સોનાની ખાણ હતું આ શહેર એક સમયે અને આજે…

આજે ભલે ન્યુયોર્ક અને લંડન વિશ્વના સૌથી પૈસાદાર શહેરોમાં મોખરાનું સ્થાન ધરાવતા હોય પણ એક સમય એવો હતો જ્યારે દક્ષિણ આફ્રિકાનું એક શહેર વિશ્વનું સૌથી પૈસાદાર શહેર ગણાતું. આ શહેરનું નામ છે જોહનસબર્ગ જે દક્ષિણ આફ્રિકાનું સૌથી મોટું અને સૌથી વધુ વસ્તી ધરાવતું શહેર પણ છે.

image source

હીરા અને સોનાની ખાણ માટે પ્રસિદ્ધ જોહનસબર્ગ પહેલાના સમયમાં ” સીટી ઓફ ગોલ્ડ ” ના નામથી એટલે કે સોનાનું ઉત્પાદન કરનાર શહેર તરીકે ઓળખાતું. તેનું કારણ એ હતું કે લગભગ 150 વર્ષ પહેલાં અહીંની ખાણોમાંથી વિશ્વનું 80 ટકા સોનું નીકળતું હતું પરંતુ હવે આ શહેરને વિશ્વના સૌથી ખતરનાક શહેરો પૈકી એક ગણવામાં આવે છે. એવું પણ કહેવાય છે કે હવે આ શહેર ગુન્હેગરોનો અડ્ડો બની ગયું છે.

જોહનસબર્ગ વિશે એવું પણ કહેવાય છે કે વર્ષ 1886 માં એક અંગ્રેજે અહીં સોનાની ખાણ શોધી કાઢી હતી. જ્યારે વિશ્વમાં આ વાત જાહેર થઈ તો બીજા દેશોમાંથી લોકો અહીં આવીને રહેવા લાગ્યા અને સોનાની ખાણોમાં પોતાના નસીબ અજમાવવા લાગ્યા. એ સમયે સોનાની ખાણોને કારણે આ શહેર ખૂબ પૈસાદાર બની ગયું હતું. આ શહેરની અન્ય વિગતો પણ જોઈએ.

image source

જોહનસબર્ગમાં હાલ ” ગોલ્ડ રીફ સીટી ” મનોરંજન માટેનું સૌથી મોટું કેન્દ્ર બની ગયું છે. જે જોહનસબર્ગના સેન્ટ્રલ બિઝનેસ ડિસ્ટ્રિક્ટમાં સોનાની ખાણ પાસે આવેલું છે. અસલમાં અહીં એક પાર્ક એટલે કે બગીચો છે જ્યાં કામ કરનારા કર્મચારી 1880 ઇસવી. ના સમયના કપડાં પહેરી ફરતા નજરે પડે છે. વળી, અહીંની ઇમારતોને પણ એ સમયની ઇમારતોની ઢબ અનુસાર તૈયાર કરવામાં આવી છે. અહીં મોટી સંખ્યામાં પર્યટકો આવે છે અને તેઓ ખાણમાંથી ધાતુ કાઢવાની અને સોનુ બનાવવાની પ્રક્રિયા જોવે અને સમજે પણ છે.

image source

જોહનસબર્ગનું સૌથી મોટું મ્યુઝિયમ છે હેકટર પીટરસન મ્યુઝિયમ જે ઔરલેંડો વેસ્ટમાં સ્થિત છે. ભૂતકાળમાં અહીં હેકટર પીટરસન નામના એક બાળકની હત્યા કરી દેવામાં આવી હતી અને બાદમાં તે બાળકની યાદમાં આ મ્યુઝિયમનું નામ હેકટર પીટરસન રાખવામાં આવ્યું હતું. આ મ્યુઝિયમને 16 જૂન 2002 માં સામાન્ય માણસો માટે ખુલ્લું મુકવામાં આવ્યું હતું.

image source

જોહનસબર્ગના સૌથી મોટા પ્રાણી સંગ્રહાલયમાં વિવિધ પ્રકારના લગભગ 3000 જેટલા જાનવરોની પ્રજાતિ છે. આ પ્રાણી સંગ્રહાલય વિશ્વના એવા ખાસ સ્થાનો પૈકી એક છે જ્યાં સફેદ સિંહ ઉપલબ્ધ છે. એ સિવાય અહીં સાઇબેરીયન વાઘ પણ છે.

image source

ઉપરાંત જોહનસબર્ગનું ” ધ સાઉથ આફ્રિકન મ્યુઝિયમ ઓફ રોક આર્ટ ” એ મ્યુઝિયમો પૈકી એક છે જ્યાં પથ્થરની નકશીકામ કરેલી વસ્તુઓનો સંગ્રહ કરવામાં આવ્યો છે. યેલ રોડ પર આવેલા આ મ્યુઝિયમના સંગ્રહ વિશે એવું મનાય છે કે અહીં અમુક ચીજ વસ્તુઓ છેક આદિમાનવ સમયની છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.