દીકરાને પડાવવો હતો સ્પાઈડરમેન જેવો ફોટો અને પછી પપ્પાએ કર્યો જુગાડ…

સામાન્ય પણે ક્યારેક TV માં સ્પાઇડરમેન ફિલ્મનો કોઈપણ ભાગ આવતો હોય અને જો તેમાં ઘરનું બાળક સ્પાઇડરમેનને જોઈ લે એટલે સૌથી પહેલા તો તેના જેવા કપડાં લેવાની જ જીદ પકડે. આવા જ એક બાળકની તસ્વીર હાલ સોશ્યલ મીડિયામાં વાયરલ થઇ રહી છે. જો કે આ બાળકની સ્ટોરી સામાન્યથી થોડી અલગ અને રોચક પણ છે. જે બાળકની તસ્વીર વાયરલ થઇ છે તેનું નામ ઈલોય છે. ઈલોયને સ્પાઈડરમેનની ફિલ્મો જોવી ખુબ ગમે છે અને તે મનોમન પોતાને પણ સ્પાઇડરમેન જ સમજવા લાગ્યો હતો. ઈલોયએ તેના પિતા જેરેમીને સ્પાઇડરમેન જેવો જ ડ્રેસ લાવી દેવાની વાત કહી.

image source

હવે દીકરાએ જીદ કરી એટલે પિતા પુરી કરવાના જ. જેરેમીએ પણ દીકરા ઈલોય માટે બજારમાંથી સ્પેશ્યલ ઇફેક્ટ ધરાવતી સ્પાઇડરમેન ડ્રેસ લાવી દિધો. ત્યારબાદ ઈલોયએ વધુ એક જીદ પકડી કે તે આ ડ્રેસ પહેરી સ્પાઇડરમેનની જેમ દીવાલ પર ચડવા પણ ઈચ્છે છે અને તેના જેવા જ પોઝમાં ફોટો પણ પડાવવા ઈચ્છે છે.

image source

હવે ફિલ્મોમાં દર્શાવાયેલા દ્રશ્યો ઘરે થોડા જ કરી શકાય. તેમાંય વળી સ્પાઇડરમેન દીવાલ પર ચાલતો હોય એવા દ્રશ્યો કેવી રીતે કરી શકીએ. ઈલોયની આ જીદ પુરી ન થઇ શકે તેવી હતી અને તેના પિતા જેરેમીએ પણ તેને સમજાવ્યો કે ફિલ્મોમાં દેખાતા દ્રશ્યો કોમ્પ્યુટર અને સ્પશ્યલ ઇફેક્ટના કારણે હોય છે વાસ્તવમાં તે શક્ય નથી. પરંતુ ઈલોય એકનો બે ન થયો અને એક જ જીદ પકડીને બેસી ગયો.

અંતે જેરેમીને દીકરા ઈલોયની આ જીદને માનવા સિવાય કોઈ રસ્તો ન દેખ્યો. અને તેણે ઈલોયને પકડી દીવાલ પર ચલાવ્યો અને અનેક રીતે તેનું મનોરંજન કર્યું અને અલગ અલગ જગ્યાએથી તેના ફોટા પણ પાડ્યા પરંતુ ઈલોય માટે તેનાથી સંતોષ ન થયો.

આખરે ઈલોયના પિતા જેરેમીએ દીકરાની જીદ પુરી કરવા એક યુક્તિ અજમાવી. તેણે ઈલોયના ખાસ એન્ગલથી ફોટા પાડ્યા અને ફોટોશોપની મદદથી તેને એવી રીતે ગોઠવ્યા કે જોનારાને એમ જ લાગે કે જાણે ઈલોય પોતે સ્પાઇડરમેનની જેમ દીવાલ પર ચાલી રહ્યો છે. આ તસવીરો જોઈને ઈલોયને પણ સંતોષ થયો.

image source

લયની આ તસવીરો સોશ્યલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહી છે અને તેમાં અત્યાર સુધીમાં લગભગ સાત લાખથી વધુ લાઈકસ પણ મળી ગઈ છે જયારે એક લાખથી વધુ યુઝરોએ તેને શેયર પણ કર્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.