તમે પણ સરળ પદ્ધતિથી પૂજા-ઉપવાસ કરીને પૂરા લાભ મેળવી શકો છો. આમ તો આખા શ્રાવણ મહિના દરમિયાન દરરોજ શિવની પૂજા કરવી જોઈએ અને શિવલિંગને જળ ચઢાવવું જોઈએ,

image source

પરંતુ શ્રાવણના સોમવારે વિશેષ પૂજા-અર્ચના કરવામાં આવે છે. શ્રાવણનો સોમવાર વિશેષ બે કારણોસર ખાસ દિવસ છે. સૌ પ્રથમ, સોમવારનો દિવસ શિવજીનો હોય છે અને શ્રાવણ મહિનો શિવજીને વિશેષ પ્રિય હોય છે. આવી સ્થિતિમાં, શ્રાવણ મહિનામાં સોમવારનું મહત્વ વધી જાય છે.

ભગવાન શિવની શ્રાવણ સોમવારે વ્રત સાથે પૂજા કરવામાં આવે છે, પરંતુ માત્ર ભગવાન શિવની જ પૂજા ન કરવી જોઇએ પરંતુ માતા પાર્વતીની પણ પૂજા કરવી જોઈએ.

image source

તો જ પૂજા સંપૂર્ણ માનવામાં આવે છે. જો કે સંપૂર્ણ લાભ માટે શિવલિંગની પૂજા સાથે શિવ પરિવારની પૂજા કરવી ફરજિયાત છે. જો તમારે શ્રાવણ મહિના પછી પણ સોમવાર વ્રત ચાલુ રાખવું હોય તો તમારે આ ઉપવાસ શ્રાવણ મહિનાથી જ શરૂ કરવા જોઈએ. સોમવારના ઉપવાસની રીત તમામ ઉપવાસમાં સમાન હોય છે. શ્રાવણ સોમવારનો ઉપવાસ સૂર્યોદયથી શરૂ કરી ત્રીજા પ્રહર સુધી કરવામાં આવે છે. ઉપવાસ કરનારે દિવસમાં એકવાર ભોજન કરવું જોઈએ.

શ્રાવણ મહિનામાં શિવ ઉપાસનાની સૌથી સરળ રીત:

image source

– શ્રાવણ મહિનામાં સૂર્યોદય પહેલા સ્નાન કરો અને પૂજાની બધી તૈયારી કરી લો.

– પહેલા સૂર્યોદય સાથે સૂર્યદેવને જળ ચઢાવો અને ત્યારબાદ પૂજા-અર્ચના શરૂ કરો.

– પૂજા પહેલા ઘરને ગંગાજળના છંટકાવ દ્વારા શુદ્ધ કરો.

image source

– જો તમારે ઘરે શિવલિંગને જળ ચઢાવવું હોય તો માટીના શિવલિંગ બનાવો અને તેના પર જળ ચઢાવો. શિવલિંગને તમે શમી ઝાડના કુંડામાં રાખો અને ત્યાં જળ ચઢાવો. યાદ રાખો કે આ શિવલિંગ અંગૂઠાની ટોચની સમાન હોય.

– હવે ઘરના પૂજા મંદિરમાં શિવની તસ્વીરની સામે આસન લગાવી બેસો અને વ્રતનો સંકલ્પ લઈને પૂજા શરૂ કરો.

image source

– યાદ રાખો કે ભગવાન શિવની સાથે પાર્વતી દેવીની પણ આ સમયે પૂજા કરવી પડશે. પૂજા શરૂ કરતા પહેલા આ મંત્ર વાંચો, ‘मम क्षेमस्थैर्यविजयारोग्यैश्वर्याभिवृद्धयर्थं सोमव्रतं करिष्ये।’

– આ પછી, નીચે આપેલા મંત્ર દ્વારા ધ્યાન કરો.

‘ध्यायेन्नित्यंमहेशं रजतगिरिनिभं चारुचंद्रावतंसं रत्नाकल्पोज्ज्वलांग परशुमृगवराभीतिहस्तं प्रसन्नम्‌।पद्मासीनं समंतात्स्तुतममरगणैर्व्याघ्रकृत्तिं वसानं विश्वाद्यं विश्ववंद्यं निखिलभयहरं पंचवक्त्रं त्रिनेत्रम्‌॥ ॐ નો જાપ કરવો.

– ‘नमः शिवाय’ થી ભગવાન શિવજીની અને ‘ॐ शिवायै’ नमः’ થી માતા પાર્વતીજીના ષોડશોપચારની ઉપાસના કરો.

– હવે ભગવાનને ફૂલ, ધૂપ-અગરબત્તી અને નૈવેદ્ય સાથે ફળ અને પ્રસાદ અર્પણ કરો.

image source

– પૂજા કર્યા પછી આરતી કરો અને શિવ ચાલીસા વાંચો.

– શિવપૂજન પછી પ્રસાદનું વિતરણ જરૂર કરો.

image source

– આ પછી, ભોજન અથવા ફળાહાર લો.

શ્રાવણ મહિનાના સોમવારનું વ્રત કરવાથી ભગવાન શિવજી અને દેવી પાર્વતીજીની અનુકમ્પા આખા કુટુંબ પર રહે છે અને જીવનમાં સુખ અને સમૃદ્ધિનો વાસ થાય છે. ભગવાન શિવ બધી દુષ્ટતાનું હરણ કરી ભક્તોના દુ:ખોને દૂર કરે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.