Sponge cake…. સ્પંજ કેક – ઘરમાંથી જ મળી રહે તે વસ્તુ માંથી કેક બનાવી છે

Sponge cake…. સ્પંજ કેક

કેમ છો !!!

મારા ઘણા ખરા દોસ્તો મને પૂછ્યું છે કે Sponge cake…. સ્પંજ કેક કેમ બનાવાય.. તો અમને ઘરમાંથી જ મળી રહે તે વસ્તુ માંથી કેક બનાવી છે તો તે અમને જણાવજો તો આજે ને એકદમ સિમ્પલ રીત મૂકી છે આ બધી સામગ્રી easy અવેલેબલ આપણા ઘરે હોય જ છે અને જેની ઘરે ઓવન કે માઇક્રોવેવ નથી કુકરમાં આજ મેથડથી બનાવશે તો આવું જ રિઝલ્ટ મળશે ટ્રાય જરૂરથી કરજો અને ટ્રાય કર્યા બાદ મને જરૂરથી જણાવજો ..

તો આજે આપણે બનાવીશું બાળકોની મનપસંદ “choclate કેક” આને આપણે ચોકલેટ ફ્લેવરમાં બનાવીશું જે ટેસ્ટમાં ખુબ જ સરસ લાગે છે અને આને હું તમને સ્ટેપ બાય સ્ટેપ એકદમ સરળ રીતે બનાવતા શીખવાડીશ જેથી તમારી પણ કેક એકદમ સરસ અને પરફેક્ટ બને, તો ચાલો આને કેવી રીતે બનાવવી એ જોઈ લઈએ.

સામગ્રી :

  • – ૧/૪કપ રિફાઈન્ડ તેલ
  • – ૧/૨કપ પાઉડર ખાંડ
  • – ૧/૨કપ ફ્રેશ દહીં અથવા છાશ
  • – ૧ચમચી વેનીલા એસેન્સ
  • – ૧કપ મેંદો
  • – ૧ચમચી બેકિંગ પાવડર
  • – અડધી ચમચી બેકિંગ સોડા
  • – ૨ ચમચી દૂધ

બનાવવાની રીત:

1… – પ્રથમ એક બાઉલમાં તેલ, બુરૂ ખાંડ, તાજુ દહી ,વેનિલા એસેન્સ, ઉમેરી બીટર ની મદદથી એકદમ સ્મૂથ બેટર બનાવી લેવું એકદમ ક્રીમ જેવું હવે તેની અંદર મેંદો બેકિંગ સોડા બેકિંગ પાવડર ત્રણ વસ્તુઓ એકસાથે બેથી ત્રણ વખત ચાળીને ક્રીમવાળા બાઉલમાં ઉમેરી દો બાઉલ માં ઉમેરી દેવો હવે કટ એન્ડ ફોલ્ડ કરીને મિક્સ કરી લેવું હવે તેની અંદર દૂધ ઉમેરી કેકનો મિશ્રણ તૈયાર કરી લ્યો

2… – હવે આ મિશ્રણને ગ્રીસ કરેલા વાસણમાં નાખી દેવું અને ત્રણથી ચાર વખત વાસણને થપ થપાવી દેવો હવે preheat કરેલા ઓવનમાં ૧૮૦ ડિગ્રી પર 25થી 30 મિનિટ માટે બેક કરી લેવું 20 મિનિટ થાય એટલે ટુથપીક થી ચેક કરી લેવું કેક થઈ જાય એટલે પાંચ મિનિટ બંધ ઓવનમાં રહેવા દેવું કેક ઠંડી પડે પછી જ તેને પ્લેટમાં અન મોલ્ડ કરવી તો તૈયાર છે

simple venilal sponge cake….

નોંધ

– સૌપ્રથમ આ બધી જ વસ્તુ રૂમ ટેમ્પરેચર માં હોવી જોઈએ

– મેંદા ની અંદર બેકિંગ સોડા બેકિંગ પાવડર ઉમેરીને બેથી ત્રણ વખત ચાળી લેવું

– દહીં અથવા છાશ લો તો એકદમ તાજા હોવા જોઈએ ખાટી ના હોવી જોઈએ

– કેકનું મિશ્રણ બનાવતા પહેલા જે વાસણમાં આપણે કેક બનાવવાની છે તેને બટર થી ગ્રીસ કરી મેંદા થી કોર્ટ કરી લો સૌપ્રથમ બટર ચોપડી તેમાં મેંદો ભભરાવી દેવો અને વધારાનો મેંદો કાઢી નાખો


રસોઈની રાણી : દિગના રૂપાવેલ (બરોડા)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.