સાવ ઓછી કિંમતમાં Xiaomi એ લોન્ચ કર્યું અવાજ પર ચાલતું Mi Smart Speaker, જાણો શું છે ખાસિયતો

Xiaomi એ લોન્ચ કર્યું અવાજ પર ચાલતું Mi Smart Speaker – જાણો શું છે તેની કીંમત

હાલ તો ભારત અને ચીનના સંબંધો ડામાડોળ બની ગયા છે. અને ચીન દ્વારા ભારતમાં ચાલતી ઘણી બધી મોબાઈલ એપ્લીકેશનો પર કેન્દ્ર સરકાર દ્વારા પ્રતિબંધ પણ મુકવામાં આવ્યો છે. આ બધા વચ્ચે તાજેતરમાં જ ચીનની જાણીતી કંપની શાઓમીએ બે નવા ગેજેટ્સ બહાર પાડ્યા છે. સ્માર્ટ સ્પીકર અને સ્માર્ટ એલીડી બલ્બ. જે તમારી ઘણી બધી મુશ્કેલીઓને વ્યાજબી ભાવે સરળ બનાવી શકે છે.

image source

ચીનની દિગ્ગજ કંપની શાઓમીએ મંગળવારે સ્માર્ટર લીવીંગ 2020 ઇવેન્ટનું આયોજન કર્યુ હતું. કેટલીએ અન્ય પ્રોડક્ટ્સની સાથે સાથે કંપનીએ Mi Smart Speaker અને MI Smart Led Bulb લોન્ચ કર્યા. મી સ્માર્ટ સ્પીકર ગૂગલ આસિસ્ટન્ટ સપોર્ટ કરે છે. ભારતમાં આ પ્રોડક્ટનો મુકાલબલો ગૂગલ નેસ્ટ અને એમેઝોન ઇકો જેવા સ્માર્ટ સ્પીકર સાથે છે.

શું છે તેની કિંમત

image source

કંપનીએ નવા સ્માર્ટ સ્પીકરની કીંમત 3999 રાખી છે, જો કે ઓફર હેઠળ હાલ તમે આ સ્પીકર 3499માં ખરીદી શકો છો. મી સ્માર્ટ એલઇડી બલ્બની વાત કરીએ તો તે શાઓમીનો સૌથી સસ્તો એલઈડી બલ્બ છે, જેની કીંમત 499 રૂપિયા રાખવામાં આવી છે. એવો દાવો કરવામા આવે છે કે આ બલ્બ આરામથી 13 વર્ષ સુધી ચાલી શકે છે.

મી સ્માર્ટ સ્પીકરની ખાસિયતો

image source

સૌથી પહેલાં ડિઝાઈનની વાત કરીએ. તેની ડીઝાઈન રાઉંડ શેપની છે,જેમાં 10531 સાઉન્ડ હોલ્સ આપવામા આવ્યા છે. તેમાં 63.5એમએમ સાઉન્ડ ડ્રાઈવર અને 12 વૉટ સ્પીકર મળે છે. કંપનીનું કહેવું છે કે મી સ્માર્ટ સ્પીકર્સમાં 360 ડિગ્રી રિચ સરાઉન્ડ સાઉન્ડનો એક્સપીરિયન્સ મળશે. સ્પીકરને ગૂગલ હોમ એપ દ્વારા કંટ્રોલ કરી શકાય છે. તેના દ્વારા તમે લાઇટ્સ અને સિક્યોરિટી કૈમરા જેવા કનેક્ટેડ ડિવાઇઝ કંટ્રોલ કરી શકશો. તે તમારા વોઇસ કમાન્ડ પર પણ કામ કરશે. તે હિંદી અને ઇંગ્લીશ બન્ને ભાષાઓને સપોર્ટ કરે છે.

મી સ્માર્ટ એલઈડી બલ્બની ખાસીયત જાણીએ

Mi Smart LED bulb
image source

આ સ્માર્ટ બલ્બ મી હોમ એપ દ્વારા કંટ્રોલ કરી શકાય છે. તે એમેઝોન એલેક્સા અને ગૂગલ આસિસ્ટન્ટને પણ સપોર્ટ કરે છે, સાથે સાથે અવાજ દ્વારા પણ તમે તેને કંટ્રોલ કરી શકો છો. બલ્બ 7.5W વીજળીનો વપરાશ કરે છે.

image source

ઇલેક્ટ્રોનિક્સ ઉપકણોમાં ઉત્તરોત્તર નવી-નવી શોધો થતી રહે છે અને તેનો લાભ તેના વપરાશ કરતાને મળતો રહે છે. આજ કાલ બ્લૂ ટૂથ સ્પીકરનું ઘર-ઘરમાં ખૂબ ચલણ વધ્યું છે. લોકો આ બ્લૂ ટૂથ દ્વારા મનોરંજન લઈ રહ્યા છે. તો વળી એલેક્સા જેવા બ્લૂ ટૂથ સ્પીકરની મદદથી લોકો મનોરંજનની સાથેસાથે નોલેજ પણ મેળવી રહ્યા છે. તો વળી સ્માર્ટ લાઇટ્સ તેમજ ફેન્સને ઘરમાં ઇન્સ્ટોલ કરીને લોકો તેને ઉભા થઈને સ્વીચ ઓફ કે ઓન કરવાની જવાબદારીમાંથી પણ મુક્ત થઈ રહ્યા છે લોકો પોતાના મોબાઈલ પર આંગળીના ટેરવે જ આ બધી સગવડ મેળવી રહ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span