ઉનાળાની ગરમીથી બચવા આ સમર સ્પેશિયલ બ્લાઉઝનો કરો યુઝ, ફેશનેબલ પણ લાગશો

દરેક છોકરી કે સ્ત્રીને સાડી પહેરવી ગમે છે.કારણ કે મહિલાઓ માટે સાડી નિયમિત ડ્રેસ અપ હોય છે,ત્યારે છોકરીઓ તેમની સુંદરતા અને શૈલી વધારવા માટે ઘણીવાર પ્રસંગોમાં સાડી પહેરવાનું પસંદ કરે છે.સાડી સાથે પહેરેલા વિવિધ ડિઝાઇનના બ્લાઉઝ તેની સુંદરતાને શણગારે છે.આ સિવાય બોલીવુડ અભિનેત્રી અને ફેશન ઇન્ડસ્ટ્રીની સાડી પહેરવાની વિવિધ શૈલીઓ પણ મહિલાઓને સાડી અને ડિઝાઇનર બ્લાઉઝ તરફ આકર્ષિત કરે છે.તો આજે અમે તમને ઉનાળા માટે ખાસ ડિઝાઇનર બ્લાઉઝ બનાવવા માટેની ટીપ્સ આપી રહ્યા છીએ.

image source

આ સમયે ઉનાળાની ઋતુ ચાલી રહી છે,જેના કારણે લોકોના કપડામાં ઘણો બદલાવ આવે છે ઉનાળાની ઋતુમાં,મોટાભાગના લોકો એવા કપડા પસંદ કરે છે જે તેમને પોતાને તાપથી રાહત આપવા અને સ્ટાઇલિશ લુક બતાવવામાં મદદ કરે છે.આ સીઝનમાં,મહિલાઓને સાડી અથવા લહેંગા સાથે બ્લાઉઝ કેવી રીતે પહેરવું તે એક મોટી સમસ્યા બની જાય છે જેથી તેમને ગરમી પણ ન લાગે અને આ ઉનાળામાં તેઓ આકર્ષક પણ લાગે છે.

ઉનાળા માટે ડિઝાઇનર બ્લાઉઝ ટીપ્સ

image source

તો આજના લેખમાં,અમે તમને કેટલાક બેકલેસ બ્લાઉઝ વિશે માહિતી આપી રહ્યા છીએ.જેનો ટ્રેન્ડ હંમેશા એવરગ્રીન રહ્યો છે અને તે તમને સ્ટાઇલિશ લુક આપવામાં મદદ કરે છે ઉનાળાની ઋતુમાં તમારી જાતને સ્ટાઇલિશ લુક આપવા માટે તમે પારદર્શક બેક નેક બ્લાઉઝ પસંદ કરી શકો છો.
તેને વધુ સ્ટાઇલિશ બનાવવા માટે,તમે પારદર્શક બ્લાઉઝમાં પાછળ વચ્ચેના ભાગમાં બટન અથવા જીપ મૂકી શકો છો સ્ટાઇલિશ બ્લાઉઝમાં બેક ડિઝાઈન બ્લાઉઝ હોય છે જેમાં રાઉન્ડ શેપ હોય છે આ રાઉન્ડ શેપ બ્લાઉઝને લટકણ સાથે પણ ફીટ કરી શકાય છે તેથી સ્ટાઇલિશ દેખાઈ શકે છે.
તમે ઉનાળામાં યુ શેપ બ્લાઉસ બનાવીને તેમાં નીચે સ્ટ્રિપ્સ મૂકી શકો છો.આથી તમને ગરમીથી રાહત મળશે અને તમે ઘણા આકર્ષક પણ દેખાશો.જો તમે બેકલેસ બ્લાઉસ નથી પેરવા માંગતા તો તમે ડીપ ડિઝાઇન બનાવીને બ્લાઉસનો ઉપયોગ કરી શકો છો.

image source

તમે ડીપ ડિઝાઈન બ્લાઉઝ સરળતાથી લેહેંગા સાથે ચોલીની જેમ પહેરી શકો છો .તે માટે ક્રોપ ટોપ સાથે નોટેડ સ્ટાઇલનો ઉપયોગ પણ કરી શકો છો.આથી તમે ગરમીથી પણ બચશો અને તમારી યોગ્યતા મુજબ તમારી પસંદગીના કપડાં પણ પેહરી શકશો.

જો તમે શારીરિક રીતે નબળા અથવા પાતળા છો,તો આવી સ્થિતિમાં, તમે તમારી સાડી સાથે પેન્ડલ અને હેવી એમ્બ્રોઇડરી ડિઝાઇનર બ્લાઉઝ સાથે ખૂબ જ આકર્ષક લુક આપશો.

image source

જો તમે પાતળા અને ઊંચા છો અને કોઈ ઓફિસ અથવા કોલેજ ફંકશનમાં સાડી પહેરવાની ઇચ્છા ધરાવતા હો, તો પછી શિફોન,નેટ અથવા જ્યોર્જેટ સાડી સાથે હોલ્ટર નેક બ્લાઉઝ પહેરવાથી તમને એક અલગ સ્ટાઇલ દેખાશે.

image source

જો તમે તમારા કુટુંબના લગ્ન અથવા ફંક્શનમાં જઇ રહ્યા છો,તો હેવી રેશમની સાડી સાથે કોલર નેક અથવા હાઇ નેક ડિઝાઈનર બ્લાઉઝ પહેરો.અને આની સાથે,ભારે ઇયરિંગ્સ તમારા પરફેક્ટ લુકને પૂરક બનાવશે.

ઉનાળામાં કોટનની સાડીઓ મહિલાઓને ખૂબ જ સારો લુક આપે છે. કોટનની સાડી સાથે બ્રોકેડ અથવા કોલર ડિઝાઈનર બ્લાઉસને 2-3 લેરવાળી મોતિયોંની માળા સાથે જોડો.

image source

જો તમે કોઈ ભારે સાડી પહેરવાના છો,તો તેની સાથે આખી સ્લીવ અથવા કટ સ્લીવવાળું ગોલ્ડન બોર્ડરવાળું બ્લાઉસ ખૂબ જ આકર્ષક લાગશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.