2020 અંત સુધીમાં સોનાનો વધી શકે છે આટલો બધો ભાવ, જાણો આ વિશે વધુમાં તમે પણ!

દેશમાં એક તરફ કોરોના વાયરસની મહામારી હદ વટાવી રહી છે, બીજી બાજુ પેટ્રોલ – ડિઝલના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે, જેની અસર જીવનજરૂરિયાતની વસ્તુઓ પર પણ પડી રહી છે અને તેમાં પણ ઉમેરો થઈ રહ્યો છે સોનામાં આવેલી તેજીનો. સોનામાં ભારતની ગરીબ સ્ત્રીઓથી માંડીને શ્રીમંત સ્ત્રીઓ રૂપિયા રોકતી હોય. તેમનો ઉદ્દેશ આ રીતે બચત કરવાનો હોય છે. અને સોનું પૃથ્વી પરની અત્યંત કીંમતી ધાતુઓમાંની એક હોવાથી તેના ભાવમાં સતત વધારો જ જોવા મળ્યો છે. સોનું એક ગેરેંટીથી વળતર આપતી વસ્તુ છે. હાલ આંતરરાષ્ટ્રી બજારમાં સોનાનો ભાવ 1800 ડોલર ઉપર પહોંચી ગયો છે એટલે કે હાલ છેલ્લા આંઠ વર્ષની સર્વોચ્ચ સપાટીએ સોનું પહોંચી ગયું છે.

Image Source

અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં 10 ગ્રામ સોનાની કિંમતમાં 900 રૂપિયાનો ઉછાળો આવ્યો છે એટલે કે હાલ સોનાની કિંમત અમદાવાદમાં 51000 રૂપિયા સુધી પહોંચી ગઈ છે. તો વળી ચાંદીમાં પણ પ્રતિ કિલો ગ્રામ રૂપિયા 1000નો ઉછાળો જોવા મળ્યો છે. જેનીં કિંમત પ્રતિ કિલોગ્રામે 50,500 થઈ છે.

Image Source

સમગ્ર વિશ્વમાં કોરોનાની મહામારીનો હાલ સેકન્ડ વેવ ચાલી રહ્યો છે અને તેની શરૂઆતથી જ હેજફંડ્સ, ગોલ્ડ ઇટીએફમાં વૈશ્વિક રોકાણકારોનું ધ્યાન વધ્યું છે અને પરિણામસ્વરૂપે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું હાલ આંઠ વર્ષની સર્વોચ્ચ સપાટીએ એટલે કે 1800 ડોલર ક્રોસ કરી ગયું છે.

Image Source

બુલિયન નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે સોનું હાલ 1800 ડોલરને ઓળંગી ગયું છે અને 1830 થઈ ગયું છે ભવિષ્યમાં તે વધીને 1900 ડોલર સુધી પહોંચી શકે છે. જો સ્થાનીક બજારોની વાત કરવા જઈએ તો સોનામાં માત્ર છેલ્લા એક વર્ષમાં જ 50 ટકા જેટલી તેજી જોવા મળી છે. ગયા વર્ષે જુલાઈ મહિનામાં સોનાની કિંમત પ્રતિ 10 ગ્રામ 34000થી 35000ની હતી. જે હાલ માત્ર એક વર્ષમાં વધીને 51000 સુધી પહોંચી ગઈ છે. જો કે તેની એક માઠી અસર જ્વેલરી માર્કેટ પર પણ પડી છે કારણ કે સોનામાં મોંઘવારી વધવાથી તેની માંગમાં પણ ઘટાડો થયો છે. અને ગોલ્ડની જગ્યાએ હાલ એક્સ્ચેન્જ ટ્રેડર ફંડમાં રોકાણકારોનો રસ વધી રહ્યો છે.

Image Source

2020ના અંત સુધીમાં સોનું 55,000 રૂપિયે પહોંચવાનો અંદાજો નિષ્ણાતો જણાવે છે કે સોનામાં છેલ્લા ઘણા સમયથી સતત તેજી જોવા મળી રહી છે. તેમ છતાં રોકાણકારોની માંગમાં વધારે ફરક પડ્યો નથી અને તેના કારણે 2020ના અંત સુધીમાં સોનું 55000ની સપાટીએ પહોંચી જાય તો કોઈ જ આશ્ચર્ય નહીં રહે. આંતરરાષ્ટ્રિય માર્કેટમાં સોનું 2000ની સપાટીને પણ ઓળંગી શકે છે.

Image Source

સોનામાં આવેલી તેજી પાછળ સેફ બાઈંગ, તેમજ દેશમાં સોનાની કાયદેસર તેમજ ગેરકાયદેસર અસર હાલ બંધ થઈ ગઈ છે, માટે રોકાણકારોની માંગ સામે ટ્રડર્સની મજબૂત પક્કડ જણાઈ રહી છે. એવી પણ થોડા સમય પહેલા ધારણા કરવામાં આવી હતી કે તેજીમાં રિસાયકલ માટે મોટા પાયામાં સોનું આવશે પણ તે ધારણા ખોટી પડી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.