સોનાનો વાયદો થયો સસ્તો, ત્રણ દિવસમાં થયો અધધધ ઘટાડો, જાણી લો આજના નવા ભાવ

સોનાનો વાયદો થયો સસ્તો – ત્રણ દિવસમાં થયો અધધધ ઘટાડો – ચાંદીના ભાવમાં પણ ધરખમ ઘટાડો

સોના ચાંદિના ભાવમાં થોડા મહિનાઓ પહેલાં સડસડાટ વધારો જોવા મળ્યો હતો અને હવે તે જ ઝડપે તેના ભાવમાં ઘટાડો પણ જોવા મળી રહ્યો છે. વૈશ્વક સ્તરે ભારતમાં સોના ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. આપણે જો એમસીએક્સ પર જોવા જઈએ તો સોનાનો વાયદો 0.15 ટકા ઘટ્યો છે. અને પ્રતિ 10 ગ્રામ સોનાનો ભાવ 50,425 રૂપિયા થયો છે, બીજી બાજુ ચાંદીમાં પણ નોંધનીય ઘટાડો જોવા મળ્યો છે ચાંદીનો ભાવ પ્રતિ કિલોગ્રામ 62,832 થઈ ગયો છે.

image source

છેલ્લા 3 દિવસમાં સોનાની કીંમતમાં બીજી વખતે ભારે ઘટાડો નોંધાયો છે. છેલ્લા સત્રમાં સોનાની કિંમત પ્રતિ 10 ગ્રામ 700 રૂપિયા ઘટી હતી એટલે કે તેમાં 1.4 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. અને ચાંદીમાં પણ દર પ્રતિ કિલોગ્રામે 2 હજાર રૂપિયા એટલે કે 3.3 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. ગઈકાલે સોનાની કિંમતમાં ધરખમ ઘટાડો નોંધાયો હતો. પ્રતિ 10 ગ્રામ સોનાના ભાવમાં 2500 રૂપિયાનો ઘટાડો થયો હતો.

વૈશ્વિક સ્તરે સોના-ચાંદીનો ભાવ આટલો રહ્યો.

image source

આ બધી જ અસ્થિરતા હાલ વિશ્વમાં જે કોરોનાની મહામારી ચાલી રહી છે તેના પરિણામસ્વરૂપ છે. કારણ કે હજુ સુધી કોઈ રસી શોધાઈ નથી અને બીજી બાજુ તેનું સંક્રમણ વધુ અને વધુ ફેલરાઈ રહ્યું છે. કેટલાક દેશોમાં તો ફરીથી લોકડાઉન પણ જાહેર કરવામા આવ્યું છે. વિશ્વ સ્તરે સોનુ 0.2 ટકા વધીને 1879.31 ડોલર પ્રતિ ઓંસ થઈ ગઈ છે. ચાંદી પણ 0.2 ટકા વધી છે અને તેની કિંમત 24.26 ડોલર રહી હતી જ્યારે પ્લેટિનમ 0.1 ટકા ઘટીને 881.98 ડોલર રહ્યું હતું. અમેરિકન ડોલરમાં આવેલી નબળાઈએ સોનાને ટેકો આપ્યો હતો. બીજી બાજુ ડોલર સૂચકાંક 0.11 ટકા નીચે આવ્યો હતો. અને તેના જ કારણે અન્ય મુદ્રાઓના ધારકો માટે સોના જેવી કીંમતી ધાતુ સસ્તી થઈ હતી.

દીવાળીના તહેવારોમાં સરકાર સોનું સસ્તુ કરી રહી છે

image source

ભારતમાં દીવાળીના તહેવારમાં અને ખાસ કરીને ધનતેરસના અવસર પર સોનાની ખરીદીને લોકો શુભ માનતા હોય છે. જેને ધ્યાનમાં લઈને 9 નવેમ્બરથી સોવરેન ગોલ્ડ બોન્ડ સ્કીમની આઠમી સીરીઝ સબસ્ક્રિપ્શન માટે ઉપલબ્ધ કરાવી છે. લોકો સરકારના આ બોન્ડમાં 13મી નવેમ્બર સુધી રોકાણ કરી શકે છે. તમને જણાવી દઈએ કે ગોલ્ડ બોન્ડ માટે સરકારે સોનાની કિંમત પ્રતિ ગ્રામ 5177 નક્કી કરી છે. જે લોકો ગોલ્ડ બોન્ડની ખરીદી ઓનલાઈન કરે છે તેમને સરકાર તરફથી પ્રતિ ગ્રામ સોના પર 50 રૂપિયાની છૂટ આપવામા આવે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.